AHEMDABAD: SYSTRA લાવશે નવા મેટ્રો પ્રોજેક્ટ્સ, ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ જૂથ SYSTRA દ્વારા તૈયાર
AHEMDABAD: SYSTRA લાવશે નવા મેટ્રો પ્રોજેક્ટ્સ, ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ જૂથ SYSTRA દ્વારા તૈયાર
ભારત સરકારે મેટ્રો નીઓ અને મેટ્રો લાઇટ નામની નવી સિસ્ટમ વિકસાવી
વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં રેલ આધારિત માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ (MRTS) ના નિર્માણ માટે એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ જૂથ SYSTRA દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ: ફ્રેન્ચ ફર્મ SYSTRA ગુજરાતમાં ચાર નવા મેટ્રો પ્રોજેક્ટ (Metro Projects) માટે DPR તૈયાર કરી રહી છે. આ ચાર શહેરો ખાસ કરીને નાના અને મધ્યમ કદના શહેરો માટે રચાયેલ નવા પ્રકારના પ્રોજેક્ટ MRTS, Metro Neo અને Metro Lite કે જે વિકાસના સાક્ષી બનશે.
DPR એ ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ જૂથ SYSTRA દ્વારા તૈયાર કરાશે
જેમાં વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગરમાં રેલ આધારિત માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ (MRTS) ના નિર્માણ માટે એક વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) ફ્રેન્ચ કન્સલ્ટિંગ અને એન્જિનિયરિંગ જૂથ SYSTRA દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે 2022 ના અંત સુધીમાં તૈયાર થવાની અપેક્ષા બતાવી છે.સંભવત અભ્યાસ પરથી આ ચાર શહેરોમાં મેટ્રો નીઓ (Metro Neo) અને મેટ્રો લાઇટ (Metro Lite) પ્રોજેક્ટ્સ બનાવવાના પાયા નાખવામાં આવશે અને તે પરંપરાગત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ કરતાં ખૂબ સસ્તું હશે. ડીપીઆર 2022 ના અંત સુધીમાં તૈયાર થઈ જવાની અપેક્ષા છે. તેવું ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જેમને MRTSના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે.
ભારત સરકારે મેટ્રો નીઓ અને મેટ્રો લાઇટ નામની નવી સિસ્ટમ વિકસાવી
SYSTRA ચારેય શહેરો માટે રેલ આધારિત MRTS માટે માત્ર વિગતવાર પ્રોજેક્ટ ફિઝિબિલિટી રિપોર્ટ જ તૈયાર કરશે નહીં પરંતુ તે મેટ્રોના સંચાલન માટે સંભવિત કોરિડોરને (Corridor) પણ ઓળખશે. ટ્રાફિકની માંગનું વિશ્લેષણ કરી આ દરેક શહેરોમાં વૃદ્ધિ કેન્દ્રોને ઓળખવામાં મદદ પણ કરશે.
ઉચ્ચ મેગ્નિટ્યુડ મેટ્રો સિસ્ટમ્સ તેની ઊંચી ક્ષમતા અને ઊંચા ખર્ચને જોતાં Tyre-3 એ શહેરોના Tear-2ની ગતિશીલતાની જરૂરિયાતો પૂરી કરવા માટે યોગ્ય મોડ માટે કેસ બનાવતી નથી. ભારત સરકારે મેટ્રો નીઓ અને મેટ્રો લાઇટ નામની નવી સિસ્ટમ (System) વિકસાવી છે. જે મધ્યમથી નાના શહેરોમાં ફિટ થશે અને કાર્યક્ષમ હોવાની અપેક્ષા રાખે છે તેવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
લાંબા ગાળાની વિકાસની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર (Government) ચાર શહેરોમાં આવી મેટ્રો સિસ્ટમ વિકસાવવા માંગે છે અને GMRCને આ પ્રોજેક્ટ્સના અમલીકરણની જવાબદારી સોંપવામાં આવી છે તેવું સાથે અધિકારીએ ઉમેર્યું.
મેટ્રો ફેઝ-1 ના 1 KM નિર્માણના ખર્ચની સરખામણીમાં અડધાથી ઓછો થશે
અમદાવાદ મેટ્રોની તુલનામાં આ પ્રોજેક્ટ્સમાં (Project) છ ને બદલે બે કે ત્રણ કારવાળા મેટ્રો હશે. જેનાથી ટ્રેનની (Train) લંબાઈ ઘટે છે, સ્ટેશનોની પહોળાઈ ઘટે છે અને સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ ઘટે છે.
બીજા શબ્દોમાં કહીએ તો અમદાવાદ મેટ્રો ફેઝ-1 ના એક કિલોમીટરના નિર્માણ માટે ખર્ચવામાં આવેલા રૂ. 300 કરોડની સરખામણીમાં તો મેટ્રો લાઇટનો અંદાજે રૂ. 150 કરોડનો ખર્ચ થશે અને મેટ્રો નિયોનો ખર્ચ માત્ર રૂ. 100 કરોડ થશે એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
મેટ્રો લાઇટ અને મેટ્રો નીઓમાં જમીનની જરૂરિયાત ઓછી પડે છે. કારણ કે સ્ટેશનો કદમાં નાના હોય છે. બીજા અન્ય કેટલાક ભાગોમાં મેટ્રોને એલિવેટેડ (Elevated) કોરિડોરની જરૂર રહેશે નહીં અને તે રસ્તાની સમાંતર ચાલશે. આ પ્રોજેક્ટ તમામ નાના શહેરોમાં રેલ આધારિત MRTS બનાવવાની કિંમતમાં ઘટાડો લાવે છે તેવું અધિકારીએ જણાવ્યું હતું.
GMRC જે ગુજરાત સરકાર અને ભારત સરકાર વચ્ચેનું 50:50 નું સંયુક્ત સાહસ છે. તે અમદાવાદ અને સુરત શહેરની વચ્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું નિર્માણ કરી રહી છે. મેટ્રો નીઓ અને મેટ્રો લાઇટ પ્રોજેક્ટ્સ પ્રવાસીઓ માટે અનુભવમાં સમાન રહેશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર