Home /News /gandhinagar /Ahmedabad: વોટ્સઅપ મારફતે થતી છેતરપિંડીથી રહો સુરક્ષિત, છેતરપિંડીથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન

Ahmedabad: વોટ્સઅપ મારફતે થતી છેતરપિંડીથી રહો સુરક્ષિત, છેતરપિંડીથી બચવા આ બાબતોનું રાખો ધ્યાન

ગુજરાતમાં હવે Whats app દ્વારા થતી છેતરપિંડીનું (Fraud) પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સ્કેમર્સ તમને જુદી જુદી પ્રોડક્ટની (Products) ઓફર આપીને તેઓ તમારી આઇટમમાં રસ ધરાવે છે અને પછી ખરીદદાર તરીકે પોઝ આપે છે.

ગુજરાતમાં હવે Whats app દ્વારા થતી છેતરપિંડીનું (Fraud) પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સ્કેમર્સ તમને જુદી જુદી પ્રોડક્ટની (Products) ઓફર આપીને તેઓ તમારી આઇટમમાં રસ ધરાવે છે અને પછી ખરીદદાર તરીકે પોઝ આપે છે.

  અમદાવાદ:  ગુજરાતમાં હવે Whats app દ્વારા થતી છેતરપિંડીનું (Fraud) પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સ્કેમર્સ તમને જુદી જુદી પ્રોડક્ટની (Products) ઓફર આપીને તેઓ તમારી આઇટમમાં રસ ધરાવે છે અને પછી ખરીદદાર તરીકે પોઝ આપે છે. આ પછી તેઓ Whats app પર તમારી સાથે QR કોડ શેર કરે છે. જે તમને બેંક ખાતામાં પૈસા મેળવવા માટે Google Pay અથવા અન્ય કોઈપણ UPI આધારિત સેવાનો ઉપયોગ કરીને કોડ સ્કેન કરવાનું કહે છે. જેવા તમે કોડ સ્કેન (Scan) કરો એટલે તરત જ તમારા એકાઉન્ટમાંથી રકમ ગાયબ થઈ જાય છે.

  માર્કેટમાં Whats app દ્વારા નવું કૌભાંડ સામે આવ્યું

  અત્યારે હાલ માર્કેટમાં Whats app દ્વારા નવું કૌભાંડ સામે આવ્યું છે. જેના દ્વારા હેકર્સે (Hackers) યુઝર્સને લૂંટવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. વ્હોટ્સએપ સ્કેમ્સ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેથી જો તમે પણ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો સાવચેત રહો. તાજેતરમાં એક નવી છેતરપિંડી મળી આવી છે. જે વપરાશકર્તાઓને પોતાનો શિકાર બનાવી રહી છે. હેકર્સ યૂઝર્સને (Users) નવી નવી રીતે લૂંટતા રહે છે અને આ વખતે હેકર્સ નવી રીત લઈને આવ્યા છે.

  હેકર્સ તમને ફોન કરીને અને પછી 67 અથવા 405 થી શરૂ થતા નંબરો ડાયલ કરવાનું કહીને વપરાશકર્તાઓને જાળમાં ફસાવવામાં આવે છે. આમ કરવાથી વપરાશકર્તાઓ તેમના Whats app એકાઉન્ટમાંથી લોગ આઉટ થઈ જાય છે અને તેમના એકાઉન્ટની (Account) ઍક્સેસ ગુમાવે છે. આમ જોવામાં આવે તો હેકર્સ થોડી સેકંડમાં તમારા એકાઉન્ટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લે છે.

  આ પણ વાંચો: ગોધરા ખાતે ફેશન આઈકોન ઓફ ધ ઈયર 2022નું ઓડિશન યોજાયું

  હનીટ્રેપ દ્વારા જાતીય વર્તણૂકના બદલે પૈસા પડાવવાનો નવો નુસખો

  સાઈબર સિક્યોરિટીના એક્સપર્ટે (Expert) જણાવ્યું કે હેકર્સ પહેલા તમને કોલ કરશે અને તમારી સાથે વાત કરીને ફસાવ્યા પછી **67*10 અંકનો નંબર અથવા *405*10 અંકનો નંબર ડાયલ કરવાનું કહેશે. તમારા લોકોની જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ નંબર્સનો ઉપયોગ એરટેલ અને અન્ય કંપનીઓમાં કોલ ફોરવર્ડ (Call Forward) રિક્વેસ્ટ માટે કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે હેકર્સ તમારા કૉલને તેમના નંબર પર ફોરવર્ડ કરે છે અને પછી ફોન કૉલ દ્વારા OTP માંગીને WhatsApp નોંધણી મેળવે છે.

  આ રીતે તમારી એક નાની ભૂલ તમને ભારે પડી જાય છે.ત્યારબાદ અન્ય રીત જેમાં હનીટ્રેપ (Honey trap) એ એક એવી પરિસ્થિતિ છે. જેમાં કોઈને અનૈતિક અથવા ગેરકાયદેસર જાતીય વર્તણૂકમાં ફસાવવામાં આવે છે. જેથી કરીને તેમની વર્તણૂક જાહેરમાં બહાર આવી શકે. આ એક યોજના જેમાં પીડિતને બ્લેકમેલ (Blackmail) કરવાની તક પૂરી પાડવા માટે સમાધાનકારી જાતીય પરિસ્થિતિમાં ફસાવવામાં આવે છે. જેના બદલે તમારી પાસેથી પૈસા પડાવવામાં આવે છે.

  આ પણ વાંચો: ગોધરાનો સેવાભાવી યુવક, જે લોકોની કરે છે નિ:સ્વાર્થ ભાવે સેવા

  તમારી જાતને સ્કેમથી સુરક્ષિત રાખવા આ રીતે બચાવો

  જો તમે WhatsApp પર આ સ્કેમથી સુરક્ષિત રહેવા માંગતા હોવ તો તમારી જાતને બચાવવાનો સૌથી સહેલો અને સલામત રસ્તો એ છે કે અજાણ્યા (Unknown) કૉલ્સને અવગણવો. કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વિના સમજદારી કામ લો. તમે આવા બનાવોથી બચવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને તરત જ ફરિયાદ (Complaint) નોંધાવી શકો છો.
  First published:

  Tags: Ahmedaabad News, Cyber fraud, Cyber Security, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો વધુ વાંચો