Home /News /gandhinagar /ગુજરાતમાં ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી, અમિત શાહે રૂ.1179 કરોડના વિકાસકામોની ભેટ આપી

ગુજરાતમાં ‘વિશ્વાસથી વિકાસયાત્રા’ની રાજ્યવ્યાપી ઉજવણી, અમિત શાહે રૂ.1179 કરોડના વિકાસકામોની ભેટ આપી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કુલ 519 જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Gujarat Bhupendrabhai Patel's Government: અમિત શાહે ગુજરાતે છેલ્લા એક વર્ષમાં મેળવેલી સિદ્ધઓ વિશે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં નીતિ આયોગના હર ઘર જલ, પીએમ-જય અને ગ્રામીણ વિકાસ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ છે.

  ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતનો 20 વર્ષનો વિકાસ અને ગુજરાતીઓનો સરકાર પરનો 20 વર્ષથી અવિરત વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને આભારી છે. પીએમ મોદીના માર્ગદર્શનમાં નંખાયેલા વિકાસના મજબુત પાયાને પરિણામે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહની નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ગાંધીનગરમાં વિશ્વાસથી વિકાસ યાત્રાની રાજ્યકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા હતા.

  આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કુલ રૂ. 1179 કરોડના ખર્ચે કુલ 519 જનહિતલક્ષી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પંચાયત, સામાન્ય વહીવટ, ગ્રામ વિકાસ, બંદરો અને વાહન વ્યવહાર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, જળસંપત્તિ, શિક્ષણ, સામાજિક ન્યા અને અધિકારિતા, પાણી પુરવઠા, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ તથા માર્ગ અને મકાન વિભાગના રૂપિયા 394 કરોડના ખર્ચે 209 જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા રૂપિયા 785 કરોડના ખર્ચે 310 વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પૈકી ગાંધીનગર સંસદીય વિસ્તારમાં રૂ. 346 કરોડના ખર્ચે 170 જેટલા વિકાસકાર્યો કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

  અમિત શાહે ગુજરાતે છેલ્લા એક વર્ષમાં મેળવેલી સિદ્ધઓ વિશે કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં નીતિ આયોગના હર ઘર જલ, પીએમ-જય અને ગ્રામીણ વિકાસ ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ છે. વૈશ્વિક ટકાઉ સૂચકાંકમાં સ્વાસ્થ્ય અને ઉદ્યોગમાં પ્રથમ ક્રમે, જ્યારે ઊર્જા-જળવાયુમાં વર્ષ 2021 અને 2022માં પ્રથમ ક્રમે રહ્યું છે. ભારતની કુલ નિકાસમાં ગુજરાત રાજ્ય 30 ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે છે.

  આ પણ વાંચો- નવરાત્રીમાં વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી

  ગુજરાતના છેલ્લા 10 વર્ષમાં 8.2 ટકાના વિકાસ દરથી વૃદ્ધિ કરી છે. કોરોના મહામારીમાંથી વિશ્વ ઊભું પણ થયું નહોતું તેવામાં ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકારે છેલ્લા એક વર્ષમાં આ વૃદ્ધિ દરને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. દેશમાં છેલ્લા 8 વર્ષોમાં 31.3 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે, જેમાંથી માત્ર 57 ટકા એટલે કે 17.7 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ માત્ર ગુજરાતમાંથી જ આવ્યું છે.

  ગુજરાતે આજે સેમીકંડક્ટરના નિર્માણક્ષેત્રે અંદાજે 1.40 લાખ કરોડ રૂપિયાના સમજૂતી કરાર કર્યા છે, જે 1 લાખથી વધુ યુવાનોને રોજગારી પૂરી પાડશે. ગુજરાતમાં આજે 98 ટકાથી વધારે ઘરોમાં નળથી જળ મળે છે, જે પૈકી 12 જિલ્લાના 123 તાલુકા અને14,477 ગામોમાં સો ટકા ઘરોમાં નલ સેજલ યોજના અંતર્ગત નળથી જળ મળે છે. તેમ તેમણે ઉમેર્યુ હતું.

  આ પણ વાંચો- આપઘાત કરવા યુવકે બ્રિજ પરથી છલાંગ લગાવી, નદીમાં પાણી ન હોવાથી કાદવમાં ફસાયો!

  કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યની સલામતી અને શાંતિ માટે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને બિરદાવતાં કહ્યું હતું કે, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જેણે નાર્કોટિક્સ વિરુદ્ધનું અભિયાન વધુ તેજ કર્યું છે અને લાખો કરોડો રૂપિયાનું ડ્રગ ઝડપીને નશાનો કારોબારને અટકાવ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ નાર્કોટિક્સ ડ્રગ્સ પકડનારું રાજ્ય ગુજરાત છે.

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, 20 વર્ષના સમયગાળામાં ગુજરાતનો જે વિકાસ થયો, લોકોનો ઉત્કર્ષ થયો તે બેજોડ છે. આ 20 વર્ષમાં ગુજરાતે અનેક સિદ્ધિઓ મેળવી છે, અપાર ઉપલબ્ધિઓ મેળવી, અખૂટ વિકાસ કર્યો છે તો સરકારે જનતાનો અતૂટ વિશ્વાસ સંપાદિત કર્યો છે.

  તેમણે ઉમેર્યું કે, ગુજરાતના આ 10 વર્ષ પ્રાયોરિટી પોલિસી અને પર્ફોર્મન્સના રહ્યા છે. ગુજરાત સરકારે જન કલ્યાણ અને વિકાસના કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે, ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે, તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક માનાંક અને સૂચકાંકોમાં ગુજરાત પ્રથમ ક્રમે આવ્યું છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી દરમિયાન દેશને આગવું નેતૃત્વ પૂરું પાડી વિશ્વનું સૌથી મોટું નિશુલ્ક રસીકરણ અભિયાન ચલાવી, ગરીબો માટે ભોજન- રાશનની વ્યવસ્થા કરી અને અર્થતંત્રને ગતિમાન પણ રાખ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પીએમ મોદીએ આરંભેલી ગુજરાતની વિકાસ યાત્રાના વાહક તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પછી તેમને સેવાદાયિત્વ મળ્યું છે ત્યારથી ગુજરાતની વિકાસ યાત્રા વધુ તેજ ગતિએ આગળ લઈ જવા તેમની ટીમ અવિરત કાર્યરત છે.

  આ પણ વાંચો- સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષકે વિધાર્થિનીને I LOVE YOU ના મેસેજ કરતા વિવાદ

  રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમારે મહાનુભાવોનું સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ અને વિશ્વાસ એકબીજાના પર્યાય બની ગયા છે. 20 વર્ષમાં ગુજરાતે તમામ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસયાત્રા આજે દેશ માટે મોડલ બની ગઇ છે. તેમજ દેશના વિકાસનું ગુજરાત ગ્રોથ એંજિન બની ગયું છે. રાજ્યમાં સર્વાગી વિકાસની અવરિત યાત્રા ચાલું છે. ટીમ ગુજરાતની અથાગ મહેનત થકી રાજ્યને ગુડ ગવર્ન્સમાં સમગ્ર દેશમાં રાજ્યને 2021માં પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું છે. તેની સાથે સામાજિક ક્ષેત્રે ગુજરાતે નોંધપાત્ર કાર્ય કરીને દેશમાં આરોગ્ય ક્ષેત્રે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે રાજ્યનું વિદ્યાસમીક્ષા કેન્દ્ર આજે દેશનું રોલ કેન્દ્ર બની ગયું છે.

  આ પ્રસંગે મહાત્મા મંદિર ખાતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ધારાસભ્ય શંભુજી ઠાકોર અને બલરાજસિંહ ચૌહાણ, પ્રમુખ દિલીપભાઈ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાશનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાઈ-બહેનો જોડાયા હતા.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Gujarati news, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन