Home /News /gandhinagar /

Gujarat Flood: ગુજરાતમાં વરસાદે વેરેલી તારાજી બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી

Gujarat Flood: ગુજરાતમાં વરસાદે વેરેલી તારાજી બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કંટ્રોલ રૂમની મુલાકાત બાદ રાજ્ય સરકાર વતી સહાયની જાહેરાત કરી છે.

મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચન કરવામાં આવ્યા છે. તેમજ વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે કે જેટલુ બને એટલું જલદી સર્વે કરવામાં આવે જેથી લોકોને સહાય-કેશડોલ પહોંચાડવામાં સરળતા થાય.

વધુ જુઓ ...
    ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદ (Rainfall in Gujarat) બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં તારાજીના દ્રશ્યો (Gujarat Flood) સામે આવી રહ્યા છે. રાજ્યમાં અવિરત પડેલા વરસાદ (Gujarat Monsoon) બાદ જે નુક્સાન થયુ છે તેના પર રાજ્ય સરકાર ગાંધીનગર (Gandhinagar)થી સતત નજર રાખી રહી છે. દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર તથા અમદાવાદ સહિત ધોધમાર વરસાદ (Kutch Rainfall)ને લઇને ચોતરફ હાલાકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજ્યના ઘણા હાઇ-વે હાલમાં પણ બંધ છે તો ઘણા ગામડાઓ હજુ પણ સંપર્ક વિહોણા છે તો ક્યાંક વીજ પૂરવઠો પણ ખોરવાયેલો છે.

    જો કે સમગ્ર સ્થિતિ અંગે આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. જ્યાં વરસાદની પરિસ્થિતિને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જે બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધીને અસરગ્રસ્તો માટે સહાયની જાહેરાત કરી છે.



    મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કંટ્રોલ રૂમની મુલાકાત બાદ રાજ્ય સરકાર વતી સહાયની જાહેરાત કરી છે. જેમા તેમણે માનવ મૃત્યુ માટે 4 લાખની સહાયની જાહેરાત કરી છે. ત્યાં જ રાજ્યના પર્વતીય વિસ્તારમાં ઘર પડી ગયા હોય તેમને 1 લાખ જેટલી સહાય આપવાની જાહેરાત કરી છે.

    આ પણ વાંચો- પીએમ મોદીએ તારંગા હિલ-અંબાજી-આબુ રોડ નવી રેલ લાઇનને મંજૂરી આપી

    મહેસૂલ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા અસરગ્રસ્ત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી સૂચન કરવામાં આવ્યા છે. તેમજ વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યો છે કે જેટલુ બને એટલું જલદી સર્વે કરવામાં આવે જેથી લોકોને સહાય-કેશડોલ પહોંચાડવામાં સરળતા થાય. ત્યાં જ ગુજરાતમાં વરસાદના કારણે છેલ્લા 24 કલાકમાં 14 લોકોના મોત નીપજ્યા હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.

    આ પણ વાંચો- અમરનાથ યાત્રાથી આવ્યા દુખદ સમાચાર, એક ગુજરાતી યાત્રીનું રસ્તામાં જ મોત

    મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોત અંગે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં ચાલુ સિઝનમાં 83 લોકોના મોત થયા છે. આ સિવાય રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 40 પશુઓના મોત નિપજ્યા છે, જેથી ચાલુ સિઝનમાં કુલ 781 પશુઓના મોત થયા છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Gujarat rain, Gujarat rainfall, Gujarati news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन