Home /News /gandhinagar /Gandhinagar: હવે તમે પણ બની શકો છો સ્ટાર સિંગર; સ્પર્ધામાં એપ્લાય કરવાની આ છે છેલ્લી તારીખ

Gandhinagar: હવે તમે પણ બની શકો છો સ્ટાર સિંગર; સ્પર્ધામાં એપ્લાય કરવાની આ છે છેલ્લી તારીખ

ગરબા રમ્યા પછી આ રીતે ઉતારો થાક

ગાંધીનગર સ્વૈચ્છિક સંસ્થા ‘‘ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ’’ દ્વારા ગાયન-ગીત-સંગીતનું ટેલેન્ટ બહાર લાવવા શરદ પૂનમની સાંજે  ‘પૂનમની રઢિયાળી રાતે’ નામક ગીત ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર છે.

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar: શરદ પૂનમની રઢિયાળી રાતે ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ગાંધીનગર દ્વારા “ગાંધીનગર સ્ટાર સીંગર એવોર્ડ” નું “રઢિયાળી પૂનમની રાત” (ફિલ્મી ગીત સ્પર્ધા: ઓરકેસ્ટ્રા-કરાઓકે ગ્રુપ)નું આયોજન કરવામાં આવ્યું છે.

  જાણીતા રાષ્ટ્રવાદી સ્વદેશી વિચારધારા ધરાવતી ગાંધીનગર સ્વૈચ્છિક સંસ્થા ‘‘ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ’’ દ્વારા ગાયન-ગીત-સંગીતનું ટેલેન્ટ બહાર લાવવા શરદ પૂનમની સાંજે ‘પૂનમની રઢિયાળી રાતે’ નામક ગીત ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં પ્રથમ આવનારને ‘ગાંધીનગર સ્ટાર સિંગર’ એવોર્ડ એનાયત કરાશે ઉપરાંત બીજા પણ ઈનામોનું વિતરણ કરવામાં આવશે.આ કાર્યક્રમનુંઇન્ડિયન લાયન્સનાં નેશનલ ચેરમેનની ક્લબ વિઝીટ નિમિતે કરવામાં આવ્યું છે.

  ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી અને વિવિધ બ્રાન્ડના સહારે આ વિશિષ્ટ ગીત-ગાયન સ્પર્ધામાં માત્રને માત્ર ‘ચાંદ અને રાત’ને લગતા હિન્દી ફિલ્મ રહેશ. ગીતો ગાવાના ઓરકેસ્ટ્રાના સહારે કે કરાઓકેના માધ્યમથી સ્પર્ધકો ગીત ગાઈ શકશે. આગામી 9મી ઓક્ટોબરના રોજ ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ‘રઢિયાળી પૂનમની રાત’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફિલ્મી ગીતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની વિશેષતાએ છે કે, ગુજરાતી કે હિન્દી ગીતો જેમાં ચંદ્ર અને રાત્રિનો ઉલ્લેખ થતો હોય તેવા ગીતોની સ્પર્ધા યોજાશે. આ ઈવેન્ટમાં કોઈપણ ઉંમરના વ્યક્તિઓ ભાગ લઈ શકશે. જેમાં ઉંમર પ્રમાણે અલગ અલગ વયજૂથો બનાવવામાં આવશે. વિજેતા વ્યક્તિઓને અનેક ઈનામોથી સન્માનિત કરવામાં આવશે.  આ સ્પર્ધામાં 6 વર્ષથી લઈને 60 વર્ષથી વધુના દરેક વ્યક્તિ ભાગ લઈ શકશે. આ ઈવેન્ટ સાથે વિશાળ સંખ્યામાં લોકોને જોડાવા અનુરોધ કર્યો હતો. જે અલગ અલગ ગ્રુપમાંથી 10 ગાયક અને ગાયિકા એવી રીતે આ સ્પર્ધામાં ટોપ 30 લોકોને પસંદ કરવામાં આવશે. નિર્ણાયક જજ તરીકે અનુભવી અને ગાયનમાં વિશારદ લોકો ફાઈનલ માટે નિર્ણયો કરશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનું આયોજન ગુજરાત ટુરિઝમના સહયોગથી કરવામાં આવી રહ્યું છે તેમ ઈન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ગાંધીનગરના પ્રમુખ વિમળાબેન રાધેશ્યામભાઈ યાદવ તથા પ્રોજક્ટ ડાયરેક્ટર જ્યોતિબેન મેઘનાની જણાવ્યું છે.

  આ સ્પર્ધામાં જણાવ્યા મુજબ વયજુથનું આયોજન કરવામાં આવશે. ગ્રુપ-1 જેમાં 6 થી 15 વર્ષ, ગ્રુપ -2 જેમાં 16 થી 40 વર્ષ, ગ્રુપ- 3 જેમાં 40 વર્ષથી વધુ વયના લોકો ભાઈ લઇ શકશે. આ સ્પર્ધા માટેનું પ્રવેશ પત્ર વોટ્સઅપ નંબર રાધેશ્યામભાઈ યાદવ – 9723023092 અને જ્યોતિબેન મેઘનાની- 9512001634 પરથી મેળવી શકાશે. જે ફોર્મ ભરીને પરત આ મોબાઈલ નંબર પર જ કરવાનું રહેશે. ફોર્મ ફી રૂ. 50/- રાખવામાં આવી છે. આમાં નાના મોટા માટે અલગ ગ્રુપ અને સ્પર્ધાના નિયમો આ પ્રમાણે રહેશે. આ સ્પર્ધામાં Top – 30 લેવાના છે. દરેક ગ્રુપમાંથી 10 ગાયક / ગાયિકાની પસંદગી કરવામાં આવશે. પસંદગી માટે ગાયનમાં વિશારદ થયેલ અને ગાયન ક્ષેત્રના વર્ષોનો અનુભવીને નિર્ણાયક તરીકે રાખવામાં આવશે. જેમનો નિર્ણય આખરી રહેશે.

  ઓડીશનની તારીખ, સ્થળ તેમજ જરૂરી સૂચના વોટ્સએપ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે. આ સ્પર્ધા માત્ર હિન્દી અને ગુજરાતી ગીતો માટે છે. જેમાં ચંદ્રમા અને રાતનો ઉલ્લેખ થતો હોવો જોઈએ. ઓરકેસ્ટ્રા તેમજ કરાઓકે દ્વારા ગીત રજૂ કરી શકશે. વધુ માહિતી માટે મૌલિકભાઈ આસોડિયા, નેશનલ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી – મો. 8200271878 નો સંપર્ક કરી શકાય છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર છે.
  Form Link: https://form.jotform.com/222703338882459
  First published:

  Tags: Gandhinagar News, Navratri 2022, Navratri celebration, Singing

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन