Home /News /gandhinagar /Gandhinagar: રાજકોટના ચોરડી ગામે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ બનાવાશે; વિવિધ સેવાકિય સંકુલો નિર્માણ કરાશે

Gandhinagar: રાજકોટના ચોરડી ગામે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડ બનાવાશે; વિવિધ સેવાકિય સંકુલો નિર્માણ કરાશે

મેયર,

મેયર, ડે.મેયર, શહેર ભાજપ પ્રમુખ સહિત 500 કરતા વધારે વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ હોલ ખાતે  પુષ્ટિમાર્ગના પાંચસો વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર આયોજિત થઈ રહેલા ભવ્ય, દિવ્ય, અને અલૌકિક શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ સંકુલ બનાવાની જાહેરાત કરવામાં આવી છે.

  Abhishek Barad, Gandhinagar: ગાંધીનગર સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ હોલ ખાતે પુષ્ટિમાર્ગના પાંચસો વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર આયોજિત થઈ રહેલા ભવ્ય, દિવ્ય, અને અલૌકિક શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ સંકુલ બનાવાની જાહેરાત કરવામાં આવી છે.જેનું ખાતખાતમુહૂર્ત 6 નવેમ્બરના રોજ કરવામાં આવશે.રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે 55 વીઘા જમીનમાં આકારલઈ રહેલા સૌથી મોટા પ્રોજેક્ટ અંગેની માહિતી આપી ધર્મ અને ભારતીય સંસ્કૃતીના ગુણો ઉજાગર કરવામાં આ સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષક અને પ્રભાવક બની છે.આ બેઠકમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ના સ્થાપક વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર ઉપસ્થિત રહ્યા હતા.

  આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર એ જણાવ્યું કે દીપકની જ્યોત થોડોક સમય પ્રજ્વલિત રહે છે, જ્યારે માતા-પિતાએ બાળકોને આપેલી સંસ્કારની જ્યોત જીવંત પર્યંત રહે છે. ગાંધીનગરના સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ હોલ ખાતે પુષ્ટિમાર્ગના પાંચસો વર્ષના ઇતિહાસમાં સૌપ્રથમવાર આયોજિત થઈ રહેલા ભવ્ય, દિવ્ય, અને અલૌકિક શ્રીકૃષ્ણ વર્લ્ડ સંસ્કાર સંકુલના મંગલ ખાતમુહૂર્ત મહોત્સવ એવમ વિરાટ મહાસંમેલનનું આયોજન થયું હતું. આ ખાતમુહૂર્ત 6 નવેમ્બરના રોજ થશે જેમાં ગાંધીનગર માંથી મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેશે. વ્રજરાજકુમાર એ જણાવ્યું હતું કે બાળકોના સંસ્કારમાં માતાની ભૂમિકા અતિ મહત્વની છે તેમ જણાવી આપણું દાયિત્વ આ બાળકોને સુસંસ્કાર આપવાનું અને કુસંગથી દૂર રહે તેનું ધ્યાન રાખવાનું છે.

  નાનપણથી જ સંસ્કાર પ્રદાન કરી શકાય 'ભીની માટીને આકાર આપી શકાય છે સુકી માટી ને નહીં' તેમ જણાવી તેઓએ પુષ્ટિમાર્ગ ભારતમાતાની વૈભવના શિખર પર લઈ જશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. યુવાનો, પ્રોઢો અને સિનિયર સિટીઝનને પણ અપીલ કરતા કહ્યું કે ગુણવત્તાયુક્ત જીવન જીવવા માટે આપણે સૌએ ભગવાન સાથેની સનમુખતા કેળવવી જોઈએ. તેઓશ્રીએ મૌન, ધ્યાન, સત્સંગ પરમાર્થ, સમર્પણભાવ અને પ્રતિદિન સૂવાના અડધા કલાક પહેલા મોબાઈલ થી દુર રહેવાની અપીલ કરીને એકાદ દિવસ મોબાઈલ ઉપવાસ કરવા પર ભાર મૂક્યો હતો. 'પેટને સાફ કરવા સાફી તેમ મનને સાફ કરવા માફી' નું સૂત્ર આપીને રાગ અને દ્વેષથી દૂર રહી સત્સંગ અને સર્વ પ્રત્યે પ્રીતિ રાખવા અનુરોધ કર્યો હતો.

  આ પણ વાંચો: વિનોદ કુમાર પાંડેને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, 17 વર્ષથી આ શાળામાં બજાવે છે ફરજ

  વ્રજરાજકુમારએ શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડના ખાતમુહૂર્ત, વૈષ્ણવ મહાસંમેલન અને રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ચોરડી ગામે 55 વીઘા જમીનમાં આકારલઈ રહેલા સૌથી મોટા પ્રોજેક્ટ અંગેની માહિતી આપી ધર્મ અને ભારતીય સંસ્કૃતીના ગુણો ઉજાગર કરવામાં આ સંકુલ આંતરરાષ્ટ્રીય સ્તરે આકર્ષક અને પ્રભાવક બની છે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઇ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ અને ભાજપ શહેર પ્રમુખ રૂચિરભાઇ ભટ્ટે કોરોના કાળ દરમિયાન વલ્લભ યુથ ઓર્ગેઝનની સેવાઓ બિરદાવીને રૂપિયા 7 કરોડ ના ખર્ચે આ 29 જેટલા ઓક્સિજન પ્લાન્ટ માત્ર 24 દિવસમાં જ નાખવાની કાર્યને બિરદાવ્યું હતું તેમજ મહાનગરપાલિકા તરફથી આવા કાર્યોમાં શક્ય તે તમામ મદદની ખાતરી ઉચ્ચારી હતી.

  V. Y.O. ના સૂત્ર we serve happiness ને સાર્થક કરતી વિવિધ પ્રવૃતિઓની માહિતી પ્રમુખ ડો. પ્રદીપ ગગલાણીએ આપી હતી. પૂજ્ય મંગલ વધાઈ પ્રસંગે અલૌકિક સાંસ્કૃતિક કાર્યક્રમ એજ્યુકેશન ટીમ દ્વારા શ્રી દિપેશભાઈ પરીખ ના માર્ગદર્શન હેઠળ રજૂ કર્યો હતો. આ અવસરે વ્રજરાજ કુમાર ના સમાજ સમર્પિત વિચારના ફળસ્વરૂપે બહુમૂલ્ય ભારતીય પરંપરાના સંસ્કારોને આજની પેઢીમાં ઉજાગર કરવા તથા અમૂલ્ય સંસ્કૃતિના સંસ્કારોને જીવંત રાખવાના પ્રયાસમાં "જન્મદિન પ્રગટાવો અભિયાન" નો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. તેમજ સ્લાઈડ શો દ્વારા V. Y.O. ની સિદ્ધિઓની ની ઝાંખી કરાવવામાં આવી હતી તથા પુષ્ટિ ધજા-પતાકાઓ લહેરાવી હતી.

  આ પ્રસંગે વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને ગાંધીનગર વૈષ્ણવ સમાજના હોદ્દેદારો સર્વ જશવંતભાઈ ગાંધી, ડો. પ્રદીપભાઈ, ડો.નીતાબેન શેખાત, કિરીટભાઈ સોની, જે. ઓ.શાહ, હર્ષાબેન શાહ, પ્રકાશભાઈ શાહ, ચંદ્રકાંતભાઈ અડાલજા, મૌલિકભાઈ પરીખ વગેરે કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ગાંધીનગરના 500 થી વધુ વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.
  First published:

  Tags: Hindu Temple, Trust, ગાંધીનગર

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन