Home /News /gandhinagar /Gandhinagar: આ વ્યક્તિઓને જોઈ બાળકોના ચહેરા પર આવી જાય છે ખુશી; જાણવા જેવું છે કારણ

Gandhinagar: આ વ્યક્તિઓને જોઈ બાળકોના ચહેરા પર આવી જાય છે ખુશી; જાણવા જેવું છે કારણ

X
છેલ્લા

છેલ્લા 11 વર્ષથી સેવા મારૂ જીવન ગ્રુપ દ્વારા સેવાકાર્ય કરવામાં આવે છે

નંદનવન અનુદાનિત પ્રાથમિક શાળા સેક્ટર -13 ખાતે સેવા મારું જીવન અને જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ તરફથી દિવાળી નિમીત્તે બાળકોને નાસ્તો અને ચોપડા આપવામાં આવ્યા હતા. ગૃપમાં ઘણા મિત્રો પોતાની સેવા આપે છે.

Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરમાં સેવા મારું જીવન ગૃપ છેલ્લા અગિયાર વર્ષથી સેવાકીય કાર્યો કરે છે. આ ગૃપ સાથે જીવન ધારા સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન પણ જોડાયેલું છે. મહેશભાઈ જીરાવાલા આ ટ્રસ્ટના પ્રમુખ છે. નંદનવન અનુદાનિત પ્રાથમિક શાળા સેક્ટર -13 ખાતે સેવા મારું જીવન અને જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ તરફથી દિવાળી નિમીત્તે બાળકોને નાસ્તો અને ચોપડા આપવામાં આવ્યા હતા. ગૃપમાં ઘણા મિત્રો પોતાની સેવા આપે છે. આ ગૃપના સ્થાપક વિજયસિંહ માજીરાણા છે. તેઓએ આ ગૃપમા સેવાભાવી મિત્રોને જોડવાનું ઉત્તમ કાર્ય કર્યું છે.આ ગૃપમાં વિધાર્થીથી માંડીને નિવૃત્ત પ્રવૃત્ત સરકારી અધિકારી કર્મચારીઓ, વકીલ, સામાજિક કાર્યકર વગેરે જોડાયેલ છે. આ ગૃપ દ્વારા વાર તહેવારે ગાંધીનગરના શ્રમજીવી વિસ્તારોમા કપડાં મિઠાઈ ફળ ખીચડી વગેરેનુ વિતરણ કરવામાં આવે છે. દિવાળી નિમિત્તે શ્રમજીવી પરિવારના સભ્યોને જુના નવા કપડાં આપવામાં આવે છે. આ ગૃપના સભ્યો દ્વારા ફાળો એકત્ર કરી સેવાકીય કાર્યો કરવામા આવે છે. કયારેક કોઈ દાતા તરફથી સેવા કાર્ય માટે યોગદાન મળતું હોય છે. સરકારી શાળામા ભણતા બાળકોને પ્રોત્સાહિત કરવા વિવિધ શાળાઓમાં અવારનવાર મનોરંજન સાથેના કાર્યક્રમ યોજવામા આવે છે.

ખાસ કરીને જે બાળકો પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતાં હોય તે બાળકોને અભ્યાસનું મહત્વ સમજાવી શાળામા જવા પ્રેરણા આપવાનુ કામ કરવામા આવે છે. આ સેવાકાર્યમાં જી.કે. પરમાર, પ્રદિપસિંહ વાઘેલા, અશ્વિનભાઈ સુહાન, ડી.એમ. મકવાણા, કૌશિક અંજારિયા, ભાવિન પરમાર, મહેશભાઈ જીરાવાલા અરુણભાઈ પટેલ, યોગેશભાઈ દરજી, જય સાકરીયા, વિજયસિંહ માજીરાણા(યુવા સામાજીક કાર્યકર), ભરતભાઈ બારડ, અમિતાબેન વાઘેલા, યોગેન્દ્ર સિંહ રાઓલ, શારદાબેન રાઠોડ, બી.યુ.સિધવ, જીતુદાન ગઢવી વગેરે જોડાયેલા છે.


હાલમાં દિવાળી નિમિતે નંદનવન અનુદાનિત પ્રાથમિક શાળા સેક્ટર -13 ખાતે સેવા મારું જીવન અને જીવનધારા ફાઉન્ડેશન સેવા ટ્રસ્ટ તરફથી બાળકોને નાસ્તો અને ચોપડા આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતાં. પ્રણવભાઈ તથા આકાશભાઈ દ્વારા ગિટાર ઉપર ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિજયસિંહ માજીરાણા તથા મહેશ જીરાવાલા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન યોગેશ દરજી આચાર્ય નંદનવન નિવાસી પ્રાથમિક શાળા સેક્ટર-૧૩ દ્વારા કરવામાં આવ્યું હતું.
First published:

Tags: Child, Gandhinagar News, Poor people

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો