Home /News /gandhinagar /

Ahemdabad: રવિવારે થશે IPLની ફાઇનલ મેચ, નિહાળવા આવતા લોકો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા

Ahemdabad: રવિવારે થશે IPLની ફાઇનલ મેચ, નિહાળવા આવતા લોકો માટે પાર્કિંગની અલગ વ્યવસ્થા

મેચ

મેચ જોવા આવતા દર્શકો માટે 31 પાર્કિંગ પ્લોટની ફાળવણી

મેચ (Match) જોવા મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો માટેના વાહનો (Vehicles) યોગ્ય જગ્યાએ અને સલામતીપૂર્વક પાર્ક થઇ શકે તે માટેના રૂટનો પ્લાન અમદાવાદ પોલીસે જાહેર કર્યો છે.

    અમદાવાદ:   અમદાવાદમાં (Ahmedabad) તા. 29/05/22 ના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ ખાતે ફાઈનલ (Final) આઇપીએલ ક્રિકેટ મેચ રમાનાર છે. આ મેચ (Match) જોવા મોટા પ્રમાણમાં અને મર્યાદીત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો માટેના વાહનો (Vehicles) યોગ્ય જગ્યાએ અને સલામતીપૂર્વક પાર્ક થઇ શકે તે માટેના રૂટનો પ્લાન અમદાવાદ પોલીસે જાહેર કર્યો છે.

    નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે આઈપીએલની ફાઇનલ મેચ રમાશે.


    અમદાવાદ શહેરમાં આગામી તા. 29/05/22 ના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ મોટેરા, સાબરમતી, અમદાવાદ શહેર ખાતે આઈપીએલ ક્રિકેટ (Cricket) મેચ રમાનાર છે. મેચ જોવા આવતી પબ્લિકની સંખ્યાને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પોલીસનો (Police) ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

    મેચ જોવા આવતા દર્શકો માટે 31 પાર્કિંગ પ્લોટની ફાળવણી

    ત્યારે આ ક્રિકેટ મેચ જોવા મોટા પ્રમાણમાં અને માર્યાદિત સમયમાં વાહનો સાથે આવતા દર્શકો (Viewers) માટેના વાહનો યોગ્ય જગ્યાએ અને સલામતીપૂર્વક પાર્ક થઇ શકે તે માટે 31 પાર્કિંગ પ્લોટ (Parking Plot) નિયત કરવામાં આવેલ છે. આ મેચ જોવા આવનારા લોકો (પ્રેક્ષકો) ને હાલાકી ન ભોગવવી પડે અને પાર્કિંગની સુવિધા મળી રહે તે હેતુથી સ્ટેડિયમની આજુબાજુના કુલ 31 પાર્કિંગ લોકેશન (Location) બનાવવામાં આવેલ છે.

    આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા

    ટુ વ્હીલર (2 Wheeler) માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર (4 Wheeler) માટે 23 પાર્કિંગ બનાવવામાં આવ્યા. જેમાં ટુ વ્હીલર (2 Wheeler) માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર (4 Wheeler) માટે 23 પાર્કિંગ બનાવવામાં આવેલ છે. જેની ક્ષમતા 12,000 ટુ વ્હીલર અને 15,000 ફોર વ્હીલરની છે. આ મેચ જોવા આવનાર દરેક પ્રેક્ષકને પોતાનું વાહન પાર્કિંગ શૉ માય પાર્કિંગ (Show My Parking) પરથી ફરજીયાત એડવાન્સ બુક કરીને આવવાનું રહેશે.

    પોલીસ કમિશનર દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન કરાયો જાહેર

    આ સુરક્ષાને લઈને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમમાં (Stadium) પોલીસની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તથા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા નો ડ્રોન ફ્લાય ઝોન (No Drone Fly Zone) જાહેર કરવામાં આવ્યો છે. આ લોખંડી પોલીસ બંદોબસ્તમાં 1000 હોમગાર્ડ, 17 DCP, 28 ACP, 91 PI, 268 PSI, 5000 કોન્સ્ટેબલ સુરક્ષામાં તૈનાત રહેશે. આ ઉપરાંત કુલ 1.20 લાખ લોકો IPL ક્રિકેટ મેચની મજા માણશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedabad news, IPL 2022, અમદાવાદ

    આગામી સમાચાર