Home /News /gandhinagar /Gandhinagar: આ સંસ્થા બૌદ્ધિક દિવ્યાંગ બાળકોના પેરેન્ટ્સ અને બાળકો માટે કરે છે ઉમદા કાર્યો; આટલા પ્રકારની આપે છે ટ્રેનિગ

Gandhinagar: આ સંસ્થા બૌદ્ધિક દિવ્યાંગ બાળકોના પેરેન્ટ્સ અને બાળકો માટે કરે છે ઉમદા કાર્યો; આટલા પ્રકારની આપે છે ટ્રેનિગ

X
આ

આ સંસ્થા સાથે 100 કરતા વધારે પેરેન્ટ્સ જોડાયેલા છે

આ સંસ્થા બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓના વાલીઓ અને માતા પિતાઓ તેમજ આ ક્ષેત્રમાં રસ ધરાવતા વિશિષ્ટ શિક્ષકો દ્વારા સ્થાપના 2009માં વિશ્વ માનસિક વિકલાંગ દિને કરવામાં આવી હતી.

  Abhishek Barad, Gandhinagar: આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ છે. ભારતમાં અનેક લોકોને કોઈને કોઈ કારણોસર માનસિક તણાવ અનુભવતા હોય છે. આ લોકો તો કોઈને કોઈ રીતે સારવાર કરાવતા હોય છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે કે જે જન્મજાત માનસિક દિવ્યાંગ હોય કે અન્ય રીતે દિવ્યાંગ હોય એમનું જીવન કેવું હશે, એમના પરિવારનું જીવન કેવું હશે. તો અમે જણાવીએ ગાંધીનગરના સાધના પેરેન્ટ્સ એસોસિએશન ઓફ ચેલેન્જડ પર્સન વિશે. આ સંસ્થા બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓના વાલીઓ અને માતા પિતાઓ તેમજ આ ક્ષેત્રમાં રસ ધરાવતા વિશિષ્ટ શિક્ષકો દ્વારા સ્થાપના 2009માં વિશ્વ માનસિક વિકલાંગ દિને કરવામાં આવી હતી.

  આ સંસ્થાનું મુખ્ય કાર્ય આ ક્ષેત્રે સામાજિક જાગૃતિ અને આ પ્રકારના બાળકો, વ્યક્તિઓનો સામાજિક સ્વીકાર થાય અને તેઓને સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું છે. આ સંસ્થા રાજ્યકક્ષાએ ગુજરાતી પરિવાર ફેડરેશન ઑફ પેરેન્ટસ્ એસોસીએ શન’ તથા રાષ્ટ્રીય કક્ષાએ પરિવાર નેશનલ કોન્ફેડરેશન ઑફ પેરેન્ટ્સ એસોસીએશન' સાથે પણ જોડાયેલી છે.આ સંસ્થાના હેતુઓ મેન્ટલી ચેલેન્જડ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી અ મલ્ટીપલડીસીએબીલીટીઝ ધરાવતી વ્યક્તિઓન માતા-પિતા/વાલીઓ, આ ક્ષેત્રમાં કાર્ય કરતી વ્યક્તિઓ તેમજ સંસ્થાઓનું સંગઠન બનાવવું.વિશિષ્ટ શિક્ષણ માટે શાળા અને નિવાસી શાળાની સ્થાપના કરવી. વ્યવસાયિક તાલીમ અને પુનઃવસન કેન્દ્રોની સ્થાપના કરવી. રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું. સામાયિકો અને સાહિત્યનું પ્રકાશન અને પ્રસારણ કરવું. મેન્ટલી ચેલેન્જડ, ઓટીઝમ, સેરેબ્રલ પાલીસ અને મલ્ટીપલ ડીસીએબીલીટી ધરાવતી વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી થાય તેવી કોઈપણ પ્રવૃત્તિઓ. ગ્રુપ હોમ્સની સ્થાપના કરવી છે.

  સંસ્થા દ્વારા હાથ ધરાવતી પ્રવૃત્તિઓમાં મુખ્ય સામાજિક જાગૃતિ, બૌદ્ધિકદિવ્યાંગ વ્યક્તિઓનું સામાજિકરણ, રમત-ગમત (સરકાર દ્વારા યોજાતા ખેલ મહાકુંભ અને સ્પેશ્યલ ઓલમ્પીક સ્પર્ધાઓ સહિત), નવરાત્રિ, પતંગોત્સવ જેવા તહેવારની ઉજવણી, વાલી સંમેલનો/સેમીનાર/ટ્રેનીંગ, તાલીમ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચિત્ર-હરિફાઈ, માટીકામ અને હસ્તકલાની ચીજવસ્તુઓ આવી વ્યક્તિઓ, બાળકો દ્વારા બનાવડાવી તેના વેચાણ દ્વારા તેમનું પુનઃસ્થાપન,વોકેશનલ તાલીમ કેન્દ્રો ચલાવવા, મૈત્રી-જૂથોની રચના, સેલ્ફ એડવોક્સી પ્રોજેક્ટ, સેલ્ફ-હેલ્પ ગ્રુપોની રચના કરવી, સ્પેશ્યલ ડેઝની ઉજવણી કરવી જેવા છે. બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓને સરકાર દ્વારા અપાતા લાભો રેલ્વે કન્સેસન, એસ.ટી.બસમાં મુસાફરી, શિષ્યવૃત્તિ, નિરામય હેલ્થ પૉલીસી, નેશનલ ટ્રસ્ટની સહાયો, હેલ્થ ઈન્સ્યુરન્સ

  બૌદ્ધિક દિવ્યાંગતા અંગે સામાન્ય રીતે સમાજમાં પ્રવર્તતા કેટલાક ખોટા ખ્યાલો સંદર્ભમાં તબીબો દ્વારા સ્વીકૃત સ્પષ્ટતાઓ આપવામાં આવી છે. બૌદ્ધિક દિવ્યાંગતાએ ગાંડપણ નથી. ગાંડપણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારની એક માનસિક અવસ્થા છે. ગાંડી વ્યક્તિનું મગજ અસાધારણ રીતે અસમતુલાવાળું હોય છે. જેને તાલીમ કે શિક્ષણથી ફાયદો થવાની શક્યતા નથી. જ્યારે તાલીમ અને શિક્ષણથી બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિનો ક્રમિક વિકાસ થવાની શક્યતા છે. બૌદ્ધિક દિવ્યાંગતા એ કોઈ ચેપી રોગ પણ નથી. બૌદ્ધિક દિવ્યાંગ બાળક સાથે રહેવાથી કે રમવાથી સામાન્ય બાળક મંદબુદ્દિનું થઈ જતું નથી. માનસિક ક્ષતિએ બૌદ્ધિક વિકાસની ક્ષતિ છે કે રૂકાવટવાળો બુદ્ધિનો ધીમો વિકાસ છે. સામાન્ય બાળકની ઉંમરની સરખામણીએ બૌદ્ધિક દિવ્યાંગ બાળકનો તેની ઉંમર વધવાની સાથે માસિક વિકાસ ધીમો કે ઓછો થાય છે.

  માનસિક ક્ષતિએ કોઈ વળગાડ નથી એટલે કે ભુવા દ્વારા ભૂત પ્રેત ભગાડવા માટે કરાતા દોરા-ધાગા કે તાંત્રિક ક્રિયાથી દૂર થતી નથી. તેથી આવો ઉપચાર કરવાથી દૂર રહેવું જોઈએ. બૌદ્ધિકદિવ્યાંગતા વારસાગત હોય જ એ ખ્યાલ ખોટો છે. માનસિક ક્ષતિએ મનુષ્યના કર્મફળ સ્વરૂપે ઈશ્વરની અવકૃપાનું પરિણામ નથી, પરંતુ જીનેટીક ખામી છે. મગજની વિકાસની પ્રક્રિયામાં થયેલ રૂકાવટને લીધે અવરોધિત ધીમા વિકાસની ખામી કહેવાય. માત્ર ગરીબ કુટુંબોમાં જ આવા બાળકો જન્મે છે, એવું પણ નથી, ધનિક કે ઉચ્ચ શિક્ષિત કુટુંબોમાં કોઈપણ જ્ઞાતિ, જાતિ, વર્ગ, ધર્મ, પ્રદેશ કે દેશમાં આવાં બાળકો જન્મતાં હોય છે. ભારત દેશ અને વિશ્વમાં આવા લાખો બાળકો છે. માનસિક ક્ષતિ સંપૂર્ણ પણે દૂર કરવા વિશ્વમાં ક્યાંય રામબાણ દવા કે ઈલાજની શોધ હજી થઈ નથી. પરંતુ પદ્ધતિસરની તાલીમ અને તબક્કાવાર પ્રશિક્ષણ દ્વારા તેમાં ક્રમિક સુધારાને પુરો અવકાશ છે. આવાં તાલીમ પામેલાં બાળકો/વ્યક્તિઓ હસ્તકલા કારીગરી કે અમુક પ્રકારનાં નિશ્ચિત કામો શીખી કરી શકે છે અને ધનોત્પાર્જન કરીને જીવનનિર્વાહ કરી શકે છે. આવું પ્રશિક્ષણ કે તાલીમ પામેલી કેટલીય વ્યક્તિઓ ફેક્ટરી/દુકાનમાં ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેવા વેચવા માટે અને ઓફિસોમાં કમ્પ્યુટર ચલાવવા જેવી પ્રવૃત્તિ/કામગીરી કરી શકે છે. સામાન્ય રીતે હળવી અને સહાયક કક્ષાની કામગીરી કરી શકે છે.

  સંસ્થાના સ્થાપક ભાનુપ્રસાદ ચૌહાણે જણાવ્યું હતું કે બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓને જરૂર છે કે દયાની ટેકારૂપ સહાયની નહિ કે માત્ર સહાનુભૂતિ અભિવ્યક્તિની (કરૂણા તો રાખો જ), તકની-નહિમાત્રમદદની (મદદ તો કરો જ) રોજગારની-નહિ માત્ર રક્ષણની (રક્ષણ તો કરોજ), તાલીમની-નહિ માત્ર સંરક્ષણની (સંરક્ષણ તો કરી જ), રચનાત્મક અને હકારાત્મક અભિગમની-નહિ કે માત્ર, ભાવુકતા વ્યક્ત કરવાની (પ્રેમ તો કરો જ). સંસ્થાની સદસ્યતા બૌદ્ધિક દિવ્યાંગ વ્યક્તિઓના વાલીઓ, માતા-પિતા તેમજ આ ક્ષેત્રમાં રસ ધરાવતી વ્યક્તિઓ પ્રશિક્ષણ પામેલા શિક્ષકો, તજજ્ઞો, નિષ્ણાતો વિગેરે આ સંસ્થાના સભાસદ બની શકે છે. આ ક્ષેત્રમાં રસ ધરાવતા કે કામ કરતા તજજ્ઞો, નિષ્ણાતો કે તબીબો માનદ્ સદસ્યતા મેળવીને સંસ્થાને ઉપયોગી બની શકે અને માર્ગદર્શન આપી શકે છે.

  સાધના પેરેન્ટ્સ એસોસિએશન ઓફ મેન્ટલી ચેલેન્જડ પર્સન, ગાંધીનગર સરનામું: પ્લોટ નં- 106/2, સેકટર-3/એ, ગાંધીનગરમો.9879546766
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Blind man, Help, Parents

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन