Home /News /gandhinagar /ભાજપના રન ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત ગુજરાતમાંથી 1 લાખથી વઘુ યુવાનોએ મેરોથોન દોડમાં ભાગ લીધો

ભાજપના રન ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત ગુજરાતમાંથી 1 લાખથી વઘુ યુવાનોએ મેરોથોન દોડમાં ભાગ લીધો

રન ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વઘુ યુવાનો મેરોથોન દોડમાં ભાગ લીધો

પ્રદેશ ભાજપે નારી શક્તિ વંદના સંમેલનમાં અમદાવાદ ખાતે  પંચાયતથી પાર્લામેન્ટ સુધીના પ્રતિનિધિ બહેનો તથા સમાજની પ્રતિભાવંત 75 બહેનોનો ભાવવંદના કરવામાં આવશે

ગાંધીનગર : પ્રઘાનંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા ચાલી રહેલા સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત  25 સપ્ટેમ્બરના રોજ  8 મહાનગરપાલિકા અને 156 નગરપાલિકામાં રન ફોર ડેવપોમેન્ટ મેરોથોન દોડ યોજી છે. આજે યોજાનાર યુવા મોરચાના મેરોથોન દોડમાં કર્ણાવતી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને સુરત ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. રન ફોર ડેવલોપમેન્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વઘુ યુવાનો મેરોથોન દોડમાં ભાગ લીધો છે.

પ્રઘાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા એક જ દિવસમાં 23763 જેટલી રકત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. આ અંગે વાત કરતા પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટે કહ્યું કે, ગુજરાતના પનોતાપુત્ર અને દેશના યશસ્વી વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા 2 ઓકટોબર સુધી સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ભારતમાં ભાજપના  યુવા મોરચાના કાર્યકરો દ્વારા અનેક સેવાકીય કાર્યો યોજાઇ રહ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા દ્વારા વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજયભરમાં આશરે 322  બલ્ડકેમ્પ યોજવામાં આવ્યો હતો જેમા માત્ર એક દિવસમાં 23763 બલ્ડની બોટલનું એકત્રીકરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યબદલ ગુજરાતભરના યુવા મોરચાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા.

ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક: દોઢ કરોડ પરિવાર સાથે આ રીતે કરશે સીધો સંપર્ક

પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચાના સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત  ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા25 સપ્ટેમ્બરના રોજ રન ફોર ડેવલોપમેન્ટ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે જેમા 8 મહાનગર પાલિકા અને 156 નગરપાલિકામાં મેરોથોન દોડ યોજાશે જેમા એક લાખથી વધુ યુવાનો ભાગ લેશે.  મેરોથન દોડમાં 18 થી 25 વર્ષના યુવાનો વધુમાં વધુ જોડાય તેવા પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં યુવાનોને ટી-શર્ટ આપવામાં આવશે. વલસાડની અંદર બીચ મેરોથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સુરત ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તો અમદાવાદ ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ  ઉપસ્થિત રહ્યા.
તો તે જ રીતે 25 સપ્ટેમ્બર 2022 ના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ની અધ્યક્ષતામાં તેમજ અનુ.જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ.પ્રધ્યુમનભાઈ વાઝાની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના સંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિજી, ગુજરાત સરકારના પ્રદીપભાઈ પરમાર, મનીષાબેન વકીલ, અનુ.જાતિના સાંસદઓ, ધારાસભ્યઓ તેમજ રાષ્ટ્રીય તથા પ્રદેશ સંગઠનના પદાધિકારીઓની ઉપસ્થિતિ રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નારી સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે અનુ.જાતિ મોરચો પણ તેને વધારે મહત્વ આપી પહેલ કરી રહ્યો છે. આજે યોજાનાર નારી શક્તિ વંદના સંમેલનમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધીના પ્રતિનિધિ બહેનો તથા સમાજની પ્રતિભાવંત 75 બહેનોનો ભાવવંદના કરવામાં આવશે. નારી શક્તિ વંદના સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી અનુ.જાતિની 25 હજાર મહિલાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં આવનાર બહેનોને રાજ્ય સરકારની યોજનાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક કાર્યોથી વાકેફ કરાશે તેમજ વિવિધ ક્ષેત્રની પ્રતિભાવંત બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવશે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં વિજય સંકલ્પ સાથે અનુ.જાતિ સમુદાયની મહિલાઓ વસ્તી સંપર્ક અભિયાનમાં જોડાશે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારની યોજનાઓ તથા સમાજ ઉપયોગી લેવાયેલા નિર્ણયો હર ઘર સુધી પહોંચાડશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat BJP, Gujarat Elections, ગાંધીનગર, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन