Home /News /gandhinagar /Gandhinagar Big Scam: ગુજરાત ઈન્ફોર્મેટિંગ લિમિટેડમાં રુપિયા સાત કરોડનું કૌભાંડ
Gandhinagar Big Scam: ગુજરાત ઈન્ફોર્મેટિંગ લિમિટેડમાં રુપિયા સાત કરોડનું કૌભાંડ
આ કૌભાંડની ફરિયાદ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
વિજય નહેરાએ એમ પણ જણાવ્યું હતું કે, આ કૌભાંડ 2019-20નુ એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલાનુ છે, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષના નાણાકીય હિસાબો તપાસવાની સૂચના ફોરેન્સિક એડીટરને આપી છે. સૂત્રોનું માનીએ તો આ કૌભાંડનો પ્રાથમિક આંકડો ભલે રુપિયા 7 કરોડનો આવ્યો હોય પરંતુ આ કૌભાંડ રુપિયા 25 થી 30 કરોડને આંબે તેવી સંભાવના છે.
ગુજરાત ઈન્ફોર્મેટિંગ લિમિટેડ (Gujarat Informatics Limited GIL) કંપનીના સેક્રેટરી જપન શાહ, એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટ રૂચિ ભાવસાર તથા ફાઈનાન્સ ઓફિસર વિક્રાંત કંસારા અને જનરલ મેનેજર રાકેશ કુમાર, અને કંપનીના ડેપ્યુટી ડાયરેક્ટર રાકેશ કુમાર દ્વારા સાત કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું કૌભાંડ (GIL Scam) કરાયુ હોવાની વિગતો સામે આવી છે. ગુજરાત ઈન્ફોર્મેટિક લિમિટેડ કંપની રાજ્ય સરકાર (Gujarat Government)નું જ એક એકમ છે. જેનુ સંચાલન ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ના તાબા હેઠળ GIL મારફત થાય છે. જ્યાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજીને લગતી તમામ ચીજ-વસ્તુઓનું ખરીદ-વેચાણ થાય છે. આ કંપની દ્વારા સરકારના દરેક વિભાગોમાં ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીની વસ્તુઓના માપદંડ નક્કી થાય છે.
ડિપાર્ટમેન્ટ સાયન્સ ઓફ ટેકનોલોજી હેઠળ સંચાલિત આ કંપનીના કર્મચારીઓએ મિલીભક્ત કરીને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યાં હતા અને ખોટા વાઉચરો ઉભા કર્યાં હતા. જે બાદ સરકારને રુપિયા 6 કરોડ 99 લાખથી વધારે રકમનો ચૂનો લગાવ્યો છે. બે વર્ષથી વધારે સમયથી આ કૌભાંડ ચાલતુ હતું. GILમાં થયેલ કૌભાંડનો એકાઉન્ટ ઓડિટમાં પર્દાફાશ થયો છે. આ કૌભાંડની ફરિયાદ ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સચિન ગુસીઆના માર્ગદર્શન હેઠળ આ ફરિયાદ દાખલ કરાઇ છે. સૂત્રોનું માનીએ તો આ કૌભાંડ અંદાજે 25 થી 30 કરોડનું છે. જો ઉંડી તપાસ થાય તો માતબર રકમના કૌભાંડ સાથે મોટા માથાઓની સંડોવણી બહાર આવાની સંભાવના છે.
મેસર્સ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડે ગુજરાત સરકારનું જાહેર ક્ષેત્રનું ઉપક્રમ છે. જાહેર ક્ષેત્રનું ઉપક્રમ હોવાથી તેન હિસાબોનું દર વર્ષે નિયમિત ઓડિટ થાય છે. નાણાકીય વર્ષ 2019-20 ના સ્ટેટ્યુટરી ઓડિટ દરમ્યાન, સ્ટેટ્યુટરી ઓડિટર દ્વારા કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારો બાબતે ધ્યાન દોરાયુ હતું. આ બાબતની ગંભીરતા જોતા ત્રણ કર્મચારી જપન શાહ, કંપની સેક્રેટરી રુચી ભાવસર, એક્ઝીકયુટીવ (અકાઉન્ટ) અને વિક્રાન્ત કંસારા, એક્ઝીકયુટીવ (અકાઉન્ટ) ને તાત્કાલીક અસરથી ફરજમોકુફી પર ઉતારી દેવામાં આવ્યા છે. તેમજ રાકેશ અમીન ડે. ડાયરેક્ટર (અકાઉન્ટ)ની ટ્રાન્સફર કરાઇ છે. જે આ નાણાકીય વ્યવહારો સાથે સંકાળાયેલા હતા. વધુમાં મેસર્સ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડનાં સંચાલક મંડળ (બોર્ડ ઓફ ડાયરેક્ટર)ને પણ આ બાબતે 1 જુન 2022ની બેઠકમાં માહીતગાર કરવામાં આવ્યા છે.
આ મુદ્દે ન્યુઝ 18 ગુજરાતીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના વડા વિજય નહેરા સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે, સંચાલક મંડળ દ્વારા મામલાની ચકાસણી બાદ તાત્કાલીક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. જે અનુસાર -1-પોલીસ કમ્પલેન્ટ ફાઇલ કરાઇ છે. 2-ફોરેન્સીક ઓડિટરની નિમણુક કરી નાણાકીય વ્યવહારોના રેકોર્ડની ફોરેન્સીક ચકાસણી સોંપાઇ છે. 3- જપન શાહ, કંપની સેક્રેટરી, રુચી ભાવસર, એક્ઝીકયુટીવ (અકાઉન્ટ) અને વિક્રાન્ત કંસારા, એક્ઝીકયુટીવ (અકાઉન્ટ), રાકેશ અમીન, ડે. ડાયરેક્ટર (અકાઉન્ટ), ઇન્ટરનલ ઓડિટર (બોરકર એન્ડ મજમુદાર, ચાર્ટડ અકાઉન્ટન્ટસ ) તેમજ અન્ય આ ઉચાપતમાં સંડોવાયેલ વ્યક્તિઓ સામે પોલીસ એફ. આઇ. આર. દાખલ કરાઇ છે.
વિજય નહેરાએ એમ પણ જણાવ્યું હતું કે, આ કૌભાંડ 2019-20નુ એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલાનુ છે, પરંતુ તેઓએ છેલ્લા પાંચ વર્ષના નાણાકીય હિસાબો તપાસવાની સૂચના ફોરેન્સિક એડીટરને આપી છે. સૂત્રોનું માનીએ તો આ કૌભાંડનો પ્રાથમિક આંકડો ભલે રુપિયા 7 કરોડનો આવ્યો હોય પરંતુ આ કૌભાંડ રુપિયા 25 થી 30 કરોડને આંબે તેવી સંભાવના છે. સાથે જ મોટા માથાઓના નામ બહાર આવે એવી પણ એક સંભાવના જોવાઇ રહી છે.