Home /News /gandhinagar /

દસ્તાવેજોની નોંધણીને લઈને મહેસૂલ ખાતાનો મહત્ત્વનો નિર્ણય, હવે મિલકતોના દસ્તાવેજ પેન્ડિંગ નહીં રહે!

દસ્તાવેજોની નોંધણીને લઈને મહેસૂલ ખાતાનો મહત્ત્વનો નિર્ણય, હવે મિલકતોના દસ્તાવેજ પેન્ડિંગ નહીં રહે!

દસ્તાવેજનો નોંધણી

Revenue Department Gujarat: મહેસૂલી રેકર્ડમાં દસ્તાવેજના એન્ડોર્સમેન્ટ પેજ તેમજ પેન્ડિંગ રજિસ્ટરમાં પેન્ડિંગ બાબતે કોઈ જ નોંધ થતી નથી. એટલું જ નહી, પક્ષકાર તરફથી ખૂટતા આધારા પુરાવા રજૂ કરવા કોઈ સમય મર્યાદા પણ નક્કી નથી.

ગાંધીનગર: દસ્તાવેજોની નોંધણીને લઈને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે (Revenue department) મહત્ત્વનો નિર્ણય લીધો છે. પક્ષકારો અને અધિકારીઓના મેળાપીપળા વચ્ચે ભ્રષ્ટાચાર અને ગોટાળાની શક્યતાઓને રોકવા માટે થઈને હવે જમીન મિલકતના દસ્તાવેજોની નોંધણી (Department of stamps and registration) પેન્ડિંગ રાખી શકાશે નહીં. મહેસૂલ વિભાગે એક જ ઝાટકે નોંધણીની પ્રક્રિયા પેન્ડિંગ રાખવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ જેનુ દેવન (Jenu Devan)ની સહીથી મંગળવારે પ્રસિદ્ધ પરિપત્રનો અમલ પહેલી જુલાઈથી થઈ ગયો છે. પહેલી જુલાઈથી અધૂરા પુરાવા સાથે રજૂ થતા તમામ દસ્તાવેજોનું રજિસ્ટ્રેશન બંધ થશે. સરકારના મહત્ત્વપૂર્ણ નિર્ણયને કારણે આગામી દિવસોમાં આ પ્રક્રિયામાં સરકારે થતું આર્થિક નુકસાન બંધ થશે તેવો દાવો કરાયો છે.

સરકારને થતું હતું નુકસાન


મહેસૂલી રેકર્ડમાં દસ્તાવેજના એન્ડોર્સમેન્ટ પેજ તેમજ પેન્ડિંગ રજિસ્ટરમાં પેન્ડિંગ બાબતે કોઈ જ નોંધ થતી નથી. એટલું જ નહી, પક્ષકાર તરફથી ખૂટતા આધારા પુરાવા રજૂ કરવા કોઈ સમય મર્યાદા પણ નક્કી નથી. મિલકતનું મુલ્ય નક્કી કરવાનો સમયગાળો પણ ફિક્સ નથી. આ સંજોગોમાં ઓછી સ્ટેમ્પ ડ્યૂટીના લાભ સામે આર્થિક ભ્રષ્ટાચાર વધે છે, વહિવટી ગોટાળા થતા સરકારને નુકસાન થાય છે.

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ-ડીઝલ થશે સસ્તું! 

મહેસૂલ વિભાગનો પરિપત્ર


આ પરીપત્ર મારફતે તમામ સબ રજિસ્ટ્રાર, નાયબ કલેક્ટરોને આદેશ થયો છે. જેમાં કહેવાયુ છે કે, નોંધણી અધિનિયમ-1908, નોંધણી નિયમો-1970, સ્ટેમ્પએક્ટ 1958, બજાર કિંમત નક્કી કરવાના નિયમો 1970, સ્ટેમ્પ ડ્યુટી એક્ટ 1958 બજાર કિંમત નક્કી કરવા માટેનો નિયમ 1984, સ્થાયી સુચના મુજબ તમામ સ્તરેથી ચકાસણી કર્યા બાદ યોગ્ય જણાય તો જ દસ્તાવેજ નંબર જનરેટ કરવો. જો આ તમામ જોગવાઈ પરિપૂર્ણ ન કરે તેવા દસ્તાવેજોની નોંધણી કરવી નહી.

સાત દિવસ પછી ફરી ટોકન લેવું પડશે


એટલુ જ નહિ, આ અંગેની જાણ પક્ષકારને લેખિતમાં જાણ કરી કચેરીની નકલમાં તેની સહી લઈને સાત દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા, સ્ટેમ્પ ડ્યૂટીની અધૂરી રકમ ભરપાઈ કરવાની જાણ કરવી પડશે. જો પક્ષકાર સાત દિવસની અંદર ખૂટતી બાબતની પૂર્તતા ન કરે, સ્ટેમ્પ ડ્યૂટીની અધૂરી રકમ ભરપાઈ કરવામાં નિષ્ફળ રહે તો આ દસ્તાવેજ તેને પરત આપી દેવાનો રહેશે. સાત દિવસ પછી પૂર્તતા થશે તો પક્ષકારને નવેસરથી ટોકન લેવું ફરજિયાત બન્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Property, Revenue department, કમાણી, ગુજરાત, સરકાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन