Home /News /gandhinagar /ગાંધીનગરમાં 21મી ફેબ્રુઆરીએ દેશની પ્રસિદ્ધ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ દ્વારા યોજાશે ભરતી મેળો

ગાંધીનગરમાં 21મી ફેબ્રુઆરીએ દેશની પ્રસિદ્ધ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ દ્વારા યોજાશે ભરતી મેળો

ભરતી મેળાનું આયોજન

Organization of Recruitment Fair in Gandhinagar: ગાંધીનગરમાં 21 ફેબ્રુઆરીના રોજ દેશની પ્રસિદ્ધ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ દ્વારા ભરતી મેળાનું આજોયન કરવામાં આવી રહ્યું છે. ભરતી મેળામાં ભાગ લેવા ઇચ્છતા હોય તેમણે આટલું કરવાનું રહેશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: ગાંધીનગરમાં હમણાંથી સતત બેરોજગારોને રોજગારી મળે તે હેતુથી ભરતી મેળાઓ યોજાઇ રહ્યા છે. આવા જ વધુ એક ભરતી મેળાનું આયોજન ગાંધીનગરમાં આગામી 21મી ફેબ્રુઆરીના રોજ થવા જઇ રહ્યું છે. જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 21-ફેબ્રુઆરીના રોજ સવારે 10:00 કલાકે, બલરામ મંદિર પરિસર હોલ સેક્ટર-12 ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાવાનો છે.

ગાંધીનગરમાં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ


આ ભરતી મેળામાં દેશની પ્રસિદ્ધ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ ભાગ લેવાની છે. જેમાં બી.પી.એસ ટ્રેઈની જગ્યા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે, જેમણે બી.કોમ, બી.એ, બી.બી.એ તથા બી.એસ.સી (નોન સી.એસ આઈ.ટી) જેવી શૈક્ષણિક લાયકાત  ધરાવતા માત્ર ફ્રેશર્સ તથા નોન ટેકનીકલ ગ્રેજ્યુએટ ઉમેદવાર અને અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોય તેમ જ વર્ષ 2021 અને 22માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય તેવા 18 થી 28 વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે.

આ પણ વાંચો: લંડનના કીવ ગાર્ડન જેવું ગાર્ડન ગુજરાત યુનિવર્સિટીમાં બનાવવાની તૈયારીઓ, જાણો શું હશે આકર્ષણ

ઉમેદવારે આટલુ કરવાનું રહેશે


ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ દ્વારા એક કલાકની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આથી જિલ્લાની ઉપરોક્ત જગ્યા માટેની લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોએ ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ અને બાયોડેટા તથા પેડ અને પેન સહિત ઉપસ્થિત રહેવાનું રહેશે. જ્યા તેમના માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટ દ્વારા 26.05 લાખ લિટર સુએઝનું પાણી વપરાશ યોગ્ય બનાવામાં આવ્યું 

ભરતી મેળામાં ભાગ લેવા આટલુ કરો


નોંધનીય છે કે, ભરતી મેળા લગતી માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર- 36 57 390390 પર ફોન કરી, અથવા જિલ્લા રોજગાર કચેરી સી-વીંગ પ્રથમ માળ, સહયોગ સંકુલ સેક્ટર- 11 ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવવી શકાશે. જેઓ પણ આ રોજગાર મેળામાં ભાગ સેવા માંગતા હોય તે તમામ અહીંયા ઉપસ્થિત રહી શકશે. વધુ મા વધુ લોકો આ રોજગારમેળામા ઉપસ્થિત રહે તે માટેહાલ તંત્ર પ્રયાસ કરી રહ્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Jobs, Recruitments, ગુજરાત