Home /News /gandhinagar /

Gandinagar: અહીં સ્મશાનમાં લાઇબ્રેરી કેમ બનાવી હશે? કારણ રસપ્રદ છે! 

Gandinagar: અહીં સ્મશાનમાં લાઇબ્રેરી કેમ બનાવી હશે? કારણ રસપ્રદ છે! 

300

300 વિદ્યાર્થીઓ વાંચી શકે તેવી તમામ પ્રાઇવેટ લાઈબ્રેરી જેવી સુવિધાઓ છે

અનેક વિદ્યાર્થીઓ અહીં GPSC-UPSCની પરીક્ષાઓની તૈયારી કરે છે. પ્રાઇવેટ લાઇબ્રેરી જેવી જ તમામ સુવિધા છે આ લાઇબ્રેરીમાં, મહાનગરપાલિકાએ બનાવી છે આ લાઇબ્રેરી

    Abhishek Barad, Gandhinagar: સ્મશાનમાં લાઇબ્રેરી (Library)! આ વાત સાંભળીને જ કંઈક અજુગતું લાગેને? પણ હા, ગાંધીનગરનાં મુક્તિધામ એટલે કે સ્મશાનમાં રીડિંગ લાઇબ્રેરી (Reading Library) શરૂ કરવામાં આવેલી છે.આ કલાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ PG, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વાંચન માટે રીડિંગ લાઈબ્રેરીનો ઉપયોગ કરતા હોય છે.

    ગાંધીનગરમાં ગુજરાતના દરેક શહેરના વિદ્યાર્થીઓ સરકારી નોકરી ( Goverment Jobs )ની તૈયારી કરવા આવતા હોય છે. ગાંધીનગરમાં ક્લાસ 1, કલાસ 2, ક્લાસ 3, જીપીએસસી (GPSC) યુપીએસસી (UPSC) તેમજ અન્ય ક્ષેત્રના અનેક પ્રાઇવેટ ક્લાસીસ ચાલે છે. આ કલાસીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ PG, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વાંચન માટે રીડિંગ લાઈબ્રેરીનો ઉપયોગ કરતા હોય છે.

    મુક્તિધામમાં ગાંધીનગર મહાનગર પાલિકા સંચાલિત કોઈપણના ચાર્જ વગર ફ્રીમાં રીડિંગ લાઇબ્રેરી

    ગાંધીનગરમાં પ્રાઇવેટ ક્લાસીસ (Classes) ની સાથે અનેક પ્રાઇવેટ લાઇબ્રેરી પણ ચાલે છે. જેની ફી પ્રતિ મહિના રૂપિયા 1200 થી લઈને 2000 રૂપિયા સુધીની હોય છે, ત્યારે ગાંધીનગરના મુક્તિધામમાં ગાંધીનગર મહાનગર પાલિકા સંચાલિત કોઈપણના ચાર્જ વગર ફ્રીમાં રીડિંગ લાઇબ્રેરી છે.આ લાઈબ્રેરીમાં વાંચીને અનેક વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે અને આજે ક્લાસ 1, 2 જેવા મહત્વના હોદ્દા પરથી સરકારમાં સેવા આપી રહ્યા છે.

    આ પણ વાંચો : GMC દ્વારા ગાંધીનગરમાં તિરંગા વિતરણ કેન્દ્રો શરૂ ! આ સ્થળે આટલી કિંમતમાં મળશે

    પ્રાઇવેટ લાઈબ્રેરી જેવી તમામ પ્રકારની સુવિધાયુક્ત:

    આ લાઇબ્રેરીમાં 300 જેટલા વિદ્યાર્થી બેસીને રીડિંગ કરી શકે તેવી તમામ પ્રકારની સુવિધા છે. વિદ્યાર્થીઓને નિઃશુલ્ક હળવો નાસ્તો પણ આપવામાં આવે છે. આ લાઈબ્રેરીમાં 10 જેટલા સંડાસ - બાથરૂમ, ત્રણ R.O. વોટર કુલરની સુવિધા છે. સ્મશાનના આંગણમાં અનેક પ્રકારના વૃક્ષો, છોડવાઓ, બાગ- બગીચા છે, જેના કારણે ચોખ્ખી હવા અને ઠંડુ વાતાવરણ રહે છે, આ પ્રાંગણમાં અનેક સંતોની પ્રતિમાઓ અને મહાદેવજીનું મંદિર છે, તેમજ આ બગીચામાં અનેક પ્રકારના પક્ષીઓ પણ રહે છે. લાઈબ્રેરીમાં વિદ્યાર્થીઓને શાંત પ્રકૃતિનું વાતવરણની સાથે ધાર્મિક વાતાવરણ પણ મળી રહે છે.
    First published:

    Tags: Govt Jobs, Students, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन