Home /News /gandhinagar /Ahmedabad: રણવીર સિંહની છકડા પર ધાસુ એન્ટ્રી, ફિલ્મ જયેશભાઈ જોરદારના પ્રમોશનમાં ગુજરાતીઓના દિલ જીત્યા
Ahmedabad: રણવીર સિંહની છકડા પર ધાસુ એન્ટ્રી, ફિલ્મ જયેશભાઈ જોરદારના પ્રમોશનમાં ગુજરાતીઓના દિલ જીત્યા
તેણે મૂળ અટક ભવનાની પણ છોડી દીધી
બોલિવૂડ (Bollywood) સ્ટાર રણવીર સિંહ જયેશભાઈ જોરદારના (Jayeshbhai Jordar) પ્રમોશન માટે શહેરની મુલાકાતે (Visit) આવ્યો છે. ત્યારે તેમણે આકર્ષક દેખાવ માટે રંગબેરંગી વસ્ત્રો પહેરીને અને શણગારેલા છકડા પર સવાર થયા હતા.
અમદાવાદ: બોલિવૂડ (Bollywood) સ્ટાર રણવીર સિંહ જયેશભાઈ જોરદારના (Jayeshbhai Jordar) પ્રમોશન માટે શહેરની મુલાકાતે (Visit) આવ્યો છે. ત્યારે તેમણે આકર્ષક દેખાવ માટે રંગબેરંગી વસ્ત્રો પહેરીને અને શણગારેલા છકડા પર સવાર થયા હતા. તેમણે શહેરીજનોને કહ્યું કે તમરો છોકરો ગુજરાતમાં પાછો આવ્યો છે. પોતાની આ કટાક્ષથી રણવીર સિંહે ગુજરાતીઓના (Gujarati) દિલ જીતી લીધા હતા.
સૌથી વધુ કમાણી કરનાર ભારતીય અભિનેતાઓમાંનો એક
તે એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં (Film) કામ કરી રહ્યા છે. ચાર ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક પુરસ્કારો (Awards) પ્રાપ્ત કર્યા છે. તે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય અભિનેતાઓમાંનો એક છે. તેમને દેશના પાંચમા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા (Actor) તરીકે સ્થાન મળ્યું હતું.
તેણે મૂળ અટક ભવનાની છોડી દીધી
તેમના જીવનના પળોની વાત કરીએ તો રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ, 1985 ના રોજ બોમ્બેમાં (Bombay) એક સિંધી હિંદુ પરિવારમાં થયો હતો. તેમના દાદા-દાદી ભારતના ભાગલા વખતે હાલના પાકિસ્તાનમાં સિંધના કરાંચીથી બોમ્બે ગયા હતા. તેણે તેની અટક ભવનાની છોડી દીધી. કારણ કે તેમને લાગ્યું કે આ નામ ખૂબ લાંબુ અને ઘણા બધા ઉચ્ચારણ વાળું થઈ જશે. અભિનય (Acting) કારકિર્દી બનાવવા માટે ભારત પરત ફર્યા પછી તેમણે થોડા સમય માટે જાહેરાતમાં (Advertising) કામ કર્યું હતું. રણવીર સિંઘે બેન્ડ બાજા બારાત (2010), લુટેરા (2013), બાજીરાવ મસ્તાની (2015), પદ્માવત (2018), સિમ્બા (2018), ગલી બોય (2019) જેવી સફળ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ અને બાદમાં શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર ક્રિટીક્સ એવોર્ડ જીત્યો હતો.
2020મામાં કસમ ફિલ્મસનામની પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી.
ત્યારબાદ રણવીર સિંઘે તેની વારંવારની કો સ્ટાર દીપિકા પાદુકોણ સાથે લગ્ન (Marriage) કર્યા છે. 2020 માં મા કસમ ફિલ્મ્સ નામની પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી. સિંઘે ટેલિવિઝન ગેમ શો ધ બિગ પિક્ચરનું આયોજન કર્યું હતું. જે કલર્સ TV પર પ્રસારિત થયું હતું.તેમની અભિનય કારકિર્દી ઉપરાંત સિંઘે સ્થાનિક સંગીતકારોને પ્રોત્સાહન આપવા માટે 2019માં પોતાનું રેકોર્ડ લેબલ IncInk લોન્ચ કર્યું. તે એડિડાસ, હેડ એન્ડ શોલ્ડર્સ, ચિંગ્સ, જેક એન્ડ જોન્સ, થમ્સ અપ અને મેકમાયટ્રીપ સહિત ઘણી બ્રાન્ડ્સને સમર્થન આપે છે.તે રોહિત શેટ્ટી સાથે કોમેડી સર્કસમાં ફરી કામ કરશે. જેમાં તે બેવડી ભૂમિકા (Double Role) ભજવશે. તે આલિયા ભટ્ટ સાથે કરણ જોહરની રોમેન્ટિક કોમેડી રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ કામ કરશે. તેણે 2005ની ફિલ્મ અન્નિયન શંકરની હિન્દી ભાષાની રિમેકમાં (Remake) પણ કામ કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.