ગાંધીનગર: ગુજરાત રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારે ગઈકાલે સાંજે કાર્યભાર સંભાળ્યાનાં કલાકોમાં જ તેઓએ જે વિભાગ છોડ્યા એ વિભાગોના ચાર્જ સોંપવાની ગતિવિધી શરુ થઇ ગઇ હતી. નિમણુંક મળ્યા બાદ આજે પ્રથમ કેબિનેટની બેઠકમાં તેઓ હાજરી આપી હતી. તેમના પ્રથમ દિવસે બેન્ચ થપથપાવીને સૌ કોઇએ તેમનું અભિવાદન કર્યું હતુ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી બેઠકમા ગત સપ્તાહ દરમિયાન રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ દરમિયાન પાકને થયેલા નુકસાન તેના સર્વે , તેમજ પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાનું પેપર ફુટવાને લઈને ચર્ચા થઇ હતી .. આજે કેન્દ્ર નુ બજેટ રજૂ થનાર છે ને ગુજરાત ના બજેટ ને પણ હવે પંદર થી વીસ દિવસ બાકી છે ત્યારે ગૃહમાં રજૂ થનાર વિવિધ બાબતો તેમજ વિધાયકોને લઈને ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોની દશા બેઠી છે ને ખાસ કરીને જીરૂં, ધાણા, ઘઉં, મકાઇ, વરિયાળી, એરંડા, મગ અને ચણાના પાક ઉત્પાદનને માઠી અસર થવા પામી છે. ત્યારે સર્વે ક્યારે પતશે ને સર્વે અનુસાર બાદમાં ખેડૂતોને કેટલું વળતર આપી શકાય. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિ સિઝનમાં અત્યાર સુધીમાં 11.72 લાખ હેક્ટર એટલે કે 99.95 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે જે પૈકી સૌથી વધુ 125 ટકા વાવેતર તેલીબીયાં પાકોમાં થયું છે. રાજ્યમાં ખેડૂતોએ 12.92 લાખ હેક્ટરમાં ઘઉંનું તેમજ 8.07 લાખ હેક્ટરમાં કઠોળ પાકોનું વાવેતર કર્યું છે.
જે પાકોને નુકશાનનો અંદાજ છે તેમાં જીરૂં 2.75 લાખ હેક્ટર, ધાણાં 2.22 લાખ હેક્ટર, ઇસબગુલ 13000 હેક્ટર, વરિયાળી 51000 હેક્ટર, શાકભાજી 2.02 લાખ હેક્ટર, બટાટા 1.31 લાખ હેક્ટર તેમજ ડુંગળી 70 હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. કૃષિ તજજ્ઞોના મતે આ પાકોમાં પાંચ થી સાત ટકા નુકશાન થવાની પ્રાથમિક સંભાવના જોવાય છે.