Home /News /gandhinagar /સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં મેઘ મહેર, જાણો ક્યા જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ

રાજ્યભરમાં વરસાદી માહોલ

રાજ્યના મોટાભાગના તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. અમદાવાદ, સુરત, અમરેલી, પોરબંદર, સાબરકાંઠા, ડાંગ, વાપી-વલસાડ સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. તો જોઈએ આજે રાજ્યમાં ક્યાં કેવો વરસાદી માહોલ છે

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદી વાતાવરણ સર્જાઈ ગયું છે. રાજ્યના મોટાભાગના તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. અમદાવાદ, સુરત, અમરેલી, પોરબંદર, સાબરકાંઠા, ડાંગ, વાપી-વલસાડ સહિત અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. તો જોઈએ આજે રાજ્યમાં ક્યાં કેવો વરસાદી માહોલ છે.

સૌપ્રથમ અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં બપોરથી જ વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું, જેને પગલે મોડી સાંજે શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ. શહેરમાં આજે મધ્યમ વરસાદ વરસ્યો છે. એક બે ઝાપટા બાદ અમદાવાદમાં વાદળછાયા વરસાદ વચ્ચે ઠંડક પ્રસરી ગઈ છે જેને પગલે લોકોને ગરમીમાં રાહત મળી છે.

પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.  પોરબંદર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો, પોરબંદરમાં ત્રણ ઈંચ વરસાદ, કુતિયાણામાં દોઢ ઈંચ વરસાદ રાણાવાવમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ થોડીવાર વિરામ લીધા બાદ ફરી ધીમીધારે વરસાદ થયો શરુ થયો હતો. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર શરુ છે. જેને પગલે શહેરના અનેક રસ્તાઓમાં પાણી ભરાયા છે.

તો અમરેલી - બાબરા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ચમારડી, લૂંણકી, ઈંગોરાળા, ગળકોટડી, દરેડ સહિતના ગામોમાં વરસાદ શરૂ છે.  સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો.  વાવણી બાદ વરસાદથી ખેડૂતોના ઉભા પાકને ફાયદો થશે. સારા વરસાદને પગલે બફારાથી લોકોને રાહત મળી છે.  અમરેલી જીલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે, તો આંકડા પર નજર કરીએ તો, સવારે 6 થી સાંજે 4 સુધીમાં અમરેલી : 20 મી.મી, બાબરા : 04 મી.મી, ખાંભા : 69 મી.મી, જાફરાબાદ : 39 મી.મી, ધારી : 52 મી.મી, બગસરા : 29 મી.મી, રાજુલા : 38 મી.મી, લાઠી : 10 મી.મી, લીલીયા : 13 મી.મી, વડીયા : 18 મી.મી, સાવરકુંડલા : 28 મી.મી, અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં હજુ પણ મેઘમહેર યથાવત છે.
" isDesktop="true" id="996229" >

આ બાજુ જાફરાબાદ બંદર પર 3 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદના સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે. પીપાવાવ પોર્ટ, જાફરાબાદ, શિયાળબેટના સમુદ્રમા કરંટ સાથે ધોધમાર વરસાદ છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજુલા જાફરાબાદ કોસ્ટલ વિસ્તારમા વરસાદી માહોલ છે.

રાજકોટ જિલ્લામાં તથા શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છવાયા છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. શહેરના મોટામોવા, કાલાવડ રોડ, 150 ફૂટ રિગ રોડ, ડો યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, મવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
" isDesktop="true" id="996229" >

ડાંગ જિલ્લામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો, આહવા : 10 મિમી, વઘઇ : 13 મિમી, સુબિર : 06 મિમી, સાપુતારા : 12 મિમી.

સુરત જિલ્લામાં મેઘ મહેર યથાવત છે. જિલ્લામાં સાવરે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ પર નજર કરીએ તો, બારડોલી : 27 મિમી, ચોર્યાસી : 56 મિમી, કામરેજ : 20 મિમી, પલસાણા : 37 મિમી, ઓલપાડ : 23 મિમી, મહુવા : 29 મિમી, માંડવી : 15 મિમી, માંગરોળ : 16 મિમી, ઉમરપાડા : 17 મિમી, સુરત શહેરમાં 14 મિમી, ઉકાઇ ડેમ : 319.09 ફુટ ઈનફ્લો : 2125 ક્યુસેક આઉટ ફ્લો : 2125 ક્યુસેક પર છે.
" isDesktop="true" id="996229" >

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના પોશીનામાં વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેતીને પુન:જીવન મળતા ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
First published:

Tags: Gujarat rain, Gujarat rain Data, Gujarat rain forecast, Gujarat Rain System, Gujarat rainfall