Home /News /gandhinagar /વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, ધારાસભ્યોને સ્ટેડિયમ ભરવા ટાર્ગેટ અપાયા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે, ધારાસભ્યોને સ્ટેડિયમ ભરવા ટાર્ગેટ અપાયા 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Prime Minister Narendra Modi: હાલ ઔપચારિક કાર્યક્રમ મુજબ આજે આઠમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે અને તારીખ 9મી એ અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળી અને નવમી એજ દિલ્હી જવા પરત રવાના થશે.

વધુ જુઓ ...
ગુજરાત: હાલ ઔપચારિક કાર્યક્રમ મુજબ આજે આઠમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવશે. રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે અને તારીખ 9મી એ અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ટેસ્ટ મેચ નિહાળી અને નવમી એજ દિલ્હી જવા પરત રવાના થશે. ગુજરાત મુલાકાત દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ - ગાંધીનગરમાં બે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ, વોલોન્ગોંગ અને ડેકિન, યુનિવર્સિટીઓની સ્થાપના માટે કરાર પર હસ્તાક્ષર કરશે.

ઓસ્ટ્રેલિયાના પીએમ 9 માર્ચે મુંબઈ પણ જશે


ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8થી 11 માર્ચ દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તેમની સાથે વેપાર અને પર્યટન મંત્રી ડોન ફેરેલ અને સંસાધન અને ઉત્તરી ઓસ્ટ્રેલિયાના મંત્રી મેડેલીન કિંગ તેમજ ઉચ્ચ સ્તરીય વેપારી પ્રતિનિધિમંડળ પણ હશે. દિલ્હી પહોંચતા પહેલા ઓસ્ટ્રેલિયાના પીએમ 9 માર્ચે મુંબઈ પણ જશે. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ, વડાપ્રધાન મોદી અને પીએમ અલ્બેનીઝ પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ સહકારના ક્ષેત્રો પર ચર્ચા કરવા વાર્ષિક સમિટ યોજશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર વડાપ્રધાન અલ્બેનીઝ દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.

આ પણ વાંચો: વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 207મો રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો

પીએમ નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત નિહાળશે. આ પ્રથમ વખત બનશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નામથી બનેલા સ્ટેડિયમમાં મેચ નિહાળશે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન પ્રેસિડેન્ટ પ્રથમ વખત અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ આજે આવતાની સાથે જ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. સાથે સીએમ ભૂપેનદ્ર પટેલ પણ હાજર રહેશે. બાદમાં તેઓ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળીને ધુળેટીની શુભકામનાઓ પાઠવશે. સાથે સાથે મોડી સાંજે 07:30 કલાકે અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી itc નર્મદામાં યોજાનાર એક એજ્યુકેશન કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે.


તમામ ધારાસભ્યોને ટાર્ગેટ આપવામાં આવ્યા


પીએમ નરેન્દ્ર પીએમના આગમનને લઈને મોટેરા સ્ટેડિયમ ખીચો ખીચ ભરાય તે માટે તમામ ધારાસભ્યોને ટાર્ગેટ આપવામાં આવ્યા છે. પોતપોતાના મત વિસ્તારમાંથી જાહેર જનતાને મોટેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત રાખવા માટે આ ટાર્ગેટ આપવામાં આવ્યા છે. જેઓ અમદાવાદની સૌથી નજીક છે તેઓએ સૌથી વધુ વ્યક્તિઓને ઉપસ્થિત રાખવાના છે. જેમ જેમ મત વિસ્તાર દૂર થતો જાય તેમ તેમ ધારાસભ્યનો ટાર્ગેટ ઘટી જશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા કુલ એક લાખની છે. જેમાંથી 50 હજાર જેટલા લોકોની ઉપસ્થિતિની જવાબદારી એકલા અમદાવાદ અને તેની નજીકમાં આવેલા વિસ્તારોના ધારાસભ્યોની રહેશે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Gandhinagar News, Pm modi in gujarat, PM Modi પીએમ મોદી