Home /News /gandhinagar /

Ahemdabad: NIDમાં કોરોનાનો પગપેસારો, સંસ્થા તેના કોવિડ ડેશબોર્ડને અપડેટ કરવામાં રહી નિષ્ફળ

Ahemdabad: NIDમાં કોરોનાનો પગપેસારો, સંસ્થા તેના કોવિડ ડેશબોર્ડને અપડેટ કરવામાં રહી નિષ્ફળ

કેમ્પસમાં ઈદ પાર્ટી અને મૂવી શો નું આયોજન કરવામાં આવ્યું હતું

પાલડીમાં (Paldi) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) કેમ્પસમાંથી વધુ ત્રણ કોવિડ (Covid) કેસ નોંધાયા ,કેમ્પસમાં કોવિડ ડેશબોર્ડ અપડેટ કરવામાં નિષ્ફળ રહી.NIDના ડેશબોર્ડ મુજબ સંસ્થાના અમદાવાદ કેમ્પસમાં 1 જાન્યુઆરી, 2022 થી સૌથી વધુ 38 કોવિડ કેસ નોંધાયા.

વધુ જુઓ ...
    અમદાવાદ:  પાલડીમાં (Paldi) નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID) કેમ્પસમાંથી વધુ ત્રણ કોવિડ (Covid) કેસ નોંધાયા હતા. જેમાં છેલ્લા ચાર દિવસમાં નોંધાયેલા કેસોની (Case) સંખ્યા 27 થઈ ગઈ હતી.

    કોવિડ કેસની સ્થિતિને NID એ અપડેટ કરવાનું બંધ કરી દીધું

    જો કે પ્રીમિયર (Premiere) ડિઝાઇન સંસ્થા (Organization) તેના કેમ્પસમાં કોવિડ ડેશબોર્ડ અપડેટ કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે કોવિડ રોગચાળો ચરમસીમાએ હતો ત્યારે આઇઆઇએમએની (IIMA) સલાહ પર એનઆઇડી (NID) દ્વારા ડેશબોર્ડ ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તેના કેમ્પસમાં (Campus) કોવિડ કેસની સ્થિતિને નિયમિતપણે અપડેટ કરતી IIMAથી વિપરીત NID એ 8 મે થી નવા કેસની વિગતો અપડેટ કરવાનું બંધ કરી દીધું છે. જ્યારે કેસમાં અચાનક 16 કેસનો વધારો થયો છે.

    કેમ્પસમાં ઈદ પાર્ટી અને મૂવી શો નું આયોજન કરવામાં આવ્યું હતું

    અચાનક સ્પાઇક પાછળનું કારણ અજ્ઞાત છે. જો કે એવું માનવામાં આવે છે કે દિવ-દમણની મુલાકાત (Visit) લેનારા વિદ્યાર્થીઓમાંથી (Student) એકને કોવિડનો ચેપ લાગ્યો હતો. અધિકારીઓનું માનવું છે કે કેમ્પસમાં ઈદ પાર્ટી (Party) અને મૂવી શો (Show) નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન વિદ્યાર્થીઓમાં ચેપ ફેલાયાની શક્યતા છે.

    આ પણ વાંચો: ઘાસની ખેતી કરીને ગુજરાતનો આ ખેડૂત બનાવે છે તેલ, 2700 રુપિયાનું છે લિટર

    ભારતના વિવિધ ભાગોમાંથી આવેલા અન્ય વિદ્યાર્થીઓમાંથી કોઈએ તાજેતરના પ્રવાસના ઇતિહાસની જાણ કરી નથી.AMC અધિકારીઓના જણાવ્યા મુજબ NID એ 6 મે ના રોજ 1 કેસ, 7 મે ના રોજ 7 કેસ અને 8 મે ના રોજ 16 કેસ નોંધ્યા હતા.

    9 મે ના રોજ વધુ ત્રણ કેસ નોંધાયા હતા. જ્યારે NID સત્તાવાળાઓ ચૂપ રહ્યા છે અને સત્તાવાર રીતે વિગતો શેર કરવાથી દૂર રહ્યા છે. ત્યારે તેણે કોવિડ ડેશબોર્ડ (Dashboard) પર નવીનતમ કેસોના ડેટાને અપડેટ ન કરવાનું પણ પસંદ કર્યું છે.

    AMC અધિકારીઓએ NID કેમ્પસમાં 742 કોવિડ પરીક્ષણો કર્યા

    NIDના ડેશબોર્ડ મુજબ સંસ્થાના અમદાવાદ કેમ્પસમાં 1 જાન્યુઆરી, 2022 થી સૌથી વધુ 38 કોવિડ કેસ નોંધાયા છે. NIDના ગાંધીનગર કેમ્પસમાં 5 કેસ, બેંગલુરુ કેમ્પસમાં 10 કેસ અને દિલ્હી કેમ્પસમાં સમાન સમયગાળામાં 1 કેસ નોંધાયા છે.

    એકંદરે તમામ NID કેમ્પસમાં 1 જાન્યુઆરીથી 54 કોવિડ કેસ નોંધાયા છે. આ દરમિયાન AMC અધિકારીઓએ સોમવારે NID કેમ્પસમાં 742 કોવિડ પરીક્ષણો (Tests) કર્યા હતા. જેમાં શિક્ષણવિદો, સહાયક સ્ટાફ અને કોન્ટ્રાક્ટરો પણ સામેલ હતા. મંગળવારના પરિણામ (Result) અપેક્ષિત છે.

    આ પણ વાંચો :સિવિલ હોસ્પિટલમાં વેલેટ પાર્કિંગ સુવિધા ઉભી કરાઈ, હવે પાર્કિંગ થશે આવી રીતે

    દરેકની સુરક્ષાને ધ્યાનમાં રાખીને AMC એ રવિવારે હોસ્ટેલ બ્લોક C અને Dને માઇક્રો કન્ટેનમેન્ટ (Micro Containment) ઝોન હેઠળ મૂક્યા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Gandhinagar News, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन