Home /News /gandhinagar /Power Corridor: આઇ.એ.એસ જે.પી.ગુપ્તા લેખક બન્યા

Power Corridor: આઇ.એ.એસ જે.પી.ગુપ્તા લેખક બન્યા

આઇ.એ.એસ જે.પી.ગુપ્તાની ફાઇલ તસવીર

Gandhinagar news: આ સમગ્ર આર્ટીકલમાં જે.પી.ગુપ્તાએ પોતાના શરુઆતી કારકિર્દીના લેન્ગવેજ ફીયર વિશે જણાવ્યુ છે. આ સાથે સાથે વાંચન શોખ, ગુજરાતીમાં લેખન કળા વિકસાવવાની અદમ્ય ઇચ્છા અને ફાઇનલી હવે તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે ગુજરાતી માની રહ્યા હોવાનો સ્વીકાર કર્યો છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India

આઇ.એ.એસ જે.પી.ગુપ્તા લેખક બન્યા


મૂળ રાજસ્થાનના મૃદુ ભાષી અને સ્માઇલીંગ ફેસ તરીકે જાણીતા અધિકારી જે.પી.ગુપ્તાએ તેમના કાર્યકાળના ૩૦ વર્ષ ગુજરાતમા પૂરા કર્યા છે. હાલમાં જ ગુજરાત સાહિત્ય પરિષદને તેમણે એક વિશેષ લેખ લખીને મોકલાવ્યો છે. જેમા એ લેખ છે કે, ગુજરાતના જાણીતાને માનીતા લેખક સ્વર્ગસ્થ મહોમ્મદ માંકડ વિશે જે સમયમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન નહોતા એવા સમયે ગુજરાતમાં નોકરી અને ગુજરાતી ભાષામા ઓતપ્રોત થવાની મહેનત અને તેમાં ગુજરાતી લેખક તરીકે મહોમ્મદ માંકડના યોગદાન વિશે તેમણે એક લાગણીસભર લેખ લખીને ગુજરાતી સાહિત્ય પરિષદને મોકલ્યો છે.

મહોમ્મદ માંકડનો તેમના જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને તેમના કારણે જે.પી.ગુપ્તાના જીવનમાં કેવા બદલાવ આવ્યા તેનું વર્ણન કરીને મહોમ્મદ માંકડનો તેઓએ ઋણ સ્વીકાર કર્યો છે. આ સમગ્ર આર્ટીકલમાં જે.પી.ગુપ્તાએ પોતાના શરુઆતી કારકિર્દીના લેન્ગવેજ ફીયર વિશે જણાવ્યુ છે. આ સાથે સાથે વાંચન શોખ, ગુજરાતીમાં લેખન કળા વિકસાવવાની અદમ્ય ઇચ્છા અને ફાઇનલી હવે તેઓ પોતાની જાતને સંપૂર્ણપણે ગુજરાતી માની રહ્યા હોવાનો સ્વીકાર કર્યો છે. રાજ્યના નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી.ગુપ્તાએ આ સમગ્ર લેખમાં જે ભાષા અને લઢણનો પ્રયોગ કર્યો છે તે અદ્દલ એક લેખકને છાજે તેવો છે. તે જોતા લાગી રહ્યું છે કે, આઇએએસ અંજુ શર્માની માફક ટૂંક સમયમાં જે.પી. ગુપ્તા પણ પોતાના લેખન પ્રકાશનો જાહેર કરે તો નવાઇ નહી.

પરસોત્તમ રુપાલાએ વોટસઅપને રાતોરાત અલવિદા કેમ કહ્યું?


પીએમ મોદી સોશિયલ મિડીયાના હિમાયતી રહ્યા છે, જ્યારે પણ ગુજરાતના સાંસદોની કે મંત્રીઓની બેઠક થાય છે ત્યારે આ મુદ્દે તેઓ ટકોર કરતા જોવા મળ્યા છે. અલ્યા તારા કેટલા ફોલોઅર છે - એમ પૂછતા જોવા મળ્યા છે. જેને લઇને ઓલમોસ્ટ ભાજપ સાથે સંકળાયેલા તમામ નેતાઓ સોશિયલ મીડિયાનું મહત્વ બરોબર સમજે છે. ને તમામ લોકો સુપર એકટીવ રહેવાની કોશિષ પણ કરે છે. પરસોત્તમ રુપાલાના બાકી સોશિયલ મીડિયા એકાઉન્ટતો તેમનો સ્ટાફ ઓપરેટ કરતો આવ્યો છે. પરંતુ એકમાત્ર વોટસઅપ એવુ માધ્યમ હતુ, જયાં રુપાલા પોતાના અતિ વ્યસ્ત શેડયુલ વચ્ચે પણ જાતે એકટીવ રહેતા. તેમની સભાઓ, મુલાકાતીઓ તેમજ યોજનાઓના ફોટોઝ અને વિગત જાતે જ સ્ટેટસમાં અપડેટ કરતા.

ભાજપના કેટલાક ગ્રુપ્સમાં પણ વોટસઅપ થકી તેઓ જોડાયેલા રહેતા અને તેના થકી ગ્રાઉન્ડ લેવલની માહિતી પણ તેઓ મેળવતા રહેતા. પરંતુ, અચાનક તેઓએ વોટસઅપ પ્લેટફોર્મને અલવિદા કરી દીધુ છે. વોટસઅપને અલવિદા કરવાનું કારણ હજુ કળી શકાયુ નથી. પરંતુ, એ સિવાયની બીજી સિમિલર એપમાં પણ જોડાવાથી તેઓ દૂર રહ્યા છે.

આ પણ વાંચો: શિક્ષણ વિભાગના એક બાપુજી 85 વર્ષે પણ નિવૃત્ત થતા નથી

પીએમઓના સંજય ભાવસાર ગણતરીના સમયમા જ હવે વય નિવૃત્ત થશે


ગુજરાતમાં નિવૃત્ત થનારા અધિકારીઓની સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો થયો છે. અગાઉના વર્ષોમાં પ્રતિવર્ષ 15 થી 18 આઇએએસ અને 10 થી 12 આઇપીએસ અધિકારી નિવૃત્ત થતા હતા. તેની જગ્યાએ 2023ના વર્ષના અંત સુધીમાં આઇએએસ અને માત્ર ત્રણ આઇપીએસ અધિકારી નિવૃત્ત થવાના છે. ગુજરાતના જે છ આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યાં છે તેમાં દિલ્હી ડેપ્યુટેશન પર ફાર્માસ્યુટીકલ મિનિસ્ટ્રીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા એસ અપર્ણા ઓક્ટોબરમાં નિવૃત્ત થઇ રહ્યાં છે. જ્યારે સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસમાં સેક્રેટરી બીબી સ્વેન સપ્ટેમ્બરમાં નિવૃત્ત થશે. આ બન્ને આઇએએસ 1988ની બેચના ગુજરાત કેડરના અધિકારીઓ છે.

આ ઉપરાંત કેન્દ્રમાં પ્રાઇમ મિનિસ્ટર ઓફિસમાં ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી (ઓએસડી) એપોઇનમેન્ટ એન્ડ ટુર, સંજય ભાવસાર જુલાઇ મહિનામાં નિવૃત્ત થઇ રહ્યાં છે. જોકે તેમને એક્સટેન્શન આપવામાં આવે તેવી સંભાવના છે. આ મહિનામાં જ ગુજરાતના સિનિયર મોસ્ટ અધિકારી વિપુલ મિત્રા પણ નિવૃત્ત થવાના છે. અન્ય અધિકારીઓમાં બીજી પ્રજાપતિ અને આરએ મેરજા જૂનમાં, મનોજ અગ્રવાલ ઓક્ટોબરમાં તેમજ સંજય નંદન અને ધિમંત વ્યાસ નવેમ્બરમાં નિવૃત્ત થશે. બીજીતરફ આઇપીએસ અધિકારીઓમાં આરએમ પાંડે માર્ચમાં, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ એપ્રિલમાં અને અનિલ પ્રથમ નવેમ્બરમાં વયનિવૃત્ત થશે.

અતુલ કરવાલ સહિત અન્ય ઓફિસરો સુપરસીડ કરીને વિકાસ સહાય જ હવે કાયમી ડીજીપી બનશે એવું ચર્ચાઇ રહ્યું છે


રાજ્યના નવા પોલીસ વડા તરીકે એક સમયે NDRFના વડા અતુલ કરવાલનું નામ કન્ફર્મ મનાતું હતુ. એટલે જ છેલ્લું પોસ્ટીંગ સીબીએસઇમાં પતાવીને નિવૃત થયેલા તેમના પત્ની અનિતા કરવાલ રાજ્યના પોલીસ વડાના નામની જાહેરાત પહેલાં જ ગાંધીનગર શીફટ થઇ ગયા છે તેવું ચર્ચાતું હતુ. પરંતુ, આ ચર્ચા હજુ સુધી તો સાચી ઠરી નથી પરંતુ એ પણ હકીકત છે કે, અત્યાર સુધીમાં ફુલટાઇમ ડીજીપીની નિમણુંક પણ નથી થઇ. અતુલ કરવાલ હાલ વિદેશ ટ્રેઇનીગમાં ગયા છે અને અનિતા કરવાલ આગામી નવેમ્બર માસમાં ગુજરાત શિફટ થાય તેવા એંધાણ છે. જયાં સુધી રાજ્યનાં નવા પોલીસ વડા ની વાત છે ત્યાં સુધી - વિકાસ સહાયને જ કાયમી ડીજીપી બનાવાશે તેવા આસાર છે. તેમની પાસે કાર્યકાળ પણ પૂરતો છે ને તેઓ અતિ પ્રામાણિક આઇપીએસ ઓફિસરોની યાદીમાં આવે છે.

આ પણ વાંચો: બંછાધિપાનીને હવે ફરી સુરતમાં વાપસી પોસ્ટિંગ નહીં મળે

રુપાણીની સરકારમાં યુ ટર્નની પરંપરા સર્જાઇ હતી, ભૂપેન્દ્ર સરકાર શું હવે આ પરંપરા દોહરાવશે ?


ઉતાવળે - ધમાકેદાર જાહેરાતના મોહમાં રુપાણી સરકારે એક સમયે તો યુ ટર્નની પરંપરા સર્જી હતી. હેલ્મેટ પહેરવાથી લઇને કેટલાય સરકારી નિર્ણયોની જાહેરાતોમાં એવુ બન્યુ હતુ કે, જાહેરાત કરી દીધા બાદએ જાહેરાતને પાછી ખેંચવાનો અથવા તો તેમાં સમાધાનકારી વલણ અપનાવાનો વારો આવ્યો હોય. જંત્રી ડબલ કરવાના નિર્ણય બાદ ઉઠેલા વિરોધ વંટોળને જોતા વર્તમાન સરકારને પીછેહઠ કરવી પડે એવા એંધાણ છે. ત્યારે ચર્ચાઇ રહ્યું છે કે, ભૂપેન્દ્ર સરકાર પણ એ જ યુ ટર્નની પરંપરાને આગળ વધારી રહી છે? હાલ સરકારે રાજ્યભરમાં જંત્રીનો દર બમણો કરવાની જાહેરાત કરી દીધી છે. આ વ્યવસાય સાથે જોડાયેલા કેટલાક માને છે કે, સરકારે કોઇ જ અભ્યાસ વગર કે આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોના ઓપિનિયન અને સમસ્યાઓ સમજ્યા વગર રાતો રાત જ નિર્ણયની જાહેરાત કરી છે.



એ નિર્ણય પ્રજામાં આંતરિક રોષ વધારવાનું કારણ બનશે. તેઓ એવું કહે છે કે, મોંઘવારીના માર સાથે ડબલ જંત્રીનો માર પ્રજા માટે અસહ્ય બનશે. બીજી બાજુ આ નિર્ણય સાથે સંકળાયેલા વિભાગનાં અધિકારીઓ માને છે કે, આ નિર્ણયથી ખેડૂતોને વિશેષ લાભ થશે કેમ કે હવેથી કોઇપણ જમીન સંપાદનનાં કિસ્સામાં તેમને ખૂબ સારું વળતર મળી શકે છે.
-
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત