Home /News /gandhinagar /Power Corridor: થેનારસનનો થડકો કર્મચારીઓ પર ભારે પણ નેતાઓમાં પ્રિય
Power Corridor: થેનારસનનો થડકો કર્મચારીઓ પર ભારે પણ નેતાઓમાં પ્રિય
સિનિયર આઇએએસ અધિકારી એમ.થેનારસનની ફાઇલ તસવીર
Power corridor: સિનિયર આઇએએસ અધિકારી એમ. થેનારસને અત્યાર સુધી જેટલા પણ વિભાગોમા કામ કર્યું એ તમામ જગ્યાએ તેઓ કામ લેવા માટે કડક ઓફિસર તરીકે જાણીતા રહ્યા છે.
થેનારસનનો થડકો કર્મચારીઓ પર ભારે પણ નેતાઓમાં પ્રિય
સિનિયર આઇએએસ અધિકારી એમ.થેનારસનની બદલી વિધાનસભા ચૂંટણી પહેલા જીઆઇડીસીના એમ.ડી.માંથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્ર તરીકે કરવામા આવી હતી. થેનારસને અત્યાર સુધી જેટલા પણ વિભાગોમા કામ કર્યું એ તમામ જગ્યાએ તેઓ કામ લેવા માટે કડક ઓફિસર તરીકે જાણીતા રહ્યા છે. પણ એમની કડકાઈ કેવી હોય એનો પરિચય હાલ AMCના કર્મચારીઓને થઇ રહ્યો છે. રસ્તા પર કચરો વીણવા કર્મચારીઓ ઉતરે એ પહેલાંજ સવારે સાત વાગ્યામા થેનારસન પોતે રસ્તા પર ઉતરી પડેછે. જેને લઇને કર્મચારીઓ અને સુપરવાઇઝરોએ મોઢામાં બ્રશ સાથે સાહેબ પહોંચે એ પહેલા સ્પોટ પર પહોંચી જવુ પડે છે, જેને લઇને કર્મચારીઓ અંદરો અંદર થેનારસન માટે કચવાટ ધરાવે છે.
જ્યારે નેતાઓને થેનારસનની કડકાઈ બહુ માફક આવી છે. એમસીની પેલિટીકલ લોબી થેનારસનની કડકાઈથી ખુશ છે. તેમને લાગી રહ્યું છે કે, થેનારસનની આજ સ્ટાઇલથી કામ નહીં કરનારા કર્મચારીઓ સીધા ચાલી રહ્યા છે. કોર્પોરેટરથી લઇને વિવિધ કમિટીના ચેરમેનો તમામ લોકો નવા નિશાળિયા છે જેમને નીચલા અધિકારીઓ પાસે કામ લેવાની સૂઝ નથી એવામાં થેનારસનનો થડકો જરુરી છે, એમ પોલિટીકલ લોબીને લાગી રહ્યું છે.
દંડક બાલુ શુકલાની ઉંઘ કોણે હરામ કરી?
વિધાનસભાના દંડક તરીકે બાબુ શુક્લા પસંદગી પામ્યા પછી તે આમ તો વડોદરા તેમના મત વિસ્તાર માંજ વધુ રહેછે. પરંતુ જ્યારે પણ તેઓ મંત્રી નિવાસ સ્થાને તેમને ફળવાયેલા બંગલો પર આવે છે. ત્યારે -ત્યારે નીલ ગાયના ત્રાસથી ત્રાહીમામ પોકારી જાય છે. તેમના બંગલોની બરોબર પાછળ સીધો ગામને જોડતો ગીચ ઝાડીઓ વાળો વિસ્તાર છે. એમાંથી ક્યારે નીલ ગાય બંગલોમાં ધૂસી આવીને ધમાલ મચાવશે એની કોઇ ગેરંટી નથી.
બાલુ શુકલાની ગેરહાજરીમાં પણ તેમના સ્ટાફનો પરિવારઆ બંગલામાં રહે છે. ત્યારે સૌની સલામતી ખાતર નીલ ગાય બંગલામાં ધુસીના જાય એ પ્રકારની બંગલા ફરતે એકસ્ટ્રા વાડ બનાવવા બાલુ શુકલાએ હાલમાં જ સૂચના આપવી પડી છે.
ઉલ્લેખનીય છે કે, નીલ ગાયનો ત્રાસ સમગ્ર ગાંધીનગરવાસીઓ માટે માથાનો દુખાવો છે ને હવે એમાંથી મંત્રી નિવાસપણ બાકી નથી રહ્યું .
વિધાનસભાના અધ્યક્ષ તરીકે પદગ્રહણ કર્યા બાદ તુરંત જ શંકર ચૌધરીએ સપાટો બોલાવ્યો છે. આ સપાટાને લઇને જ હાલ તેઓ ચર્ચામાં છે. ગત અઠવાડિયામાં તેઓ દ્વારા તમામ ધારાસભ્યો માટે વિધાનસભાની કાર્યપ્રણાલિ શીખવા માટે બે દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામા આવ્યું હતુ. આ સમગ્ર આયોજન દરમિયાન વિધાનસભા દ્વારા કરવામા આવેલી મહેમાનગતિ અને ખાસ કરીને ભોજન કવોલિટીની ખૂબ પ્રસંશા થઇ હતી. હવે આજ ભોજન કવોલિટીના આગ્રહ સાથે ચૌધરી વિધાનસભા કેન્ટીન પર સપાટો બોલાવવા જઇ રહ્યા છે.
વિધાનસભા કેન્ટીનની ભોજન કવોલિટી તેમજ ગંદકીને લઇને ઘણી ફરિયાદો અધ્યક્ષ શંકર ચૌધરીને મળી છે. જેને લઇને બજેટ સત્ર પહેલા આને સુધારવા માટે તેઓએ કેન્ટીન કોન્ટ્રાકટર અને PWD ની વિશેષ બેઠક પણ બોલાવી છે. સૂત્રોનું માનીયે તો જો બજેટ સત્ર પહેલાં આ કવોલિટી મા સુધાર નહી થાય તો - કેન્ટીન નો કોન્ટ્રાક્ટ રદ પણ થઇ શકેછે .
2011 બેચના એકસાથે 27 અધિકારીઓ તાલીમ માટે જતાં 27 જગ્યાઓ ચાર્જ પર ચાલશે
ગુજરાત સરકારે રાજ્ય પોલીસ સેવાદળમાં ફરજ બજાવતા 27 જેટલા પોલીસ અધિક્ષકોને હૈદ્રાબાદ ખાતે આવેલી નેશનલ પોલીસ એકેડમીમાં તાલીમ માટે મોકલ્યા છે. આ અધિકારીઓને 4 વર્ષ પહેલા વર્ષ 2018માં સ્ટેટ પોલીસકેડર નુ નોમિનેશન મળ્યું હતું. ત્યારબાદ આ અધિકારીઓને આઇપીએસનુ નોમિનેશન મળતા હાલ એક સાથે 27 જેટલા પોલીસ અધિક્ષક રેન્કના અધિકારીઓને તાલીમ માટે હૈદ્રાબાદ ખાતે આવેલી નેશનલ પોલીસ એકેડમીમા મોકલવામા આવ્યા છે.
આ ખાલી પડેલી જગ્યાઓ ઉપર તેમના જુનિયર અધિકારીઓને ચાર્જ આપવામા આવ્યો છે. વર્ષ 2011 બેચમાં ડાયરેકટ ડીવાયએસપી થયેલા આ અધિકારીઓની - લગભગ દોઢ મહિના સુધી તાલીમ થશે. ત્યારબાદ તેઓ ગુજરાત પરત ફરશે. ત્યા સુધી આ ખાલી પડેલી જગ્યાઓ ચાર્જમાં ચાલશે.
આખા દેશમાં - આયાત નિકાસમાં નંબર - ૧ ગુજરાત મેરીટાઇમ બોર્ડ સતત ચાર્જમાં ચાલી રહ્યું છે
દેશભરમા જેટલા પણ બંદરો આવેલા છે તેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ એવા ગુજરાતના બંદરો પરથી સૌથી વધુ 40 ટકા જેટલી આયાત - નિકાસ કરવામા આવે છે. સમગ્ર દેશમાં આયાત નિકાસ મામલે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવી રહ્યું છે. તેમ છતાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ છેલ્લા એક વર્ષથી ચાર્જમાં ચાલી રહ્યું છે. મેરી ટાઇમ બોર્ડમાં કોઇ કાયમી એમ.ડી નહી હોવાથી અધિકરી - કર્મચારીઓ રામ ભરોસે ચાલી રહ્યા છે.
ગુજરાત સરકારે અગાઉ મુખ્ય મંત્રીના સચિવ અવંતિકા સિંઘને મેરીટાઇમ બોર્ડનો હવાલો સોંપ્યો હતો. પરંતુ, ત્યારબાદ એક કેબિનેટ મંત્રીના ખાસ માનીતા મનાતા અધિકારી બારડ ને મેરીટાઇમ બોર્ડ નો વધારાનો હવાલો સોપાયો છે. જેઓ ઓલરેડી પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન પણ છે. હાલમાં લાંબી રજા પર છે અને આગામી બજેટ સત્ર પૂરુ થયા બાદ ફરજ પર હાજર થવાના છે.
કાયમી નિમણુંક સિવાયની ચર્ચા એ પણ છે કે, પૂર્વમુખ્યમંત્રી રુપાણીના અંગત સચિવ રહી ચૂકેલા એમ.કે. દાસ જેઓ પોર્ટ ડિપાર્ટમેન્ટના સેક્રટરી પણ છે – એમને ય આ ચાર્જ આપી શકાયો હોત પરંતુ, તેમ છતાં તેમના જુનિયરને યાર્જ સોપાવાનું કારણ શું ?