Home /News /gandhinagar /Power corridor : મનોજ અગ્રવાલ ઇન્ડસ્ટ્રી એસીએસની રેસમા...

Power corridor : મનોજ અગ્રવાલ ઇન્ડસ્ટ્રી એસીએસની રેસમા...

રાજીવ ગુપ્તાના સ્થાને અગ્રવાલનું પોસ્ટીગ લગભગ કન્ફર્મ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Gandhinagar news: હેલ્થ સેક્રેટેરી મનોજ અગ્રવાલ આગામી સમયમાં પોતાને ઇન્ડસ્ટ્રી વિભાગમાં જોઇ રહ્યા છે,  રાજીવ ગુપ્તાના સ્થાને અગ્રવાલનું પોસ્ટીગ લગભગ કન્ફર્મ હોવાનું ચર્ચાઇ રહ્યું છે

ગાંધીનગર: આગામી વિધાનસભા ચૂંટણી (Gujarat Election) ને લઇને સિનિયર આઇએએસ અધિકારીઓમાં સ્પર્ધા છે કે, પ્રેસ્ટીજીયસ પોઝીશન્સ પર સરકાર કોને મૂકશે? એ માટે જ તેઓએ જોરદાર લોબીંગ પણ શરુ કરી દીધુ છે. હેલ્થ સેક્રેટેરી મનોજ અગ્રવાલ આગામી સમયમાં પોતાને ઇન્ડસ્ટ્રી વિભાગમાં જોઇ રહ્યા છે,

રાજીવ ગુપ્તાના સ્થાને અગ્રવાલનું પોસ્ટીગ લગભગ કન્ફર્મ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઇન્ડસ્ટ્રી એસીએસ રાજીવ ગુપ્તાની વય નિવૃત્તિ પછી આ વિભાગનો હવાલો હાલ એસીએસ રાજકુમાર સંભાળી રહ્યા છે.



આઇપીએસની બદલીઓ મુદ્દે હોમ ડિપાર્ટમેન્ટ હાલતું નથી 

આગામી વિધાનસભા ચૂંટણી ને લઇને રથયાત્રા બાદ આઇપીએસ ઓફિસરોની બદલીનો ગંજીપો ચીપાશે તેમ મનાઇ રહ્યું હતું. પરંતુ, ફરી એકવાર આ બદલીઓ વિલંબમાં પડી છે.  બદલીઓ મુદ્દે રાજ્યના ગૃહ વિભાગમાં કોઇ હલચલ જોવા નથી મળી રહી.  ઉચ્ચ અધિકારીક સૂત્રોના મતે નવી સરકારનો ઓછો અનુભવ, માથે  ઇલેક્શન, બીજા કામોનું ભારણ, જેવા મુદ્દાઓને લઇને હાલ આ મુદ્દે કોઇ નિર્ણય લે એવુ જ નથી. અને માટે જ હજુ એક મહિના સુધી બદલીઓ મુદ્દે કોઇ નિર્ણય થવાની સંભાવના નથી. એક મહિના બાદ ડીજી, ડીઆઇજી,આઇજી લેવલના ૧૦થી ૧૫ જેટલા આઇપીએસ ઓફિસરોની બદલીઓ જાહેર કરાશે .

ચંદ્રેશ કોટક નવી નિમણુંકથી નારાજ હોવાની ચર્ચા

GAS કેડરના નિવાસી અધિક કલેક્ટર ચંદ્રેશ કોટકે તેમના સીએમઓના જન સંપર્ક કાર્યાલયની કામગીરીથી લગભગ તમામ વર્ગના અધિકારીઓમાં અલગ ઓળખ  પ્રસ્થાપિત કરી હતી. જોકે, એક તબક્કે રાજ્ય સરકારને એવું લાગ્યુ કે, એક જ અધિકારી વરસો સુધી સીએમઓમાં રહે તે યોગ્ય નથી. એ ધોરણે તેઓની બદલી તોલમાપ અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં ગાંધીનગરમાંજ કરવામા આવી.

અહીંયા આવીને ચંદ્રેશ કોટકે મલ્ટીપ્લેક્ષમા ખાણીપીણી લઇ જવાથી માંડીને હોટેલોમાં એમઆરપી કરતા વધુ કિંમત લેવા પર જે જોરદાર અભિયાન ચલાવ્યું, એ અભિયાન રાજ્ય સરકાર પર ભારે પડ્યું છે.

આજે ગાંધીનગર વિધાનસભામાં થશે રાષ્ટ્રપતિપદ માટેનું મતદાન

કોટકના અભિયાનોને કારણે ડાયરેક્ટ સીએમ દ્વારા તેમની સિંગલ ઓર્ડર બદલી મહેસાણા ખાતે કરાઇ છે.  જોકે, ચંદ્રેશ કોટક તેમની હ્રદયની તકલીફને કારણે ગાંધીનગરમાં જ પરિવાર સાથે રહેવા ઇચ્છી રહ્યા છે. પરંતુ, સ્થિતિએ થઇ છે કે, જે વિભાગ અને જે મંત્રીઓની કામગીરી ઉજળી દેખાડવા તેઓ મથ્યા હતા એજ મંત્રીઓએ હાલ હાથ અધ્ધર કરી દીધા છે ને ચંદ્રેશ કોટકને સુધારણા અભિયાન મોંઘું પડ્યું છે .



અમરેલીમાં આતંક મચાવનારી અસ્થિર મગજની સિંહણને પકડી લેવાઈ

અંદાજીત 30 આઇએેએસ ઓફિસરોએ મસુરી જવા સીએમ ને અરજી કરી, 9ને મળી 

દરેક આઇએએસ ઓફિસરે તેના આઇએેએસ તરીકેના કાર્યકાળ દરમ્યાન અલગ અલગ તબક્કે મસૂરી ખાતે ટ્રેઇનીગ લેવાની હોય છે. જે તમામ માટે ફરજિયાત છે, પરંતુ આ  ટ્રેઇનીગ લેવા માટેની અનુકૂલતા - ઇચ્છા અને અરજી આઇએએસએ ખુદ રજૂ કરવાના રહે છે.  જેની પર ફાઇનલી સીએમની મંજૂરીની મહોર વાગ્યા પછી જ તેઓ ગુજરાત છોડી ટ્રેઇનીગ લેવા જઇ શકે છે.

લગભગ ૩૦ જેટલા આઇએસ ઓફિસરો કે જેઓને ફેઝ -૪મા ટ્રેઇનીગ લેવાની બાકી છે - તેઓએ એક મહિનાની ટ્રેઇનીગ માટે મસુરી જવા અરજી કરી હતી. જેમાંથી 9 આઇએેએસ અધિકારીઓને સીએમએ ટ્રેઇનીગ લેવા જવા મંજુરી આપી છ . આ 9 અધિકારીઓમાં સંજીવ કુમાર, વિનોદ રાવ, રાજકુમાર બેનીવાલ, હર્ષદ પટેલ, રંજીથ કુમાર , જેનુ દેવન , આદ્રા અગ્રવાલ,  રેમ્યા મોહન અને દિલીપ રાણાનો સમાવેશ થાય છે, આવતીકાલથી તેઓની મસુરી ખાતે ટ્રેઇનીગ શરુ થશે. આ ટ્રેઇનીગ ૧૮-૦૭-૨૨ થી ૧૨-૦૮-૨૨ સુધી ચાલશે. વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા પહેલાં જ તેઓ પરત ફરશે.

નિખિલ ભટ્ટને વધુ એક એક્સટેન્શન 

ગુજરાતના ગૃહ વિભાગના અધિક સચિવના મહત્વના પદમાં સરકાર દ્વારા લાંબા સમય પછી નિખિલ ભટ્ટને ગત શુક્રવારે રાત્રે વધુ એકવાર પુન:નિયુક્તિ અપાઇ છે. અગાઉ તેઓની પુનનિયુક્તિની મુદ્દત 7મી જૂને પૂર્ણ થઇ હતી. નિખિલ ભટ્ટે એક્સટેન્શન ઓર્ડરની સાથે જ શનિવારે જ ચાર્જ સંભાળી લીધો છે. રાજ્યના આઇપીએસની બદલીઓ જેમની સહીથી થાય છે. તેવા ગૃહ વિભાગના અધિક સચિવ (સેવા) માં નિખિલ ભટ્ટ વર્ષોથી ફરજ બજાવતા આવ્યા છે. તેમને સરકારે અગાઉ બે વખત કરાર આધારિત નિયુક્તિ આપી છે. તેમની ફરજ 7મી જૂને પૂર્ણ થતાં ગૃહ વિભાગે તેમને વધુ એક કોન્ટ્રાક્ટ ધોરણે નિયુક્તિ આપવાની પ્રક્રિયા શરૂ કરી હતી જેને આખરે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

પાવર કોરિડોરના તમામ આર્ટિક અહીં વાંચો.

નિખીલ ભટ્ટના સ્થાને બજેટ અને સંકલનના સંયુક્ત સચિવ ભરત વૈશ્વણને અધિક સચિવ (સેવા) ની તેમજ ટીસીએન્ડટીના નાયબ સચિવ જીગર પટેલને અધિક સચિવ (કાયદો અને વ્યવસ્થા) ની વધારાની કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ હવે નિખિલ ભટ્ટનો ઓર્ડર થઇ જતાં આ બન્ને અધિકારીઓ પાસેથી વધારાના હવાલા પાછા ખેંચી લેવાયા છે.
" isDesktop="true" id="1229753" >

મોના ખંધાર સપ્ટેમ્બર માસમા ગુજરાત પાછા આવશે

જાપાન ખાતે ઇન્ડિયન એમ્બેસીમા ડેપ્યુટેશન પર ગયેલા આઇએેએસ અધિકારી મોના ખંધાર છેલ્લા એક મહિનાથી ગુજરાતની મુલાકાતે હતા અને ગયા મંગળવારે જ તેઓ ટોક્યો પરત ફર્યા છે. આ અધિકારીની જાપાન ખાતેના કાર્યકાળની અવધિ આગામી સપ્ટેમ્બર માસમાં પૂરી થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની આચાર સંહિતા લદાયએ પહેલા જ તેઓ કાયમી ધોરણે ગુજરાત પાછા પરત ફરશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત