Home /News /gandhinagar /Power Corridor: બંછાધિપાનીને હવે ફરી સુરતમાં વાપસી પોસ્ટિંગ નહીં મળે

Power Corridor: બંછાધિપાનીને હવે ફરી સુરતમાં વાપસી પોસ્ટિંગ નહીં મળે

પાવર કોરિડોર (પ્રતીકાત્મતક તસવીર)

ટોચના સૂત્રોનું માનીએ તો, બંછાધિપાનીને ફરીથી હવે સુરત પરત ફરવા નહી મળે. જે ટોચના નેતાઓ તેમની તરફેણમાં હતા. એજ ટોચના નેતાઓ ઓવર રુલ જઇને પાની માટે કોઇ વ્યક્તિગત ભલામણ નહી કરે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India

બંછાધિપાનીને સુરતથી વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ટ્રાન્સફર અપાઇ હતી


ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બંછાધિપાની અને શાલિની અગ્રવાલને એક બીજા સાથે બદલીને શાલિની અગ્રવાલને વડોદરાથી સુરત અને બંછાધિપાનીને
સુરતથી વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ટ્રાન્સફર અપાઇ હતી. આ બદલી શાલિનીના પ્રમોશન અને પાનીના ડીમોશન તરીકે લોકોમાં ચર્ચાઇ હતી. જે પ્રકારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે બંછાધિપાનીના જાહેરમાં વખાણ કર્યા હતા તે જોતા એક સમયે એમ મનાઇ રહ્યું હતું કે, માત્ર ચૂંટણીપંચના આદેશને અનુસરવા હાલ પૂરતી ટેમ્પરરી બેઇઝ પર આ બદલીઓ કરાઇ છે. પરંતુ ઇલેકશન બાદ ફરીથી પાનીને સુરત અને શાલિનીને વડોદરા પરત મૂકાશે. પરંતુ, ટોચના સૂત્રોનું માનીએ તો, બંછાધિપાનીને ફરીથી હવે સુરત પરત ફરવા નહી મળે. જે ટોચના નેતાઓ તેમની તરફેણમાં હતા.

એજ ટોચના નેતાઓ ઓવર રુલ જઇને પાની માટે કોઇ વ્યક્તિગત ભલામણ નહી કરે. એટલુંજ નહી, પાનીની વાપસી પણ હવે તેઓ પસંદ નહી કરે. આમ,પાનીને કાં તો વડોદરા જ કન્ટીન્યુ કરવું પડશે અથવા જો બીજે જવું હોય તો ખુદ જ લોબિંગ કરીને સુરત સિવાય અન્ય શહેર માટે પ્રયાસો કરવા પડશે.

ગુજરાત પોલીસના પહેલા એવા મહિલા અધિકારી - જે પોતાના ચાલુ કાર્યકાળ દરમ્યાન ડોક્ટર બન્યા


હાલ ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરોમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહેલા - દિવ્યા રવિયા હવે ડોકટર દિવ્યા રાવિયા જાડેજા તરીકે ઓળખાશે. દિવ્યા રવિયા એ રજૂ કરેલ થિસીસ
"A study on Administration of Criminal Justice System : Role of Police And Role of Prosecution in the State of Gujarat" ને ગુજરાત યુનિવર્સીટી એ માન્ય રાખીને તેમને લૉ ક્રિમિનોલોજી વિષય માં PhD ની પદવી આપી છે. આશારામ કેસમાં મહત્વની કડીરુપ ભૂમિકા ભજવનાર આ ઓફિસર ગુજરાત પોલીસના અને એન્ટી કરપ્શન બ્યુરોના અત્યાર સુધીના એવા પ્રથમ મહિલા અધિકારી બન્યા છે જે તેમના ચાલુ કાર્યકાળ દરમ્યાન જ - ક્રિમિનોલોજી વિષય સાથે ડોકટર થયા હોય. પોલીસને સૌથી વધારે નાતો જેમની સાથે પડે છે તેવા ગુનેગારોની માનસિકતા, ટેન્ડન્સી, તેમના અવનવા કિમિયા વગેરે ઉપર તેઓ છેલ્લા ચાર વર્ષથી રિસર્ચ કરી રહ્યા હતા. આજ અભ્યાસ હવે તેમને તેમની આગળની કારકિર્દી માટે પણ ઉપયોગી થશે.

આ પણ વાંચો : તમે જોયો કે નહીં, એક કિલોનો સોનાનો હાર, ટાઇમ લઇને જોજો આ ફોટો!

આગામી સમયમાં વર્લડ બેન્ક અંદાજે ૩ હજાર કરોડ રુપિયા અમદાવાદ કોર્પોરેશનને લોન પેટે આપશે


સૂત્રોનું માનીએ તો વર્લડ બેન્ક આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અંદાજે ૩ હજાર કરોડ રુપિયાની લોન આપવા તૈયાર થઇ છે. અમદાવાદની ડ્રેનેજ સિસ્ટમને વધુ સુદઢ કરવા માટે વર્લડ બેન્ક આ લોન આપવાની છે. જોકે, લોન એ કોઇ લ્હાણી નથી. લોન એ સમયસર વ્યાજ સાથે ચૂકવવા પાત્ર થતી રકમ છે. એટલે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશન ના નવ નિયુક્ત કમિશ્નર એમ. થેનારસન વધુ લોન લેવાના મતમાં નથી જણાઇ રહ્યા. પરંતુ, જો બધુ સમું સુતરુ પાર પડ્યું તો નવી સરકારના આ શરુઆતી કાર્યકાળમાં જ વર્લડ બેન્કે નિર્ધારિત કરેલ રકમ સાથે સામ્યતા ધરાવતી અને થેનારસને સરકાર સાથે મળીને નક્કી કરેલ ઓછામાં ઓછી લોનની રકમનો લાભ અમદાવાદને ચોકક્સ મળશે. જેમાંથી અમદાવાદની ડ્રેનેજ સિસ્ટમ સુધારના પ્રયાસો થશે.

સીએમઓમાં બદલાવ થશે કે કેમ તે મુદ્દે આઇએેએસ લોબીમાં ગણગણાટ પરંતુ, અવંતિકા સિંઘ કાયમ રહેશે


ગત ભૂપેનદ્ર સરકાર ૧૧ મહિનાની રહી હતી, હવે ફરીથી ભૂપેનદ્રભાઇ અને તેમની સરકાર પાંચ વર્ષ માટે ફરીથી ચૂંટાઇ આવી છે ત્યારે - નવી સરકારમાં અધિકારી બેડામાં હવે કેવા ફેરફાર આવશે. સીએમઓમાં અધિકારીઓ મુદ્દે કોઇ બદલાવ આવશે કે અન્ય કોઇને તક મળશે તે મુદ્દે આઇએએસ લોબીમાં ગણગણાટ શરુ થઇ ચૂક્યો છે. જોકે, ટોચના સૂત્રોનું માનીએ તો, બીજા અધિકારીઓમાં બદલાવ આવે કે ના આવે - પરંતુ, અવંતિકા સિંઘ તેમનું સ્થાન જાળવી રાખશે. તેમના કોઇ નવુ નહીં આવે. આ વખતના નવા મંત્રી મંડળમાં પણ જ્ઞાતિ સમીકરણ અને જિલ્લા પ્રતિનિધિત્વના સમીકરણ સાથે સૌથી મોટું સમીકરણ ભૂપેન્દ્રભાઇની પસંદગીનું જોવા મળ્યુ છે.

જેટલા પણ રિપીટ કેબિનેટ મંત્રીઓ છે તે સીધે સીધી ભૂપેન્દ્રભાઇની પસંદગી છે. તેવી જ રીતે અધિકારીઓમાં પણ - છેલ્લા 11 મહિના દરમ્યાન જેઓ ભૂપેન્દ્ર પટેલનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છે. તેઓ તેમનું સ્થાન ટકાવી રાખશે. અવંતિકા સિંઘને પંકજ જોષીનો પણ એમાં સમાવેશ થાય છે.
First published:

Tags: Power Corridor, ગાંધીનગર, ગુજરાત