Home /News /gandhinagar /

Video: પીએમ મોદીએ માતાના ચરણો ધોઈને પાણી માથે ચઢાવ્યું

Video: પીએમ મોદીએ માતાના ચરણો ધોઈને પાણી માથે ચઢાવ્યું

પીએમ મોદીએ માતાના પગ ધોઈને પાણી માથે ચઢાવ્યું.

PM Modi Gujarat Visit: પાવાગઢ ખાતે મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

    ગાંધીનગર: પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાત (PM Modi Gujarat Visit) આવ્યા છે. શનિવારે સવારે તેમણે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ (HiraBa 100th Birthday) થયો છે. આ પ્રસંગે પીએમ મોદી સવારે 6:30 વાગ્યે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ ખાસ પૂજા કરી હતી. આ ઉપરાંત માતાના ચરણો ધોઈને પાણી માથે ચઢાવ્યું હતું. જે બાદમાં સોસાયટીમાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. પીએમ મોદી આશરે અડધો કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન તેમણે પોતાના માતા શાલ અર્પણ કરી હતી. જે બાદમાં પીએમ મોદી પાવાગઢ (PM Modi Pavagadh) જવા માટે રવાના થયા હતા.

    મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર


    પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી ન હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે. મંદિરની ઉપર બનાવવામાં આવેલા કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો: હીરાબાના આશીર્વાદ લેતા પીએમ મોદીની તસવીરો

    પાવાગઢ મંદિર


    આ અંગે મંદિરના ટ્રસ્ટી અશોક પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 15મી સદીમાં સુલતાન મોહમ્મદ બેગડા દ્વારા પાવાગઢ પર વિજય મેળવ્યો ત્યારે મંદિરમાં તોડફોડના કારણે 'શિખર'ને ખૂબ જ નુકસાન થયું હતું. શિખરની ઉપર એક દરગાહ પણ બનાવી દીધી હતી. જેના કારણે ત્યાં ધ્વજા ફરકાવવી શકાય તેવી જગ્યા નહોતી. તેમણે વધુમાં કહ્યું કે ''દરગાહ પણ તે જ સમયે અસ્તિત્વમાં આવી હશે, જ્યારે મુસ્લિમ આક્રાંતાઓએ અહીં હુમલો કરીને પાવાગઢને જીતી લીધું હતું. તેને સદનશાહ પીરની દરગાહ કહેવાય છે. આ દરગાહ વિશે અનેક જુદી જુદી કહાની ઘડી કાઢવામાં આવી છે. જોકે, મારી પાસે તેના વિશે કોઈ નક્કર માહિતી નથી.


    7.5 કરોડના ખર્ચે કળશ અને ધજાદંડની સ્થાપના


    નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજાદંડની સ્થાપના કરવામાં આવી છે, જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચઢાવવામાં આવશે. પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે, હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર