ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે માત્ર ગણતરીના દિવસોમાં જાહેર થવાની છે. ત્યારે દરેક રાજકીય પક્ષ ગુજરાતમાં સત્તા મેળવા માટે જંજાવતો પ્રચાર કરી રહ્યા છે. ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી આપ આ તમામ રાજકીય પક્ષોએ વિધાનસભા ચૂંટણીની આચારસંહિતા પહેલા જાહેર સભાઓ, રોડ શો અને દેવદર્શન કરી રહ્યા છે. દિવાળી બાદ ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ જશે. ત્યારે ભાજપે પોતાની પરંપરા પ્રમાણે નવા વર્ષ નિમિત્તે કાર્યકર્તા સાથે નૂતન વર્ષેના સ્નેહમિલનનો કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. ભાજપનું નૂતન વર્ષ સ્નેહમિલનું આયોજ ચૂંટણીના વર્ષમાં થોડું હટકે કરવામાં આવી રહી છે.
અત્યાર સુધી ભાજપના ઇતિહાસમાં જેવા સ્નેહમિલન નહિ થયા હોય તેવા સ્નેહમિલન આ ચૂંટણી વર્ષમાં યોજવાના છે. ખુદ પ્રધામંત્રી નરેન્દ્ર મોદી તમામ કાર્યકરોને આ નવા વર્ષના નૂતન વર્ષે સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા આપશે. ગુજરાત પ્રદેશ ભાજપ તે માટે તૈયારીઓ આરંભી દીધી છે. 1 નવેમ્બરના રોજ ગુજરાતની 182 વિધાનસભામાં નૂતન વર્ષે સ્નેહમિલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક સાથે એક જ સમયે તમામ વિધાનસભાઓમાં આ નૂતન વર્ષે સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રદેશ ભાજપે આ તમામ 182 વિધાનસભાના નૂતન વર્ષે સ્નેહમિલનમાં 50 લાખ કાર્યકરોને એકત્રિત કરકાર્યક્રમનું આયોજન કરી રહી છે. એટલે કે, 182 સ્થળોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક જ સમયે એક જ સાથે 50 લાખ કાર્યકરોને નૂતન વર્ષની શુભેચ્છાઓ આપશે. એક વિધાનસભામાં 25થી 30 હજાર કાર્યકરો આ સ્નેહમિલન હાજરી આપે તે માટેનું આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ આયોજન માટે પ્રદેશ ભાજપે પ્રદેશ ભાજપના તમામ હોદેદારો, જિલ્લા અને મહાનગરના પ્રમુખ અને સરકારના તમામ મંત્રીઓને સૂચના આપી દીધી છે.
" isDesktop="true" id="1270770" >
દરેક મંત્રી પણ રાજ્યના જુદા જુદા જિલ્લામાં આ કાર્યક્રમમાં જોડવાના છે. આ તમામ કાર્યકરોને પ્રધામંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી એક જ સમયે 182 સ્થળોએ સંબોધન કરી નવા વર્ષની શુભેચ્છાઓ સાથે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક જીત અપાવા માટે કાર્યકરોને આહવાન કરશે. આ સાથે ગુજરાતમાં ભાજપના કાર્યકરોએ ચૂંટણી રણ મેદાનમાં પક્ષને જીતાડવા રાણટંકાર કરશે.