PM Modi Mother Heeraben Modi Health Live Updates: વડાપ્રધાન મોદીનાં માતા હીરાબેન મોદીની હાલત હાલ સુધારા પર તેવું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે. પીએમ મોદી પણ હોસ્પિટલ પહોંચી ગયા છે.
Heeraben Modi health: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરા બાને મળ્યા બાદ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા છે.
17:37 (IST)
હીરાબાની તબિયત ખૂબ સારી છે, તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે, બે દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશેઃ જુગલજી ઠાકોર
17:37 (IST)
PM Modi mother Health: પીએમ મોદીના માતા હીરાબાના સ્વાસ્થ્યને લઇ સાંસદ જુગલજી ઠાકોરે જણાવ્યું કે, હાલમાં હીરાબાની તબીયતમાં સુધારો થઇ રહ્યો છે. પીએમ મોદી માતાના સ્વાસ્થ્યની સતત માહિતી લઇ રહ્યા છે. તેઓ માતાની ખરાબ તબીયતને લઇ થોડા દુ:ખી જણાયા હતા. જોકે હાલમાં તેમની તબીયત સારી છે અને ચિંતા કરવાની કોઇ જરૂર નથી.
17:36 (IST)
પીએમ મોદી યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે માતાના ખબર-અંતર પૂછીને નીકળી ગયા છે.
Heeraben Modi health: હીરા બાના સ્વાસ્થ્યમાં સતત સુધારો આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત હીરા બાની તબીયતને લઇ માહિતી મેળવી રહ્યા છે.
16:50 (IST)
PM Modi mother Health latest update: વડનગરમાં હીરા બાના સારા સ્વાસ્થ્યને લઇ પ્રાર્થના અને પુજા-અર્ચના થઇ રહી છે ત્યાં જ વડાપ્રધાન મોદીએ નિષ્ણાંત ડોક્ટરો પાસે માહિતી માંગી છે, વડાપ્રધાનનાં અન્ય ભાઇઓ પણ હોસ્પિટલમાં હાજર છે.
16:47 (IST)
PM Modi mother Health: પીએમ નરેન્દ્ર મોદી છેલ્લા એક કલાકથી માતા હીરાબાની તબીયતને લઇ માહિતી એકત્રિત કરી રહ્યા છે. હોસ્પિટલમાં પીએમ મોદી સતત માતાના સ્વાસ્થ્યને લઇ અપડેટ લઇ રહ્યા છે.
16:40 (IST)
પ્રધાનમંત્રી હાલમાં યુએન મહેતા હોસ્પિટલમાં પોતાની માતાના ખબરઅંતર પૂછી રહ્યા છે સાથે જ ડોક્ટરો પાસે માતાની તબીયતને લઇ માહિતી લઇ રહ્યા છે.
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતા તેમને યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. અમદાવાદનાં યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા જણાવ્યાં પ્રમાણે, તેમની હાલત હાલ સુધારા પર છે. નોંધનીય છે કે, હીરાબાનો જન્મ 18 જૂન, 1923ના રોજ થયો હતો.
અમદાવાદનાં યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા અખબારી સંદેશ જાહેર કરતા જણાવ્યું છે કે, માનનીય વડાપ્રધાનનાં માતૃશ્રીને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને તેમની તબિયત સુધારા પર છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીની કારનો કર્ણાટકમાં અકસ્માત થયો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પ્રહલાદ મોદી, પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સાથે મર્સિડિઝ બેન્ઝ કારમાં બાંદીપુરા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાડી ડિવાઇડર સાથે ટકરાઇ હતી. આ અકસ્માત કર્ણાટકના મૈસુરથી 13 કિલોમીટર દૂર કડાકોલા પાસે થયો હતો. પ્રહલાદ મોદીના પૌત્રના પગમાં ફ્રેક્ચર થયું છે. તેના સિવાય બધા લોકોને નજીવી ઇજા પહોંચી છે. તેમને મૈસુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઇની હાલત ગંભીર નથી.