PM મોદી (PM Narendra Modi) ગુજરાત હાઇકોર્ટનાં (Gujarat High Court) ડાયમંડ જ્યુબિલી ( Diamond Jubilee) સમારોહને વીડિયો કોન્ફરન્સ (Video Conference) દ્વારા સંબોધન કર્યું. ગુજરાત વડી અદાલતના હીરક જયંતિ નિમિત્તે વિશેષ ટપાલ ટિકિટનું વર્ચ્ય્યુઅલ વિમોચન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતનાં સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) પણ હાજર રહ્યાં છે.
પીએમ મોદીના સંબોધનની મહત્ત્વના અંશ
આ સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું કે, ગુજરાત વડી અદાલતે સત્ય અને ન્યાય માટે જે ફરજ અને નિષ્ઠા સાથે કામ કર્યું છે, તેની બંધારણીય ફરજો માટેની તત્પરતાએ ભારતીય ન્યાયિક પ્રણાલી અને ભારતની લોકશાહી બંનેને મજબુત કરી છે.
પીએમ મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આપણા બંધારણમાં કાર્યપાલિકા, વિધાનસભા અને ન્યાયતંત્રને આપવામાં આવેલી જવાબદારી આપણા બંધારણ માટે પ્રાણવાયુ સમાન છે. આપણી ન્યાયપાલિતાએ બંધારણના પ્રાણવાયુની સુરરક્ષાની જવાબદારી દ્રઢતાથી નિભાવી છે.
'આજે દેશમાં 18 હજારથી વધુ અદાલતોનું કોમ્પ્યુટરાઇઝ્ડ'
ડિજિટલ ઇન્ડિયા મિશન આપણી ન્યાય પ્રણાલીને ખૂબ જ ઝડપથી આધુનિક બનાવી રહ્યું છે. આજે દેશમાં 18 હજારથી વધુ અદાલતોનું કોમ્પ્યુટરાઇઝ્ડ છે. સુપ્રીમ કોર્ટે વીડિયો કોન્ફરન્સિંગ અને ટેલિકોનફરન્સિંગ દ્વારા કાનૂની પરિષદો મેળવ્યા પછી જ તમામ અદાલતોમાં ઇ-પ્રોસેસિંગમાં વધારો થયો છે. આ સાંભળીને દરેકને ગૌરવ થાય કે, આપણી સુપ્રીમ કોર્ટ આજે દુનિયામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા સૌથી સુનાવણી કરનારી સુપ્રીમ કોર્ટ બની છે.
પીએમ મોદીએ જણાવ્યું કે, સદીઓથી ભારતીય સમાજમાં રૂલ ઓફ લૉ - શાસન સંસ્કૃતિ અને સામાજિક ઘડતરનો આધાર રહ્યો છે. આપણા પ્રાચીન ગ્રંથો કહે છે - न्यायमूलं सुराज्यं स्यात्। એટલે કે, સુશાસનનો મૂળ ન્યાયમાં રહેલો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર