ગાંધીનગર : કોરોના વાયરસની (Second Wave of Coronavirus) બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું (Gujarat Virtual Inauguration) લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે. ગાંધીનગર : કોરોના વાયરસની (Second Wave of Coronavirus) બીજી લહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) દ્વારા આગામી 16મી જુલાઈએ રાજ્યમાં અનેકવિધ વિકાસકાર્યોનું (Gujarat Virtual Inauguration) લોકાર્પણ કરવામાં આવશે. આ કામોમાં ગાંધીનગરનું અદ્યતન રેલવે સ્ટેશન, ફાઇવ સ્ટાર હોટલ, મહાત્માં મંદિરનું નવિનીકરણ, સાયન્સ સિટીના પ્રકલ્પો, નવી ટ્રેન, વગેરેનો સમાવેશ થાય છે.
ગાંધીનગર
પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.16મી જુલાઇ શુક્રવારે બપોરે 4 કલાકે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અદ્યતન નવિનીકરણ પામેલા રેલ્વે સ્ટેશન, આધુનિક ફાઇવસ્ટાર હોટેલના વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે મહાત્મા મંદિર, ગાંધીનગરનું નવિનીકરણ પામેલું અદ્યતન રેલ્વે સ્ટેશન અને 318 રૂમની સુવિધાવાળી ફાઇવ સ્ટાર હોટેલ આ ત્રણેય સ્થળો એકબીજાની નજીકમાં હોવાથી ગુજરાતમાં આ એક નવલું નજરાણું બનશે.
PM મોદી આ સાથે સાયન્સસિટી માં નિર્માણ થયેલા ત્રણ નવિન પ્રકલ્પોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે. સાયન્સ સિટીમાં નિર્માણ થયેલા આ ત્રણ પ્રકલ્પોમાં રૂ. 264 કરોડના ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી, રૂ. 127 કરોડના ખર્ચે આકાર પામેલી રોબોટિક ગેલેરી અને રૂ. 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્કનો લોકાર્પણ કરશે.
PM મોદી ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને પણ વર્ચ્યુઅલ પ્રસ્થાન સંકેત આપી આ નવી ટ્રેન સેવાનો શુભારંભ કરાવવાના છે. ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ PM મોદી આ અવસરે કરાવશે. PM મોદી હસ્તે આ પ્રસંગે સુરેન્દ્રનગર-પીપાવાવ 266 કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થશે. PM મોદી મહેસાણા-વરેઠા (વડનગર સ્ટેશન સહિત)ના ઇલેકટ્રી ફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ કરશે. કોણ કોણ ઉપસ્થિતિ રહેશે
આ બધા જ લોકાર્પણોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થશે. આ અવસરે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ સાથે ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યમંત્રી દર્શનાબહેન જરદોશ અને રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે