liveLIVE NOW

Heeraben Modi Death News LIVE: હીરાબા પંચમહાભૂતમાં વિલીન, પીએમ મોદીએ આપી મુખાગ્નિ

PM Narendra Modi Heeraben Modi Passes Away Live Updates: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે 3.30 કલાકે દેવલોક પામ્યા છે. માતાની હીરાબેન મોદી અનંતની સફરે નીકળ્યા છે ત્યારે પીએમ મોદી સાથે સ્વજનો ભાવુક થયા છે.

  • News18 Gujarati
  • | December 30, 2022, 09:53 IST |  Gandhinagar, India
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 5 MONTHS AGO
    11:1 (IST)
    હીરાબાના નિધનને કારણે વડનગર શોકાતુર થયું છે. તમામ વેપારીઓ પોતાના ધંધા-રોજગાર શુક્ર, શનિ અને રવિવાર 3 દિવસ સુધી સ્વયંભૂ બંધ રાખશે.

    10:54 (IST)
    ગાંધીનગરના સેક્ટર 30માં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. જ્યાં પીએમ મોદી સહિત તેમના ભાઈ અને પરિવારના અમુક લોકો હાજર રહ્યા હતા. તો વળી માતા હીરાબેનના નિધન પર ગમગીન લોકોને મોદી પરિવારે અપીલ કરતા કહ્યું છે કે, આ કપરા સમયમાં અમે આપની પ્રાર્થના માટે આભારી છીએ. મોદી પરિવાર તરફથી કહેવાયુ છે કે, આપ સૌને અમારી વિનંતી છે કે, હીરાબાના આત્માના પોતાની યાદોમાં રાખો અને પોતાના તમામ કામ અને કાર્યક્રમ નિશ્ચિત સમયે પુરા કરો. આ જ હીરાબેન માટે સાચ્ચી શ્રદ્ધાંજલિ હશે.

    10:25 (IST)
    વડાપ્રધાન મોદી માતાની અંતિમયાત્રા પતાવીને રાજભવન પહોંચ્યા છે. હીરાબેન મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે. જેના કારણે સ્વજનો અને પરિવાર ભારે શોકમગ્ન છે.


    10:0 (IST)
    હીરાબા અંતિમ સફરે નીકળ્યા છે ત્યારે પીએમ મોદી સહિત તમામ પરિવાર અંતિમ વિધિમાં જોડાયા છે. પીએમ મોદી સહિત તમામ ભાઇઓએ મુખાગ્નિ આપી છે. માતા હીરાબા પંચમહાભૂતોમાં વિલીન થયા છે.

    9:31 (IST)
    હીરાબા અંતિમ સફરે નીકળ્યા છે ત્યારે પીએમ મોદી સહિત તમામ પરિવાર અંતિમ વિધિમાં જોડાયા છે. પીએમ મોદી સહિત તમામ ભાઇઓએ મુખાગ્નિ આપી છે. માતા હીરાબા પંચમહાભૂતોમાં વિલીન થયા છે.


    9:26 (IST)

    હીરાબા અંતિમ સફરે નીકળ્યા છે ત્યારે પીએમ મોદી સહિત તમામ પરિવાર અંતિમ વિધિમાં જોડાયા છે. 

    ગાંધીનગર: વડાપ્રધાન મોદીના માતા હીરાબાનું શુક્રવારે સવારે 3.30 કલાકે દેવલોક પામ્યા છે. આ સમાચાર મળતાની સાથે પીએમ મોદી અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. હીરાબેન મોદીએ યુ.એન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. પીએમ મોદી સહિત તમામ ભાઇઓએ ભારે હૈયે માતા હીરાબાને અંતિમ વિદાય આપી છે.

    પીએમ મોદીએ આજે સવારે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે. તેમણે લખ્યું છે કે, "શાનદાર શતાબ્દીનું ઈશ્વરના ચરણોમાં વિરામ...માં મે હંમેશા આ ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે, જેમાં એક તપસ્વી યાત્રા, નિષ્કામ કર્મયાગીનું પ્રતીક અને મૂલ્યો પ્રતિ પ્રતિબદ્ધ જીવન સમાહિત રહ્યું છે. " આ અગાઉ હીરાબાની બુધવાર તબિયત ખરાબ થઈ હતી, જે બાદ તેમને અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પોતાની માતાને મળવા હોસ્પિટલે પહોંચ્યા હતા.

    હીરાબેન મોદીનો જન્મ ગુજરાતમાં મહેસાણાના વિસનગરમાં થયો હતો, જે તેઓના વતન વડનગરની નજીક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને મંગળવારે રાતે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા.