Home /News /gandhinagar /PM Modi Gujarat Visit: પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, 15,670 કરોડના કામોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

PM Modi Gujarat Visit: પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, 15,670 કરોડના કામોનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે

વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

Gujarat Election 2022: આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. 15,670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 19 ઓક્ટોબરથી બે દિવસ માટે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ બે દિવસમાં ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, કેવડિયા અને વ્યારા ખાતે આયોજીત વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન હાજરી આપશે. જેમાં વડાપ્રધાનના હસ્તે અંદાજે રૂ. 15,670 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવશે. આજે સવારે 9:45 કલાકે વડાપ્રધાન મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ બપોરે 12 કલાકે અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે. બપોરે 3:15 કલાકે જૂનાગઢમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમજ રાજકોટમાં સાંજે 6 કલાકે ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022નું ઉદ્દઘાટન કરશે અને રાજકોટમાં બહુવિધ ચાવીરૂપ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. જે બાદ રાજકોટમાં નવીન બાંધકામ પદ્ધતિઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.

રાજકોટના વિકાસકાર્યો


રાજકોટમાં જે વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું છે તે આ પ્રમાણે છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ ₹336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં આ કાર્યોનો સમાવેશ થાય છે: જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ ₹5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરાશે


રાજકોટમાં રેલવે સહિત પંચાયત, સહકાર, સ્વાસ્થ્ય અને રોડને લગતા વિવિધ ₹ 649 કરોડના વિકાસકાર્યોની જાહેરાત કરવામાં આવશે. જેમાં રેલવેમાં રાજકોટ-જામનગર સ્ટેશન રિડેવલપમેન્ટ, મકાનસર ગતિ શક્તિ ટર્મિનલની જાહેરાત થશે. તે સિવાય ગોંડલમાં ટેક્નોલોજી હબ સેન્ટર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ રોડનો વિકાસ, ગોમતા-નિલખા-ભાદર ડેમ રોડ પહોળો કરવાની કામગીરી, લિલખા-દેવલા-સુલતાનપુર રોડને પહોળો કરવાની કામગીરી, રંગપર પાસે નદી પરના પુલનું પુન:નિર્માણ, રાજકોટમાં ચિલિંગ અને ઓટોમેશન ડેરી પ્લાન્ટનું વિસ્તરણ તેમજ વિસામણ અને ભરૂડીમાં 66 કેવી સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તે સિવાય ઢેબર હોસ્પિટલનું ભૂમિપૂજન કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરાખંડ હેલિકોપ્ટર ક્રેશમાં ત્રણ ગુજરાતીનાં મોત

મોરબીમાં ₹ 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા જાહેરાત


મોરબીમાં મેડીકલ કોલેજ, મોરબી-હળવદ રોડ તથા મોરબી-જેતપર રોડને ચાર લેન કરવાની કામગીરી, નવી જિલ્લા કોર્ટ બિલ્ડિંગ, સરકારી ક્વાર્ટર અને ઓફિસર્સ રહેણાકો તેમજ ટંકારામાં નવી કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય વાંકાનેર-નવલખી રેલવે લાઇન પર રેલવે ઓવરબ્રિજ નિર્માણની જાહેરાત કરવામાં આવશે.

રાજકોટમાં અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે


લાભાર્થીઓને સસ્તા દરે, મજબૂત અને ગુણવત્તાસભર આવાસ મળે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વિશ્વના છ દેશોની બાંધકામ ટેક્નોલોજીને પસંદ કરવામાં આવી છે. રાજકોટમાં આ અદ્યતન ટેક્નોલોજીની મદદથી આવાસનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. તે સંદર્ભે રાજકોટના શાસ્ત્રી મેદાનમાં 19 થી 21 ઓક્ટોબર દરમિયાન અર્બન હાઉસિંગ કોન્ક્લેવ યોજાશે. આ કોન્ક્લેવમાં વિશ્વભરના ટેક્નોલોજી પ્રદાતાઓ, અન્ય રાજ્યોના શહેરી વિકાસ મંત્રી, સચિવો તેમજ અધિકારીઓ ,કોન્ટ્રાક્ટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ, આર્કિટેક્ટ, સ્થાનિક કારીગરો અને અન્ય પ્રોફેશનલ્સ સામેલ થશે. અહીં બાંધકામને લગતી ટેક્નોલોજી વિશેની માહિતી, તેના પ્રશ્નો અંગે ચર્ચા અને અન્ય બાબતો વિશે સંવાદ કરવામાં આવશે. સ્થાનિક લોકો પણ અહીં ટેક્નોલોજીને લગતું પ્રદર્શન નિહાળી શકશે.

20 ઓક્ટોબરનો કાર્યક્રમ


20 ઓક્ટોબર 2022ના રોજ તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો: વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ પર ભરતી થશે

પ્રવાસીઓ ઉકાઈ ડેમ, કુદરતી સૌંદર્ય અને ધોધની મજા માણી શકશે


સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યારબાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકશે. તેના લીધે સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થશે. તેના લીધે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથે પણ સંપર્ક વધશે.
" isDesktop="true" id="1269829" >

તાપી જિલ્લામાં વિકાસની અવિરત યાત્રા, છેવાડાના માનવીને સરકારનો સાથ


આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે સરકારે અવિરત પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં તાપી જિલ્લામાં કુલ 42,763 કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2016થી 2022 દરમિયાન જિલ્લામાં કુલ 7401 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા માટે વર્ષ 2002માં ₹ 65 કરોડનું બજેટ હતું, જેની જોગવાઇ વર્ષ 2022માં વધારીને ₹ 1497 કરોડ કરવામાં આવી છે. આગામી સમયમાં તાપી જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનું આયોજન છે. આ રીતે છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિવિધ સ્તરે કામગીરી કરી છે.
First published:

Tags: Gujarat Elections, Gujarat Visit, ગાંધીનગર, ગુજરાત, રાજકોટ, વડાપ્રધાન મોદી