Home /News /gandhinagar /PM Modi Gujarat Visit: એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું પીએમ મોદીએ ઉદ્ધાટન કરીને કહ્યું, 'બનાસકાંઠા, ડીસા, પાટણનો સિતારો ચમક્યો'

PM Modi Gujarat Visit: એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સ્પોનું પીએમ મોદીએ ઉદ્ધાટન કરીને કહ્યું, 'બનાસકાંઠા, ડીસા, પાટણનો સિતારો ચમક્યો'

ડિફેન્સ એક્સ્પોમાં પીએમ મોદી

PM મોદી આજે 19 ઓક્ટોબરના રોજ ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં લગભગ રૂ. 15,670 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં થવાની છે. ત્યારે વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. PM મોદી આજે 19 ઓક્ટોબરના રોજ ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસમાં લગભગ રૂ. 15,670 કરોડના કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આજે ગાંધીનગરમાં વડાપ્રધાન મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે DefExpo22નું ઉદઘાટન કરાવ્યુ છે. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ જોવા મળ્યા છે.  જે બાદ પ્રધાનમંત્રી અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે.

'બનાસકાંઠા-પાટણ વાયુ શક્તિનું કેન્દ્ર બનશે'


વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, સરકારમાં આવ્ચા બાદ ડીસામાં ઓપરેશનલ બેઝ બનાવવાનો નિર્ણય કર્યો છે. આજે આપણી સેનાઓની આ અપેક્ષા પુરી થઇ ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, હવે તો બનાસકાંઠા-પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે, બનાસકાંઠા અને પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.

'અમાં માત્ર ભારતીય કંપનીઓએ જ ભાગ લીધો'


પીએમ મોદીએ ડિફેન્સ એક્સ્પોનો શુભારંભ કરીને, સંબોધનમાં જણાવ્યુ કે, 'આપણા દેશમાં પહેલા પણ ડિફેન્સ એક્સ્પો થતા રહ્યા છે, પરંતુ આ #DefExpoGujarat અભૂતપૂર્વ છે. નવી શરૂઆતનું પ્રતીક પણ છે. આ દેશનો પહેલો એવો ડિફેન્સ એકસ્પો છે, જેમાં માત્ર ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે અને માત્ર મેડ ઈન ઈન્ડિયા રક્ષા ઉપકરણ જ છે'. તેમણે એ પણ કહ્યુ કે, 'આ સંકલ્પમાં યુવા શક્તિ પણ છે, યુવા સપનાના પણ છે. યુવા સંકલ્પ અને યુવા સામર્થ્ય પણ છે. વિશ્વ માટે આશા પણ છે અને મિત્ર દેશો માટે સહયોગનો અવસર પણ છે.'

આ નવા ભારતનું વિઝન છે: રાજનાથસિંહ


આ કાર્યક્રમ પર કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યુ કે, ડિફેન્સ એક્સ્પો વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનને આગળ વધારે છે. પાથ ટુ પ્રાઇડ, એ માત્ર એક થીમ નથી, પરંતુ નવા ભારતનું વિઝન છે, નવા ભારતનું ગૌરવ છે. Defence Expo, એક આકાંક્ષી ભારત અને આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. ભારતનું એક વિશિષ્ટ પ્રતિક છે.

DefExpo22નું ઉદઘાટન કરશે


પીએમ મોદી સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે DefExpo22નું ઉદઘાટન કરશે. જે બાદ પ્રધાનમંત્રી અડાલજ ખાતે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવશે. બપોરે લગભગ 3:15 વાગ્યે તેઓ જૂનાગઢમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સાંજે લગભગ 6 વાગે રાજકોટમાં ઇન્ડિયા અર્બન હાઉસિંગ કોન્ક્લેવ 2022 નું ઉદ્ઘાટન કરશે. આ સાથે સાંજે લગભગ 7:20 વાગે રાજકોટમાં આવિષ્કારી બાંધકામ પ્રથાઓના પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી પટેલ અને વડાપ્રધાન મોદીનું સંપૂર્ણ સંબોધન અહીં સાંભળો


20 તારીખ બાદ નાગરિકો માટે ખુલ્લો રહેશે


ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના 70થી વધુ સંરક્ષણના સાધનો ઉત્પાદિત કરતા દેશો આ એક્સ્પોમાં ભાગ લેવાના છે. જેને લઇને ગાંધીનગરની સુરક્ષા પણ મહત્વની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ડિફેન્સ એક્સ્પોનો પ્રારંભ કરાવવાન હોવાથી ગાંધીનગર પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસથી એક્સ્પોની સુરક્ષા મુદ્દે સઘન તૈયારીઓ ચાલી રહી હતી. જે અંતર્ગત રાજ્યભરમાંથી 15 જેટલા આઇપીએસ અધિકારીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. અલગ અલગ કેટેગરીમાં બંદોબસ્તને વહેંચી દેવામાં આવ્યો છે. ડિવાયએસપી,પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ જવાનો, એસઆરપી સહિત 3500થી વધુ જવાનો આ બંદોબસ્તમાં ફરજ બજાવવાના છે. આ સાથે બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોર્ડ અને ટ્રાફિક વ્યવસ્થા માટે અલગ સ્ક્વોર્ડ ઉભી કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ એક્સ્પોમાં ગાંધીનગરના માર્ગો ઉપર અવ્યવસ્થા ન સર્જાય તે માટે અલગ અલગ પાર્કિંગની જગ્યા પણ ઉભી કરવામાં આવી છે. એટલુ જ નહીં, ગાંધીનગરના માર્ગોને નો પાર્કિંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, 20મી તારીખ બાદ શુક્ર અને શનિવાર દરમ્યાન આ એક્સ્પો નાગરિકો માટે ખુલ્લો રહેશે .
First published:

Tags: Gujarat Elections, Gujarat Visit, ગાંધીનગર, ગુજરાત, વડાપ્રધાન મોદી