Home /News /gandhinagar /

Gandhinagar: GMC દ્વારા ગાંધીનગરમાં તિરંગા વિતરણ કેન્દ્રો શરૂ ! આ સ્થળે આટલી કિંમતમાં મળશે

Gandhinagar: GMC દ્વારા ગાંધીનગરમાં તિરંગા વિતરણ કેન્દ્રો શરૂ ! આ સ્થળે આટલી કિંમતમાં મળશે

દેશ અત્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના મહોત્સવની ઉજવણી ઉમળકાભેર કરી રહ્યો છે. “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તા. ૧૩ ઓગસ્ત થી ૧૫ ઓગસ્ત દરમિયાન ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ આદરપૂર્વક લહેરાવવાનું આયોજન

દેશ અત્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના મહોત્સવની ઉજવણી ઉમળકાભેર કરી રહ્યો છે. “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તા. ૧૩ ઓગસ્ત થી ૧૫ ઓગસ્ત દરમિયાન ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ આદરપૂર્વક લહેરાવવાનું આયોજન

    Abhishek barad, gandhinagar: દેશ અત્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના મહોત્સવની ઉજવણી ઉમળકાભેર કરી રહ્યો છે. જે આઝાદી કા અમૃત મહોત્સવના નામથી ઉજવણી કરવામાં આવી રહી છે. થોડા જ દિવસ બાદ સ્વતંત્રતા દિવસ 15 મી ઓગસ્ટ આવી રહી છે, જે સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો છે. જેની સરકાર અને તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ કેન્દ્ર પરથી રાષ્ટ્ર ધ્વજ તથા સ્ટીક સહિત રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે.

    આઝાદી કા અમૃત મહોત્સવ અને સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત તા. ૧૩ ઓગસ્ત થી ૧૫ ઓગસ્ત દરમિયાન ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ આદરપૂર્વક લહેરાવવાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત રૂ. 21 માં રાષ્ટ્રધ્વજ તથા સ્ટીક સાથેના રાષ્ટ્રધ્વજ રૂ. 35ના દરે જાહેર જનતાને વેચાણથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ કેન્દ્રો પરથી મેળવી શકશે.

    ગાંઘીનગગરમાં નીચે આપેલ સ્થળ પરથી શહેરીજનો ધ્વજ લઈ શકશે.

    શહેરના આ કેન્દ્ર પરથી લોકો ખરીદી કરી શકશે.(૧) સેક્ટર-૬ શોપીંગ સેન્ટર(૨) સેક્ટર-૨૪ શાક માર્કેટ(૩) વાવોલ-શાક માર્કેટ(૪) સેક્ટર-૨૧ શાક માર્કેટ(૫) પેથાપુર-બસ સ્ટેન્ડની સામે(૬) સેક્ટર-૭ શોપીંગ સેન્ટર(૭) સેક્ટર-૨૭ શિવ શકિત મંદિર(૮) સેક્ટર-૨૬ નવરાત્રી ચોક કિસાનનગર(૯) આદિવાડા-બળિયાદેવ મંદિર પાસે(૧૦) કોલવડા – પટેલ ભાગોળ(૧૧) પોર-ગ્રામ પંચાયત પાસે(૧૨) ભાટ-ગ્રામ પંચાયત પાસે(૧૪) ઇન્ફોસિટી(૧૫) પાલજ-બસ સ્ટેન્ડ પાસે(૧૬) કોબા-સર્કલ પાસે

    આ પણ વાંચો :  કડી સર્વ વિદ્યાલય કેમ્પસ ખાતે ફરકાવાશે સૌથી ઊંચા ધ્વજસ્તંભ ઉપર રાષ્ટ્રધ્વજ

    પોસ્ટમેન પાસેથી લોકો ઘેર બેઠા રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે

    રાજ્ય વ્યાપી હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના લોકો નજીકની પોસ્ટ ઓફિસ માંથી રૂપિયા 25 ની કિંમતે રાષ્ટ્રધ્વજની ખરીદી કરી શકશે. આ ઉપરાંત નાગરિકોની સરળતા માટે પોસ્ટ ઓફિસ દ્વારા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત નાગરિકો ઘેર બેઠા ટપાલ આપવા આવતા પોસ્ટમેન પાસેથી ખરીદી શકશે, એટલું જ નહીં epostoffice.gov.in વેબસાઈટ પર પણ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.આ ઉપરાંત ખાદી ભવન, સેકટર-16 ખાતે પણ રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે.

    તમામ શહેરીજનો તા. ૧૩ ઓગસ્ત થી ૧૫ ઓગસ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનમાં ઘરે ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્ર વ્યાપી ઉજવણીમાં સહભાગી બને એવી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.
    First published:

    Tags: Celebrations, Corporation, Independence day, ગાંધીનગર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन