Home /News /gandhinagar /Gandhinagar: અનામત પર કાપ મૂકાતા OBC આકરા પાણીએ; લડી લેવાની શરૂઆત આ રીતે કરી

Gandhinagar: અનામત પર કાપ મૂકાતા OBC આકરા પાણીએ; લડી લેવાની શરૂઆત આ રીતે કરી

O.B.C.

O.B.C. સંગઠને  27% અનામત અને 14 રજૂઆતો સાથે આવેદનપત્ર આપ્યું

ગુજરાત રાજ્યમાં 54% વસ્તી બક્ષીપંચ સમાજના લોકો ધરાવતા હોવા છતાં 27% અનામતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત રદ્દ કરતા બક્ષીપંચ સમાજના લોકો રોષે ભરાયા છે. બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ,દ્વારા આયોગ ચેરમેન જસ્ટીસ કે. એસ.ઝવેરીને આવેદનપત્ર આપ્યું

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar:ગુજરાત રાજ્યમાં 54% વસ્તી બક્ષીપંચ સમાજના લોકો ધરાવતા હોવા છતાં 27% અનામતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત રદ્દ કરતા બક્ષીપંચ સમાજના લોકોરોષે ભરાયા છે. જે મુદ્દે ગાંધીનગર ખાતે બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ, ગુજરાત પ્રદેશ દ્વારા આયોગ ચેરમેન જસ્ટીસ કે. એસ. ઝવેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

    બક્ષીપંચ સમાજના લોકોને 27% અનામત મળવા પાત્ર છે, વિધાનસભા તેમજ લોકસભામાં અન્ય પછાત વર્ગો માટે સીટ ફાળવવી, દેશભરમાં સહકારી ક્ષેત્રમાં 27% અનામત બેઠક ફાળવવી, ગુજરાત સહિત સમગ્ર દેશમાં રિઝર્વ એકટ અમલમાં મુકવો, ક્રિમિલેયર પદ્ધતિ નાબૂદ કરવી, અન્ય પછાત વર્ગની બેકલોગ તાકીદે ભરવી, મેડીકલમાં ઓલ ઇન્ડિયા કવોટની 15 ટકાની સીટ નાબૂદ કરીને 100 ટકા અનામત કરવી, ઓલ ઇન્ડિયા સચિવાલય કક્ષાએ અન્ય પછાત વર્ગ વિકાસની રચના કરવી, અન્ય પછાત વર્ગની ફરીથી મોજણી કરાવવી સહિત 14 મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યુ.



    આ તમામ મુદ્દે બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ ગુજરાત પ્રદેશ દ્વારા આયોગ ચેરમેન જસ્ટીસ શ્રી કે. એસ. ઝવેરીના કાર્યાલય સેક્ટર 19, ગાંધીનગર ખાતે ઓ.બી.સી. સમાજની 27% અનામતમાં સરકાર દ્વારા ફેરફારના મુદ્દે, 14 રજુઆતન ઉલ્લેખ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું.જેમાં બક્ષીપંચ પછાત વર્ગ વિકાસ મંચ, ગુજરાતના પ્રમુખ જી. કે. પ્રજાપતિ, ઋષિવંશી સમાજના પ્રદેશ પ્રમુખ હહેમરાજભાઈ પાડલીયા તેમજ વિવિધ બક્ષીપંચ સમાજના પ્રમુખો, હોદ્દેદાર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.



    સમગ્ર ગુજરાત રાજ્યમાં 54% વસ્તી બક્ષીપંચ સમાજના લોકો ધરાવતા હોવા છતાં 27% અનામતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10% અનામત રદ્દ કરવામાં આવ્યું હતું. મૂળભૂત અનામતમાં સરકાર ફેરફાર કરતા રોષ વ્યક્ત કરતા ગાંધી ચિંધ્યા રાહે ચાલીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સરકાર વિશ્વાસનો પ્રસ્તાવ પાસ નહિ કરે તો જરૂર જણાય આગળ પગલાં ભરવા સમગ્ર ગુજરાતના જિલ્લા, તાલુકા અને ગ્રામ્યની ઓબીસી સમાજના લોકોની જનજાગૃતિ અભિયાન અંતર્ગત સરકાર સામે કડક પગલાં ભરવાની પણ તૈયારી સાથે દર્શાવવામાં આવેલ છે.
    First published:

    Tags: 10% reservation, Assembly Election 2022, Cancel, Gujarat Politics, OBC, ગાંધીનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन