Home /News /gandhinagar /Hardik Patel Joins BJP: હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ, સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવ્યો

Hardik Patel Joins BJP: હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ, સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવ્યો

હાર્દિક પટેલ

Hardik Patel officially Joins BJP: કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યાના 17 દિવસ બાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ બીજેપીમાં સામેલ. કૉંગ્રેસ શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા.

ગાંધીનગર: પાટીદાર નેતા હાર્દિક પટેલ (Hardik Patel) આખરે બીજેપી (BJP)માં સામેલ થયા છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે (C.R. Patil) હાર્દિકને ખેસરિયો ખેસ પહેરાવ્યો હતો, તો નીતિન પટેલે હાર્દિકને ટોપી પહેરાવી હતી. બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના ઘરે પૂજા કરી હતી. જે બાદમાં હાર્દિક પટેલ SGVP ગુરુકુળ પહોંચ્યા હતા. અહીં હાર્દિક પટેલે ગૌપૂજા કરી હતી. બીજી તરફ હાર્દિક પટેલને આવકારવા માટે બીજેપીના હેડ ક્વાર્ટર ખાતે ખાસ તૈયાર કરવામાં આવી હતી. હાર્દિક પહેલા સી.આર. પાટીલે પૂર્વ કૉંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ (Shweta Brahmbhatt) ને પાર્ટીમાં આવકાર્યાં હતા.

મેં કોઈ વચન માંગ્યું નથી: શ્વેતા બ્રહ્મભટ્ટ


કૉંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કેસરિયો ખેસ અને ટોપી પહેરાવીને શ્વેતા બ્રહ્મભટ્ટનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્વેતા પટેલે જણાવ્યું હતું કે, "મેં કોઈ વચન માંગ્યું નથી. રાજકારણમાં જોડાવવું એ મારી મજબૂરી નથી, મારી પસંદગી છે. જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે તો હું જરૂરથી લડીશ. હું સેવા કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ છું. ટિકિટ મળવી અને ધારાસભ્ય બનવું એ બંને ગૌણ વસ્તુ છે. તમારો ઉદેશ્ય કામ હોવું જોઈએ. ધારાસભ્ય બની ગયા પછી પણ કામ નથી કરતા તો તે પદ કોઈ કામનું નથી. મારું વિઝન ખૂબ જ સ્પષ્ટ છે."


'મોટી સંખ્યામાં કાર્યકરો બીજેપીમાં જોડાશે'


બીજેપીમાં જોડાતા પહેલા હાર્દિક પટેલે મીડિયા સાથેની વાતચીતમાં મોટો દાવો કર્યો હતો. હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, દર 10 દિવસે હોદેદારો બીજેપીમાં જોડાશે. આ સાથે જ હાર્દિકે આગામી દિવસોમાં ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો બીજેપીમાં સામેલ થશે તેવો દાવો કર્યો હતો.

બીજેપીમાં સામેલ થયા પહેલા યુવા નેતા હાર્દિક પટેલ ટ્વિટ કરીને રાષ્ટ્રહિત, તેમજ સમાજહિતની ભાવના સાથે નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યાની વાત લખી છે.



આ પણ વાંચો: બીજેપીમાં જોડાયા પહેલા હાર્દિક પટેલનું ટ્વીટ, લખી આ વાત

હાર્દિક પટેલનું ટ્વિટ:


બીજેપીમાં સામેલ થયા પહેલા હાર્દિક પટેલે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કર્યું છે. જેમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, "રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજહિતની ભાવના સાથે આજથી નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યો છું. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં એક નાનો સિપાહી બનીને કામ કરીશ."
First published:

Tags: CR Patil, Hardik Patel Patidar, કોંગ્રેસ, ભાજપ, હાર્દિક પટેલ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો