Home /News /gandhinagar /Video: ગુજરાતનાં હીરાબાઇને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, જુઓ બે મિનિટનો વીડિયો તમને પણ ભાવુક કરી દેશે

Video: ગુજરાતનાં હીરાબાઇને મળ્યો પદ્મશ્રી પુરસ્કાર, જુઓ બે મિનિટનો વીડિયો તમને પણ ભાવુક કરી દેશે

ગીર સોમનાથનાં જાંબુરના હિરાબાઇ લોબીને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

padmashree award 2023: ગીર સોમનાથનાં જાંબુરના હિરાબાઇ લોબીને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે.

ગાંધીનગર: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બુધવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત એક સમારોહમાં કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી એસએમ કૃષ્ણા, જાણીતા ઉદ્યાગપતિ કુમાર મંગલમ બિરલા, જાણીતા પ્લેબેક સિંગર સુમન કલ્યાણપુર સહિતના લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત ગીર સોમનાથનાં જાંબુરના હિરાબાઇ લોબીને પણ પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. આ સાથે શેરબજારના જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાને મરણોત્તર પદ્મશ્રી આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ વર્ષે 106 પદ્મ પુરસ્કાર આપવાની મંજૂર આપી હતી. તેમાંથી 50 લોકોને બુધવારે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી આપવામાં આવ્યા.

પદ્મશ્રી એવોર્ડ લેવા જતી વખતે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. ગીર સોમનાથનાં જાંબુરના હિરાબાઇ લોબીએ પુરસ્કાર સ્વીકારતા પહેલા વડાપ્રધાન મોદીની પ્રસંશા કરી હતી. આ બોલતાં બોલતાં તેઓ ઘણાં જ ભાવુક થઇ ગયા હતા. હીરબાઈ ઈબ્રાઈમ લોબી એવોર્ડ લેવા માટે આગળ વધ્યાં પરંતુ તે પહેલા સામેની બેઠક પર આવીને ઊભા રહ્યાં, બેઠકમાં પીએમ મોદી, તેમની બાજુમાં લોકસભા અધ્યક્ષ ઓમ બીરલા, અમિત શાહ બેઠા હતા.

આ પણ વાંચો: માવઠું વિરામ લેતા પહેલા આજે તોફાની મિજાજ બતાવશે

સિદ્દી આદિવાસી સમુદાયના ઉત્કર્ષ માટે નોંધપાત્ર ફાળો આપનાર ગીર સોમનાથના જાંબુરના વતની હિરાબાઇ લોબીને પદ્મ એવોર્ડનું સન્માન મળ્યું છે. હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. જેથી તેમને સરકારે પદ્મશ્રીનું સન્માન આપ્યું છે. સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં.

હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે.


હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ.


વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
First published:

Tags: GirSomnath, Gujarat News