Home /News /gandhinagar /Gandhinagar: દિવ્યાંગ બાળકો માટે' બાળુડા ના ગરબા'નું આયોજ; આ સ્થળોએ યોજાશે ગરબા

Gandhinagar: દિવ્યાંગ બાળકો માટે' બાળુડા ના ગરબા'નું આયોજ; આ સ્થળોએ યોજાશે ગરબા

દિવ્યાંગ

દિવ્યાંગ બાળકો સાથે 500 કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં ગરબા રમે છે

રાજ્યના દરેક ગામોમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શારીરિક અને માનસીક દિવ્યાંગ બાળકો માટે જી.ઇ. કલબ ગાંધીનગર દ્વારા "બાળુડા ના ગરબા" નું આયોજન કરવામાં આવ્યું છે.‘બાળુડાના ગરબા' કાર્યક્રમનું તા. 29 સપ્ટેમ્બર, ભવ્ય આયોજન કરાયું છે.

વધુ જુઓ ...
    Abhishek Barad, Gandhinagar: હાલમાં નવરાત્રીનો પવિત્ર ઉત્સવ ચાલી રહ્યો છે. ગરબાએ ગુજરાતીઓની વિશિષ્ટ ઓળખ છે. રાજ્યના દરેક ગામોમાં ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે શારીરિક અને માનસીક દિવ્યાંગ બાળકો માટે જી.ઇ. કલબ ગાંધીનગર દ્વારા " બાળુડા ના ગરબા" નું આયોજન કરવામાં આવ્યું છે.

    જી.ઇ. કલબ દ્વારા શારીરિક-માનસિક વિશિષ્ટ વ્યક્તિઓ માટેના ખાસ ગરબા ઉત્સવ ‘બાળુડાના ગરબા’નું આયોજન વર્ષ 2004થી નિયમિતપણે ગાંધીનગર શહેરમાં કરવામાં આવે છે. આ ગરબા ઉત્સવ પ્રતિવર્ષ નવરાત્રી પર્વ દરમિયાન ધામધૂમથી ઉજવવામાં આવે છેઆ વખતે 16મા વર્ષે પણ ‘બાળુડાના ગરબા' કાર્યક્રમનું તા. 29 સપ્ટેમ્બર, ગુરુવાર સાંજે 5 થી 7 રિક્રીએશન ક્લબ, જીઈબી કોલોની, ગાંધીનગર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે અંધ શાળાની બાળાઓ સ્ટેટ લેવલે ચેમ્પિયન બનીને આવ્યા છે તેઓ પણ પરફોર્મન્સ આપશે.આ વિશિષ્ટ ગરબા મહોત્સવમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં વસતા, તાલીમ લેતા માનસિક-શારીરિક વિશિષ્ટ વ્યક્તિઓ અને તેમના પરિવારજનો ભાગ લે છે. તેમની સાથે સેવાપ્રેમી- કલાપ્રેમી નગરજનો, સાંસ્કૃતિક- સેવા સંસ્થાઓ અને ગરબાના ખેલૈયાઓ પણ સપરિવાર જોડાય છે.

    આ સંસ્થા દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓને એક સમાન તક આપવા માટેના આ પ્રયાસ કરવામાં આવે છે. સૌ નગરજનોને મિત્રવર્તુળ, પરિવારજનો સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ પ્રયાસને બળ આપવા તથા વિશિષ્ટ વ્યક્તિઓને પ્રોત્સાહન આપવા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર તાલુકા શાખા, રિક્રીએશન ક્લબ GEB, ગાંધીનગર, સાધના- પેરેન્ટ્સ એસોસિએશન ફોર મેન્ટલી ચેલેજ્ડ, ગ્રો ફાઉન્ડેશન, ગાંધીનગર, જી ઈ ક્લબ ગાંધીનગર, બ્લુ બબલ્સ ઍકેડેમી ઓફ આર્ટ્સ ગાંધીનગર દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે.

    આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે સક્ષમ, ગાંધીનગર, માનવ આસ્થા, સરઢવ, સદ્ભાવ માનસિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સેક્ટર-13 અંબા એન્જલ, ત્રિમંદિર, અડાલજ, હેત ફાઉન્ડેશન, અંધ શાળા, સેક્ટર-16, સ્પેશિયલ હોમ, સેક્ટર-19, સમગ્ર શિક્ષા, ગાંધીનગર, વિશેષ ઍજ્યુકેશન સૅન્ટર, ગાંધીનગર, તારા ફાઉન્ડેશન, ગાંધીનગર બ્રહ્મસેવા ટ્રસ્ટ, સરગાસણ, સમર્પણ મૂક- બધિર શાળા, સૅક્ટર-28, જુનિયર સિટિઝન કાઉન્સિલ, સેક્ટર-12, સદ્વિચાર પરિવાર, ઉવારસદ, લાઈવ ગાંધીનગર.

    આ પણ વાંચો: આ છે ગુજરાતના ગરબા ક્વિન; વર્ષ 1995થી અત્યાર સુધી જીતી ચૂક્યા છે અનેક ઈનામ

    સેક્ટર-21, નર્તન ડાન્સ ક્લાસ, સેક્ટર-11, બનાસ કમ્પ્યુટર્સ ઍન્ડ પ્રિન્ટર્સ, સેક્ટ૨-16 ગ્રીન સિટી કુરિયર, ઇન્ફોસિટી, બનાસકાંઠા મિત્ર મંડળ, ગાંધીનગર, અર્થ ક્રિએટીવ મીડિયા, કોબા, હેપ્પી યુથ ક્લબ, વાવોલ, કે. કે. આર્ટ્સ, વાવોલ, પ્રૉફેશનલ ફોટોગ્રાફર ઍસોસિએશન, ફોટોગ્રાફર ઍસોસિએશન, ગાંધીનગર સરકારી વાણિજય કૉલેજ, ગાંધીનગર, સરકારી વિજ્ઞાન કૉલેજ, ગાંધીનગર, રંગોલી ગરબા એન્ડ ડાન્સ ક્લાસ, ગાંધીનગર, માનસ યોગ સેવા ટ્રસ્ટ, ગાંધીનગર, અશ્વિનભાઈ એ પટેલ કૉમર્સ કૉલેજ, સેક્ટર-23, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખા, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર તાલુકા શાખા ઈન્દુમતિ ફાઉન્ડેશન અને તસવીરે ગાંધીનગર, સૅક્ટર-6, શ્રી જલારામ સેવા ગૃપ, ગાંધીનગર જોડાયા છે.
    First published:

    Tags: Gandhinagar News, Navratri 2022, Navratri celebration

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन