Home /News /gandhinagar /

Revenue Tax: રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં સો ટકા વેરા વસૂલાતનો આદેશ, 31 જુલાઈ સુધી ઝુંબેશ કામગીરી

Revenue Tax: રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં સો ટકા વેરા વસૂલાતનો આદેશ, 31 જુલાઈ સુધી ઝુંબેશ કામગીરી

રાજ્યના નાણાં વિભાગ દ્વારા આ મુદ્દે ગંભીર બનવા તાકીદ કરવામાં આવી છે.

મહેસૂલી કરની નિયમિત વસૂલાત માટે તારીખ 31મી જુલાઇ છેલ્લી તારીખ નિયત કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીઓને પણ સત્તાવાર જાણ કરવામાં આવી છે અને મહેસૂલી કર ભરવામાં કોઇ મિલકતધારક બાકાત ન રહે તે જોવા જણાવવામાં આવ્યું છે.

વધુ જુઓ ...
રાજ્યભરની ગ્રામ પંચાયતો (Gujarat Gram Panchayat) મહેસુલી વેરા (Revenue Tax)ની વસૂલાત 100 ટકા કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ (District Development Officer)ને રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. આગામી તારીખ 31 જુલાઈ સુધીમાં વેરા વસુલાત સો ટકા કરવા અને ગામના તલાટીને દરેક ઘરે-ઘરે પહોંચી કર વસુલવાના સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. આ માટે તાલુકા વિકાસ અધિકારીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે.

મહેસૂલી કરની નિયમિત વસૂલાત માટે તારીખ 31મી જુલાઇ છેલ્લી તારીખ નિયત કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે તાલુકા વિકાસ અધિકારીઓને પણ સત્તાવાર જાણ કરવામાં આવી છે અને મહેસૂલી કર ભરવામાં કોઇ મિલકતધારક બાકાત ન રહે તે જોવા જણાવવામાં આવ્યું છે. કર શાખા દ્વારા તમામ તાલુકામાંથી કેટલી કર વસૂલાત આવી છે અને કેટલી બાકી છે, તેના રિપોર્ટ તૈયાર કરીને વડી કચેરી પર બનતી ઝડપે મોકલાવી દેવા પત્ર પાઠવી દેવામાં આવ્યા હોવાથી ગામ, તાલુકા અને જિલ્લાનું તંત્ર હરકતમાં આવી ગયું છે.

રાજ્યના નાણાં વિભાગ દ્વારા આ મુદ્દે ગંભીર બનવા તાકીદ કરવામાં આવી છે અને રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીને મહેસૂલી વેરાની આવક 100 ટકા મળે તેના માટે આયોજન કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો- 18 વર્ષથી ઉપરના તમામ નાગરિકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત

કર વસૂલાતની યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં નબળા પુરવાર થનારા તલાટી સહિત અધિકારીઓ સામે આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે, તેવી પણ અગાઉ સુચનાઓ જાહેર થઇ ચૂકી હોવાથી સંબંધિતો દ્વારા 100 ટકા વસૂલાતના લક્ષ્યાંક સાથે કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ગામડાઓમાંથી શહેર ભણી વસવાટ શરૂ થયો હોવાની બાબત જોકે 100 ટકા વસૂલાતમાં બાધક બનતી રહે છે. ઘણા પરિવારો ગામડાનું ઘર બંધ કરીને નજીકના શહેર કે અન્ય જિલ્લા અને રાજ્યમાં અથવા પરદેશ પણ ગયા હોય છે. ત્યારે આવા કિસ્સામાં મકાનધણી જ્યારે ગામડે આવે ત્યારે સામટી બાકી વસૂલાત પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો- રાજકોટમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ગ્રામ પંચાયતનું વહીવટ આ મહેસુલી આવકમાંથી ચાલતો હોવાથી વેરાવસુલાતની નબળી કામગીરીના કારણે ગ્રામ પંચાયતોની નાણાકીય સ્થિતિ હાલકડોલક થઈ જાય છે આથી વહીવટી પ્રક્રિયા સરળ રહે તે હેતુસર દરેક ગ્રામ પંચાયત દ્વારા મહેસુલી વેરાની વસુલાત સો ટકા કરવામાં આવે તેવું આગ્રહ રાખવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gandhinagar News, Gandhinagar Sachivalaya, Gram panchayat, Gujarat gram panchayat, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन