Home /News /gandhinagar /શું તમારે ઘરે બેઠા જ વાહનમાં પસંદગીનો નંબર જોઇએ છે? તો આવો છે ઓનલાઇન પ્રોસેસ

શું તમારે ઘરે બેઠા જ વાહનમાં પસંદગીનો નંબર જોઇએ છે? તો આવો છે ઓનલાઇન પ્રોસેસ

પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે

ઓનલાઈન ઓક્શનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો- વખત હરાજીની ૨કમનો ઉમેરો કરવાનો રહેશે.

ગાંધીનગર: વાહન વ્યવહાર કચેરી ગાંધીનગર દ્વારા ટુ વ્હિલરની નવી સિરીઝ GJ- 18-DS તેમજ ફોર વ્હીલર કારની જુની સિરિઝ -૧૮- ઈછનું ઓક્શન શરૂ કરવામાં આવનાર છે.  આથી પસંદગીના નંબરો માટે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે. જે અનુસાર - ઓનલાઈન ઓક્શનએ DYNAMIC AUCTION PROCESSES રહેશે. એટલે કે, અરજદારને વેબસાઈટ પર હરાજી પ્રક્રિયા દરમ્યાન વખતો- વખત હરાજીની ૨કમનો ઉમેરો કરવાનો રહેશે.

આ ઉમેરો રૂ/- ૧૦૦૦ ના ગુણાંકમાં વધારવાનો રહેશે. હાલની ONE TIME BIDDING PROCESSES જેમ એક જ વખત BIDD PROCESSES કરી શકશે નહી. ઈ-હરાજી પ્રક્રિયા (૧) રજીસ્ટ્રેશન શરૂ થયા તારીખ- ૧૫/૦૪/૨૦૨૩, ૦૪:૦૦:૦૦ *, રજીસ્ટ્રેશન પૂરું થયા તારીખ -૧૯૦૪/૨૦૨૩, 03:59:59 PM (2) હરાજી શરૂ થયા તારીખ - ૧૯/૦૪/૨૦૨૩, ૦૪:૦૦:૦૦ ૨, હરાજી પૂરી થયા તારીખ— 21/04/2023, 04:00:00 PM ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારની જવાબદારીઓ મા ભાગરૂપે અરજદારે મુખ્ય કામગીરી કરવાની રહેશે.

આ પણ વાંચો: ઇન્દોર મંદિર દુર્ઘટનામાં 11 કચ્છીઓના મોત

આ માટે http:/ parivahan.gov.in/ parivahan/ પર નોંધણી, યુઝર આઈ.ડી.પાસવર્ડ તૈયાર કરવો.તેમજ સદર વેબસાઈટ પર લોગઈન કરીને વાહન ખરીદીના દિવસ- ૭ ની અંદર ઓનલાઈન સી.એન.એ ફોર્મ ભરવાનું રહેશે.

આ પણ વાંચો: એક વર્ષની બાળકી રમતાં રમતાં એસિડ પી ગઇ

હરાજીની પ્રક્રિયામાં ભાગ લેનારે ચૂકવણું કરવું અને વાહન નંબર મેળવવા. આ માટેની વિગતવાર સૂચનાઓ APPENDIX-A ઉપ૨ આપેલ છે. ( જે કચેરીના નોટિસ બોર્ડ અનવે ૨જીસ્ટ્રેશન શાખામાં રૂબરૂ જોવા મળશે.) અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાના પાંચ દિવસમાં નાણા જમા કરાવવાના રહેશે. જો આ નિયત સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જાય તો મૂળ રકમ (Base price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરવામાં આવશે.


ઓનલાઈન ઓક્શનમાં દરમ્યાન અરજદારે આર.બી.આઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાનો રહેશે. સિલ્વર નંબર તથા ગોલ્ડ નંબર માટે જરૂરી Base price ચુકવવાની રહેશે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gandhinagar News, Gujarat News, હાર્દિક પંડ્યા