Home /News /gandhinagar /ગુજરાતીઓ ચેતજો! ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં કોરોનાનો પગપેસારો, વધુ એક વિદ્યાર્થી સંક્રમિત

ગુજરાતીઓ ચેતજો! ગાંધીનગરની આ યુનિવર્સિટીમાં કોરોનાનો પગપેસારો, વધુ એક વિદ્યાર્થી સંક્રમિત

વિદેશી ડેલિગેશનનો વધુ એક વિધાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ

ચીનથી શરુ થઇનેસમગ્ર વિશ્વમાં પ્રસરેલા કોરોનાના કેરે બે વર્ષ બાદ આજે પણ પીછો નથી છોડ્યો . વિશ્વના અનેક દેશોમાં આતંક મચાવી રહેલ કોરોનાની ધીમા પગલે ગુજરાત અને ગાંધીનગરમાં પગ પેસારો થયો છે .

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
દહેગામ તાલુકાના લવાડ ગામ ખાતે આવેલ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં વિદેશી ડેલિગેશનનો વધુ એક વિધાર્થીનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. કંબોડિયા દેશના 18 વિધાર્થીઓ 25 ડિસેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા બાદ તેઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે રોકાયા હતા.

જેમાં એક વિધાર્થીનીને ગાળામાં તકલીફ જણાતા કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટ ગઈકાલે પોઝીટીવ આવ્યા બાદ આજ ગ્રૂપમાંથી વધુ એક વિધાર્થી કોરોના સંક્રમિત મળી આવ્યો છે.

આ પણ વાંચો :  Dahod Accident: દાહોદ બાયપાસ પાસે કાર પલટતાં ઝાલોદ તાલુકા પંચાયતના ચેરમેન પ્રકાશ પાંચેસરાનું નિધન

કંબોડિયા સરકારે ગિફ્ટ સિટીથી રક્ષા શક્તિ યુનિવર્સિટી લઈ જતા ડ્રાઇવર, ભોજન પીરસનાર લોકો, કર્મચારીઓ, રક્ષા યુનિવર્સિટીના લેક્ચરર તેમજ પ્રોફેસરના સંપર્કમાં આવેલા 18 લોકો ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જેમની સાથે તેમણે સંવાદ કર્યો છે તે તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જરૂર પડે ચીનમાં નવા ફેલાયા નવા વેરીએન્ટ અંગેની તપાસ પણ કરવામાં આવશે.

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં આવેલ ડેલિગેશનના બે વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યા બાદ કેમ્પસમાં તેમના સંપર્કમાં આવેલ પ્રોફેસર સહિતના 18 વ્યક્તિઓના આજે સેમ્પલ લેવામાં આવ્યા છે. હાલ બધા જ વિધાર્થીઓને ઇન્ફોસિટી ખાતે આવેલ હોટલમાં રાખવામાં આવેલ છે.

આ પણ વાંચો :  BAPS: પ્રમુખસ્વામી મહારાજ નગરમાં રક્તદાન યજ્ઞ કેમ્પ, પ્રતિદિન આટલા યુનિટ દાન

કંબોડિયા સરકારે મોકલેલા 20 પ્રતિનિધિઓમાંથી બે જણાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ સોલ્યુશન અને ક્વોરન્ટાઇન કરવા પડ્યા છે આથી 20 દિવસ માટે આવેલા પ્રતિનિધિ મંડળને હવે 30 દિવસ સુધી રોકાવાની ફરજ પડી છે. ગાંધીનગર જિલ્લાના અને તાલુકામાંથી સતત બીજા દિવસે કોરોનાના એક કેસ નોંધતા તંત્ર હરકતમાં આવ્યું છે અને અગમચેતીના પગલાં લેવાના શરૂ કર્યા છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Corona cases, Corona New Variant, Corona News, Corona Updates