આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. આ વખતે આ પર્વ 9 ઓક્ટોબર, રવિવારે છે. ગાંધીનગરમાં ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશન દ્વારા શરદ પૂર્ણિમા ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
Abhishek Barad, Gandhinagar: આપણા ધર્મગ્રંથોમાં શરદ ઋતુમાં આવતી પૂનમ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે ચંદ્રના પ્રકાશમાં ઔષધીય ગુણ આવી જાય છે. એટલે આ દિવસે ચંદ્રની ચાંદનીમાં ખીર રાખવાથી અને તેના પછીના દિવસે તેને પ્રસાદ તરીકે ખાવાની પરંપરા છે. આ વખતે આ પર્વ 9 ઓક્ટોબર, રવિવારે છે. ગાંધીનગરમાં ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશન દ્વારા શરદ પૂર્ણિમા ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશનના સ્થાપક- પ્રમુખ હેમરાજભાઈ પાડલીયા સાથે વાત કરતા જણાવ્યું કે શરદ પૂનમને ઔષધીય ગુણોવાળી રાત કહેવામાં આવી છે. આ દિવસે લેવામાં આવેલી ઔષધી ખૂબ જ જલ્દી લાભ પહોંચાડે છે. જે પ્રકારે સૂર્યના કિરણો સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે, તે જ રીતે શરદ પૂનમના દિવસે ચંદ્રના કિરણો આપણાં માટે શુભ હોય છે. આ શુભ દિવસે શહેરીજનો માટે શરદ પૂર્ણિમા ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સેકટર-22 રંગમંચ, ગાંધીનગર ખાતે સાંજે 6 થી 11 કલાકે યોજાશે, જેમાં મુખ્ય કલાકાર તરીકે શીતલ ઠાકોર રહેશે. આ કાર્યક્રમમાં શુદ્ધ ઓર્ગેનિક સાકરમાંથી બનાવેલ દૂધપૌઆ પ્રસાદ તરીકે આપવામાં આવશે. એન્ટ્રી પાસ મેળવવા માટે 7990527892, 6352000142 પર સંપર્ક કરી શકાય છે.
શરદપૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીની એકદમ નજીક આવી જાય છે. આ દિવસે મહાલક્ષ્મી માની પૂજા કરવામાં આવે છે. આ પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. રાતે ચંદ્રની પૂજા કરીને ચંદ્રના પ્રકાશમાં ખીર રાખીને બીજા દિવસે ખાવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. શરદ પૂનમને ઔષધીય ગુણોવાળી રાત કહેવામાં આવી છે. આ દિવસે લેવામાં આવેલી ઔષધી ખૂબ જ જલ્દી લાભ પહોંચાડે છે. રાતે થોડીવાર માટે ચંદ્રના પ્રકાશમાં બેસવું. આ કરવાથી મનને શાંતિ મળે છે. આ દિવસે સવારે તીર્થ સ્નાન અને દાન કરવાથી ખૂબ લાભ થાય છે.
આ દિવસે વ્રત કે ઉપવાસ પણ કરવો જોઈએ અને કાંસના વાસણમાં ઘી રાખીને દાન કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. આ પર્વમાં દીપદાન કરવાની પરંપરા પણ છે. રાતે ઘીનો દીવો પ્રગટાવીને મંદિર, બગીચા અને ઘરમાં રાખો. સાથે જ તુલસી અને પીપળાના ઝાડ નીચે પણ રાખો. આવું કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપનો દોષ ઓછો થઈ જાય છે. આખો દિવસ વ્રત અને પૂજા કર્યા પછી સાંજે ચંદ્રના દર્શન કરવા જોઈએ. તે પછી અર્ધ્ય આપવો ત્યારબાદ દેવી-દેવતાઓને ખીરનું નૈવેદ્ય ધરાવવું. પછી રાતે ચંદ્રના પ્રકાશમાં ખીર રાખી અને બીજા દિવસે સવારે ખાલી પેટ ખીરને પ્રસાદ તરીકે ખાવી જોઈએ.