Home /News /gandhinagar /Gandhinagar: રૂપાલની પલ્લીમાં લાખો લીટર ઘીનો કેમ કરવામાં આવે છે અભિષેક? શું છે માન્યતા

Gandhinagar: રૂપાલની પલ્લીમાં લાખો લીટર ઘીનો કેમ કરવામાં આવે છે અભિષેક? શું છે માન્યતા

પ્રતિવર્ષ

પ્રતિવર્ષ નવરાત્રીના નવમાં નોરતે પલ્લી યોજાય છે

કોરોનાના કારણે બે વર્ષ દરમિયાન લોકો આવ્યા ન હતા. આ વખતે માતાજીના દર્શન કરવા માટે 8 લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
  Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરના રૂપાલ ગામમાં પાંડવ કાળ થી શરૂ થયેલી વરદાયિની માતાજીની પલ્લી આજે પણ પરંપરાગત રીતે શરૂ છે. આ પલ્લી દર વર્ષે નવરાત્રિના નવમા નોરતે ભરાય છે અને લાખો લોકોની જનમેદની માતાજીના દર્શન કરવા ઉમટે છે.

  મંદિરના પ્રમુખ નીતિનભાઈ પટેલેન્યૂઝ18 સાથ વાત કરતા જણાવ્યું કેકોરોનાના કારણે બે વર્ષ દરમિયાનલોકો આવ્યા ન હતા. આ વખતે માતાજીના દર્શન કરવા માટે 8 લાખ જેટલા ભક્તો આવે તેવી શક્યતાઓ છે. જેથી આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે 4 ઓક્ટોબરના રોજ મંગળવારે રાત્રે આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૂપાલનો આ પલ્લી મેળો યોજાશે. દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે.

  વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં પ્રતિવર્ષ નવમા નોરતે ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. ત્યારે આ વખતે કોરોનાને બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું છે.

  આ પણ વાંચો: IITનાં વિદ્યાર્થીઓએ બનાવ્યું હાઇબ્રિડ બર્નર, ગેસનું બીલ કરશે અડધું 

  આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ માં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. મંદિર ના ટ્રસ્ટ તરફથી પલ્લીની પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ગામના તમામ કોમ ના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીનીપલ્લીનો. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે.

  આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એખલાસના પણ દ્રશ્યો પાડે છે.કહેવાય છે કે માતા વરદાયીની તમામ દુઃખ દર્દ દૂર કરનારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. માતા વરદાયીના સ્મરણ માત્રથી ભક્તોના તમામ કષ્ટનો સંહાર થઈ જાય છે. કહેવાય છે કે અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજ મા ન છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મંદિરનો ગર્ભગૃહ સોનાથી મઢવામાં આવ્યો છે, જેના દર્શનથી લોકોને ભવ્ય અનુભૂતિ થશે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Gandhinagar News, Navratri 2022, Navratri celebration

  विज्ञापन
  विज्ञापन