Home /News /gandhinagar /Omicronના ભય વચ્ચે ગુજરાતમાં રેસ્ટોરન્ટો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, રાત્રી કર્ફ્યૂમાં કલાકની છૂટ

Omicronના ભય વચ્ચે ગુજરાતમાં રેસ્ટોરન્ટો રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે, રાત્રી કર્ફ્યૂમાં કલાકની છૂટ

રાજ્યમાં 4 ડિસેમ્બરે સાંજના કોરોના બૂલેટિન મુજબ ફક્ત 326 એક્ટિવ કેસ છે આ પૈકીના 06 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 320 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 8,17, 239 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે જ્યારે કુલ 10094 દર્દીનાં મૃત્યુનો આંક યથાવત છે ફાઈલ તસવીર

Gujarat coronavirus new guideline: ઓમિક્રોન વાયરસની (Omicrom corona latest news) દહેશત વચ્ચે પણ ગુજરાત ગૃહ વિભાગે (Gujarat Home Department) કોરોના અંગેના નિયંત્રણો વધુ હળવા કર્યા છે.

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના (coronavirus news variant) નવા વેરિએન્ટ ઓમિક્રોનના (omicron) કારણે ફફડાટ ફેલાયેલો છે. વિશ્વની વિવિધ સરકારો પોતાના દેશમાં વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર નિયંત્રણ સાથે કડક નિયમો અમલમાં મૂક્યા છે. તો બીજી તરફ ગુજરાતમાં કોરોના વાયરસની (corona second wave in Gujarat) બીજી લહેરોન અંત આવી ગયો છે. જોકે, ઓમિક્રોન વાયરસની (Omicrom corona latest news) દહેશત વચ્ચે પણ ગુજરાત ગૃહ વિભાગે (Gujarat Home Department) કોરોના અંગેના નિયંત્રણો વધુ હળવા કર્યા છે.

આમ રાજ્યના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂમાં (Night curfew) એક કલાકનો ઘટાડો કર્યો છે. નવા નિયમ પ્રમાણે હવે રાત્રે 1 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સૂથી જ કર્ફ્યૂ યથાવત રહેશે. જ્યારે રેસ્ટોરાંને (restaurants) રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત કેટલાક અન્ય નિતંત્રણો પણ હળવા કર્યા છે.



રાજ્યના આઠ મેટ્રો સીટીમાં રાત્રી કર્ફ્યૂમાં એક કલાકની રાહત
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણય પ્રમાણે આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે મંગળવારને 30 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 1લી ડિસેમ્બર 12 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 12 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.

ગૃહવિભાગનું જાહેરનામુ


લગ્નનોમાં 400 લોકોની છૂટને યથાવત રાખી
અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે. જુના નિયમ અનુસાર 400 લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે. આ લગ્નની સરકારનાં ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજિયાત રહેશે.

ગૃહવિભાગનું જાહેરનામુ


સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત
એટલે કે જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પણ જરૂરી છે. એક સ્થળ પર લોકોને એકત્ર નહી થવા માટે પણ અપીલ કરાઇ છે.
First published:

Tags: Ahmedabad news, Corona Guideline, Gujarati News News, Night Curfew, ઓમિક્રોન

विज्ञापन