Home /News /gandhinagar /Gandhinagar: વેસ્ટ માંથી બેસ્ટ આર્ટ તૈયાર કરશે આ વિદ્યાર્થીઓ; તમામ વસ્તુંઓ શહેરની શોભા વધારશે

Gandhinagar: વેસ્ટ માંથી બેસ્ટ આર્ટ તૈયાર કરશે આ વિદ્યાર્થીઓ; તમામ વસ્તુંઓ શહેરની શોભા વધારશે

શહેરના

શહેરના વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ તૈયાર કરી 8 સ્થળે મુકાશે

GMC દ્વારા કરવામાં આવેલા વેસ્ટ કલેક્શનને વેસ્ટ માંથી IGNCA , ઉદગમ ટ્રસ્ટ અને NIFT)ના વિદ્યાર્થીઓ દ્વારા બેસ્ટ આર્ટ બનાવવામાં આવશે.આર્ટને ગાંધીનગર શહેરના અલગ અલગ સર્કલ અને જાહેર સ્થળ પર મુકવામાં આવશે.

    Abhishek Barad, Gandhinagar: દેશ અને દુનિયામાં પ્લાસ્ટિક અને વેસ્ટ કલેક્શન એક મોટી સમસ્યા ઉદભવી રહી છે. પ્લાસ્ટિક સંપૂર્ણ રીતે ક્યારેય નષ્ટ થઈ શકતું ન હોવાને કારણે જમીન, પાણીને ખૂબ નુકસાનકરે છે અને પ્રદૂષણ ફેલાવે છે. જેનાથી જીવસૃષ્ટિ ખતરામાં આવી છે. ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકા, ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ (IGNCA), ઉદગમ ટ્રસ્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી આર્ટ બનાવવામાં આવશે.

    રાજ્યના પાટનગરમાં મહાનગરપાલિકા દ્વારા ખૂબ સારી રીતે વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે. આ વેસ્ટનું યોગ્ય રીતે છટણી કરીને ફરી ઉપયોગમાં કઈ રીતે લઈ શકાય એનો મહાનગરપાલિકા અને બીજી સંસ્થાઓએ સાથે મળીને નવતર પ્રયાસ કર્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલાવેસ્ટ કલેક્શનને વેસ્ટ માંથી ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ (IGNCA), ઉદગમ ટ્રસ્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) ના વિદ્યાર્થીઓ દ્વારા બેસ્ટ આર્ટ બનાવવામાં આવશે.

    આ પણ વાંચો : પોતાના બાળકે પૂછેલા પ્રશ્નનનો જવાબ ન આપી શકતા દંપતીએ શહેરને સ્વચ્છ કરવાનું બીડું ઉપાડ્યું; આ હતી ઘટના

    આ આર્ટને ગાંધીનગર શહેરના અલગ અલગ સર્કલ અને જાહેર સ્થળ પર મુકવામાં આવશે. જે શહેરીજનો માટે સેલ્ફી પોઈન્ટ અને શહેરની શોભામાં વધારો કરશે. NIFT કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર નિલેશ સિદ્ધપુરા આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. મૂળ વડોદરાના નિલેશ સિદ્ધપુરા કળામાં ખૂબ રસ ધરાવે છે અને સંસ્થાના વિદ્યાર્થીઓને રસ પડે એ રીતે માર્ગદર્શન પૂરું પાડે છે. તેઓ વેસ્ટને કઈ રીતે ઓછું કરી શકાય અને વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ કઈ રીતે તૈયાર કરી શકાય તેના પર અવનવા પ્રયોગ કરતા રહેતા હોય છે અને તેના આર્ટ શહેર સંસ્થા સાથે મળીને આર્ટ ગેલેરીમાં પણ પ્રદર્શિત થઈ ચૂક્યા છે.

    આ નવતર પ્રયોગનું પ્રાયોગિક ધોરણે વેસ્ટ માંથી બેસ્ટ આર્ટનું ઇન્સ્ટોલેશનનું અનાવરણ સ્થાયી સમિતિની ચેરમેન જશવંતભાઈ પટેલ અને ગાંધીનગરના ડે. મેયર પ્રેમલસિંહ ગોલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IGNCA ના રિજિયોનલ ડાયરેક્ટરઅરૂપા લેહરી, ઉદગમના મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોષી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગાંધીનગર મહાનગરના પ્રમુખ યુવરાજસિંહ તથા અન્ય લોકો હાજર હતા.

    આ પણ વાંચો:એક ગામમાં સ્ત્રીનાં માસિકનાં ગંદા કપડાં જોઈ આ મહિલા બની ગયા pad woman 

    NIFT વિશે.

    ગાંધીનગર ખાતેનું NIFT કેમ્પસ, જેને ભારતનું કદાચ સૌથી હરિયાળું શહેર માનવામાં આવે છે, તેની સ્થાપના 1995માં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી અસ્થાયી કેમ્પસ બિલ્ડિંગમાં કરવામાં આવી હતી. ગુજરાતના સેક્ટર 26, ગાંધીનગર ખાતે. બાદમાં ગુજરાત સરકારે 20,000 ચો.મી.નો પ્લોટ ફાળવ્યો. NIFT ગાંધીનગરના ઈન્ફોસિટી નજીકના કાયમી કેમ્પસ માટે જમીન જે ફેબ્રુઆરી 2004માં કાર્યરત થઈ હતી. વધારાની 10,000 ચો.મી. ગર્લ્સ હોસ્ટેલ, ડાયરેક્ટરનો બંગલો અને સ્ટાફ ક્વાર્ટર્સ માટે જમીન ફાળવવામાં આવી હતી.
    First published:

    Tags: Plastic, Plastic waste, Polution, Recycle, ગાંધીનગર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन