Home /News /gandhinagar /

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ મોકૂફ

એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ મોકૂફ

દ્રૌપદી મુર્મૂ અને પીએમ મોદીની ફાઇલ તસવીર

Draupadi Murmu Gujarat Visit: પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના હતા. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા.

ગાંધીનગર : આવતીકાલે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ (Draupadi Murmu) ગુજરાતના પ્રવાસે (Gujarat Visit) આવી રહ્યા હતા પરંતુ છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના (Gujarat Monsoon) કારણે  મોટાપાયે ખાના ખરાબી થઈ છે. તો બીજી બાજુ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને દ્રોપદી મૂર્મુનો ગુજરાતનો પ્રવાસ મૌકૂફ રાખવામાં આવ્યો છે.

સત્તાવાર મળતી માહિતી મુજબ, ભારે વરસાદની આગાહીને પગલે દ્રૌપદી મૂર્મુનો આવતીકાલનો ગુજરાત પ્રવાસ મોકૂફ કરાયો છે. દ્રૌપદી મૂર્મુ કેવડીયા ખાતે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને મળવાના હતા. તેમની મુલાકાતને પગલે કેવડિયામાં આદિવાસી સન્માન સંમેલનનું પણ આયોજન કરાયુ હતું. પરંતુ ગઈકાલે નર્મદા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે પ્રવાસ મોકુફ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 15 જુલાઈએ ગુજરાતના એક દિવસના પ્રવાસે આવવાના હતા. તેઓ સવારે હિંમતનગરમાં સાબર ડેરીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાના હતા. તેમજ સાબર ડેરીના કાર્યક્રમમાં જનસભાને સંબોધન કરવાના હતા. પરંતુ હાલ તેમનો આ કાર્યક્રમ પણ બંધ રાખવામા આવ્યો છે.

ગુજરાતના આ નેશનલ હાઇવે પર વાહન ચાલે છે 30 કિમીની ઝડપે, 80 કિમીનું અંતર કાપતા થાય છે 3.30 કલાક

રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મહેસૂલ મંત્રીએ સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં એસઈઓસીથી મહેસૂલ મંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી હતી. જિલ્લાઓની સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી તાગ મેળવ્યો. તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં ગઈકાલ કરતા આજે વરસાદનું જોર ઘટયું છે. રાજકોટ, જામનગર, કચ્છમાં આવતીકાલે રેડ એલર્ટ આપવામા આવ્યું છે.

બેવડી આફત : ગુજરાત માટે બે દિવસ હજી ભારે!

ગઈકાલથી રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પરિણામે એનડીઆરએફ અને એનડીઆરએફની 18 -18 ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 511 લોકોને બચાવી લેવાયા છે. નર્મદાના કરજણમાં નદીમાં 21 લોકોને એનડીઆરએફએ બચાવ્યા છે. ભારે વરસાદના પરિણામે અત્યાર સુધીમાં 27,896 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Draupadi Murmu, ગુજરાત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन