Home /News /gandhinagar /Gandhinagar: ગુજરાતમાં પ્રથમ વખત ભૂદેવોને ફરશી દીક્ષા અપાશે; અહી યોજાશે કાર્યક્રમ

Gandhinagar: ગુજરાતમાં પ્રથમ વખત ભૂદેવોને ફરશી દીક્ષા અપાશે; અહી યોજાશે કાર્યક્રમ

200

200 કરતા વધુ યુવાનોને ફરશી દીક્ષા આપવામાં આવશે

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર દ્વારા આગામી તારીખ 24 સપ્ટેમ્બર 2022, શનિવારના રોજ સાંજે 5:30 કલાકે સેક્ટર-16 ના રંગમંચ ખાતે ગાંધીનગરના ઈતિહાસમાં સર્વ પ્રથમ વાર ભવ્ય ફરસી દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

    Abhishek Barad, Gandhinagar: ગાંધીનગરના ઇતિહાસમાં સર્વપ્રથમ વાર ભવ્ય ફરસી દીક્ષાનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા દ્વારા કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી યજ્ઞેશભાઈ દવેનું સન્માન કરવામાં આવશે.

    શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર દ્વારા આગામી તારીખ 24 સપ્ટેમ્બર 2022, શનિવારના રોજ સાંજે 5:30 કલાકે સેક્ટર-16 ના રંગમંચ ખાતે ગાંધીનગરના ઈતિહાસમાં સર્વ પ્રથમ વાર ભવ્ય ફરસી દિક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી યજ્ઞેશભાઇ દવે કે જેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા બહુચરાજી મંદિરના ટ્રસ્ટી તરીકેની નિમણૂક આપવામાં આવી, તે બદલ યજ્ઞેશભાઇ દવેનો સન્માન કરવામાં આવશે. આ ફરસી દીક્ષા કાર્યક્રમના મુખ્ય સમારોહ અધ્યક્ષ તરીકે ભરતભાઈ રાવલ (પ્રદેશ પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ), મુખ્ય મહેમાન તરીકે હિતેશભાઈ મકવાણા ( મેયર, ગાંધીનગર), દિપક પ્રાગટ્ય - ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી એડવોકેટ, મુખ્ય સંગઠક( શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા), દિનેશભાઈ રાવલ - પ્રદેશ પ્રવક્તા (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા), માલવભાઈ પંડિત - યુવા અધ્યક્ષ (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા), અતિથિ વિશેષ તરીકે રામભાઈ મોકરીયા રાજ્યસભાના સભ્ય, રંજનબેન ભટ્ટ રાજ્ય સભાના સભ્ય, આલોક કુમાર પાંડે (આઈ.એ.એસ. મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત ટુરીઝમ), રુચિર ભટ્ટ (ગાંધીનગર શહેર પ્રમુખ ભાજપ) ભાર્ગવભાઈ ભટ્ટ (ભાજપ પ્રદેશ મહામંત્રી) જાનવીબેન વ્યાસ (ભાજપ મહિલા પાંખના પ્રદેશ મહામંત્રી અને વડોદરા પ્રભારી) ઉપસ્થિત રહેશે.

    આ કાર્યક્રમમાં મનનભાઈ શાસ્ત્રી (એસ્ટ્રોલોજર એન્ડ કર્મકાંડ) દ્વારા ફરસી પૂજન કરાવાશે. આ કાર્યક્રમમાં દાતા તરીકે કિરીટભાઈ રમણલાલ ઉપાધ્યાય કોલવડા (ફરશી દાતા), નાજાભાઈ ધાધર (ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ), અને બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ (ભાજપ યુવાને નેતા - ફરસી દાતા) અને અન્ય દાતાઓ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં બ્રહ્મ ભોજન ઉપરોક્ત કાર્યક્રમ બાદ સાંજે 7:30 કલાકે રાખેલ છે.

    આ કાર્યક્રમનું આયોજન ડૉ. અશ્વિનભાઈ ત્રિવેદી (એડવોકેટ મુખ્ય સંગઠક) અને સુનિલભાઈ ત્રિવેદી પ્રમુખશ્રી (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર શહેર અને જિલ્લા), છાયાબેન ત્રિવેદી.(એડવોકેટ, નોટરી અને નગર સેવિકા વોર્ડ 8) મહિલા પ્રમુખ, જીગ્નેશભાઈ રાવલ યુવા પ્રમુખ (શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા ગાંધીનગરના સર્વે હોદ્દેદારોના અથાગ પ્રયત્નો દ્વારા આ ફરસી દીક્ષાના સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગાંધીનગરના બ્રાહ્મણ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહેશે તથા નગરના સામાજીક અને રાજકીય આગેવાનો, કાર્યકરો, અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં 200 થી વધારે ભૂદેવોને ફરસી દીક્ષા આપવામાં આવશે.
    Published by:Santosh Kanojiya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन