Home /News /gandhinagar /મોરબી દુર્ઘટના અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હજી બે લોકો ગુમ, મૃતકના પરિવારોને સીએમ સહાય ચૂકવાઇ

મોરબી દુર્ઘટના અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હજી બે લોકો ગુમ, મૃતકના પરિવારોને સીએમ સહાય ચૂકવાઇ

રાજેન્દ્ર ત્રિવેદી ફાઇલ તસવીર

મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના અંગે રાજેન્દ્ર ત્રિવેદીનાં જણાવ્યા પ્રમાણે, આ મૃતકોના પરિવારને કાલ રાત સુધીમાં ચાર લાખ રૂપિયાની સહાય ચુકવી દેવામાં આવી છે

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
    મોરબીઃ સતત ત્રીજા દિવસે પણ મોરબી મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી રહી છે. NDRF,SDRF,ગરુડ કમાન્ડો સહિતની અનેક ટુકડીઓ બચાવ કાર્યમાં જોડાયેલી છે. રાજ્યનાં કાયદા મંત્રી રાજેન્દ્ર પ્રસાદનાં જણાવ્યા પ્રમાણે, સરકારે અને વહીવટી તંત્રએ 170 લોકોના જીવ બચાવ્યા છે. ગઈકાલ રાત સુધીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાય પોંહચી ગઈ છે. 300થી વધુ લોકો દિવસ રાત રાહત કામગીરી કરી રહ્યા છે. હજી બે લોકો લાપતા છે. જેમની મચ્છુ નદીમાં સતત શોધખોળ કરાઈ રહી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે બપોરે 12 કલાકે મોરબીની મુલાકાત લઇ શકે છે. ગૃહમંત્રી અમિત શાહ પણ મોરબીની મુલાકાત લઇ શકે છે.

    ચાર લાખની સહાય ચૂકવી દેવાઇ


    મોરબી ઝૂલતા બ્રિજની દુર્ઘટના અંગે રાજેન્દ્ર ત્રિવેદીનાં જણાવ્યા પ્રમાણે, આ મૃતકોના પરિવારને કાલ રાત સુધીમાં ચાર લાખ રૂપિયાની સહાય ચુકવી દેવામાં આવી છે. જ્યારે પીએમ મોદીનાં ફંડમાંથી આપવાનાં બે લાખ રૂપિયાની સહાયની પણ ડીબીટી પ્રક્રિયા ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે ઘાયલોને પણ સહાય પહોંચાડી દેવામાં આવી છે. 17 જેટલા ઘાયલ લોકોની પણ સારવાર ચાલી રહી છે.

    આ પણ વાંચો: કાર પલટી ખાઇ 300 ફૂટ ઢસડાઇ, ત્રણ યુવાનોનાં મોત

    બે ગુમ લોકોને શોધવાની કામગીરી


    આ સાથે તેમણે જણાવ્યુ કે, 24 કલાક રાતદિવસ જોયા વગર તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, બે લાપતા લોકોની શોધખોળ અત્યંત ઘનિષ્ઠરીતે કરવામાં આવી છે.  તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી ઉપરાંત અમિત શાહ પણ મોરબી આવશે અને પીડિત પરિવારને સાંત્વના આપશે.



    નોંધનીય છે કે, મોરબીમાં થયેલી મોટી દુર્ઘટના પર સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થશે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટના વકીલ સુશીલ તિવારીએ PIL ફાઇલ કરી છે. તેમાં દુર્ઘટના મામલે રિટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવીને તપાસ કરવાની માગ કરવામાં આવી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Morbi, Morbi bridge collapse, ગાંધીનગર, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन