Home /News /gandhinagar /કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ: પુરષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન મળે તેવી સંભાવના

કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ: પુરષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાને પ્રમોશન મળે તેવી સંભાવના

પરષોતમ રૂપાલા, મનસુખ માંડવિયા (ફાઇલ તસવીર)

Modi Cabinet Reshuffle: અહેવાલ પ્રમાણે ગુજરાતના પુરુષોત્તમ રૂપાલાને સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર મળી શકે છે. સાથે જ માંડવિયાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

ગાંધીનગર: આજે મોદી મંત્રીમંડળ (Modi Cabinet Reshuffle)નું વિસ્તરણ છે. સાંજે છ વાગ્યા પછી નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. નવા મંત્રીઓના નામોની જાહેરાત પહેલા જ મંત્રીમંડળમાંથી રાજીનામાનો દૌર શરૂ થયો છે. એક પછી એક મંત્રી રાજીનામું (Resignation) ધરી રહ્યા છે. બીજી તરફ એવી સંભાવના છે કે ગુજરાતના બે મંત્રીઓને પ્રમોશન (Promotion) મળી શકે છે. એટલે કે વર્તમાન રાજ્ય કક્ષાના મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) અને પુરુષોતમ રૂપાલા (Parshottam rupala)ને પ્રમોટ કરીને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે ગુજરાતના વધુ એક મંત્રીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક નામોની અટકળો ચાલી રહી છે.

ત્રણ સાંસદ દિલ્હી પહોંચ્યા

એવા પણ અહેવાલો વહેતા થયા છે કે ગુજરાતના પુરુષોત્તમ રૂપાલાને સહકાર મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર મળી શકે છે. સાથે જ માંડવિયાને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ એવા પણ અહેવાલ વહેતા થયા છે કે ગુજરાતના ત્રણ સાંસદ દિલ્હી પહોંચી ગયા છે. સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મુંજપરા, સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ દિલ્હી પહોંચી ગયા છે.

આ પણ વાંચો: સુરત: ત્રણ વર્ષથી નરાધમ બ્લેકમેઇલ કરીને આચરતો હતો દુષ્કર્મ, પરિવારની હિંમતથી કિશોરીએ ફરિયાદ નોંધાવી

ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા નેતા

1) અમિત શાહ
2) પુરુષોતમ રૂપાલા
3) મનસુખ માંડવિયા
4) એસ. જયશંકર (ગુજરાતમાંથી રાજ્ય સભાના સભ્ય)

પીએમ મોદીએ કરી સમીક્ષા

મહત્વનું છે કે, જૂનના પહેલા પખવાડિયામાં પીએમ મોદીએ મંત્રીઓ સાથે બેઠક કરી હતી અને કામની સમીક્ષા કરી હતી. આ સિવાય તેઓ પાર્ટીના વિવિધ મોરચાના પ્રમુખોને પણ મળ્યા હતા. આ પછી તેઓ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવોને પણ મળ્યા. વર્ષ 2019માં સરકારની રચના બાદ, આજ સુધી મોદી કેબિનેટમાં કોઈ વિસ્તરણ કરવામાં આવ્યું નથી. જ્યારે ઘણા મંત્રીઓ સુધી ત્રણ કેબિનેટ પોર્ટફોલિયોના છે. કેટલાક મંત્રાલયોમાં રાજ્ય મંત્રી નથી. અકાલી દળને છોડ્યા બાદ હવે કેન્દ્રીય મંત્રીમંડળમાં માત્ર ભાજપના નેતાઓ જ મંત્રીઓ છે.

આ પણ વાંચો: લગ્ન વિધિ ચાલી રહી હતી અને દુલ્હો ફરાર, બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા
" isDesktop="true" id="1112060" >

ઉત્તર પ્રદેશને ખાસ મહત્ત્વ મળી શકે

જો વડાપ્રધાન ફેરફાર કરે છે તો મે 2019માં વડાપ્રધાન તરીકે બીજી ઇનિંગ શરૂ કર્યા બાદ મંત્રીપરિષદમાં આ પહેલો વિસ્તાર હશે. આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુશીલ મોદી સંભવિત નેતાઓમાં શામેલ માનવામાં આવે છે. આ ફેરફારમાં ઉત્તર પ્રદેશને ખાસ મહત્ત્વ મળી શકે છે, કારણ કે આવતા વર્ષની શરૂઆતમાં અહીં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને રાજકીય રીતે ઉત્તર પ્રદેશ દેશનું સૌથી અગત્યનું રાજ્ય માનવામાં આવે છે.
First published:

Tags: Modi Cabinet, OBC, Parshottam Rupala, ભાજપ, મનસુખ માંડવીયા