Home /News /gandhinagar /Gujarat Government New Cabinet: ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં આ નેતાઓને મળી શકે છે સ્થાન? આ હોઇ શકે છે યાદી
Gujarat Government New Cabinet: ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં આ નેતાઓને મળી શકે છે સ્થાન? આ હોઇ શકે છે યાદી
નવા મંત્રીમંડળના નામોને કવાયત તેજ છે એવામાં નવા અને જૂના ચહેરાઓમાંથી પસંદગી અંગે આજની બેઠકમાં ચર્ચા થઇ હતી.
ગુજરાતમાં નવી સરકારની શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20 જેટલા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો હાંસલ કરી ઐતિહાસિક જીત મેળવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ રાજ્યપાલને રાજીનામું આપી દીધું છે. આવતીકાલે કમલમમાં બેઠક યોજાશે અને સોમવારે શપથ વિધીનો કાર્યક્રમ જોયાવાનો છે. આ સાથે સાથે પ્રથમ કેબિનેટ બેઠકનુ પણ આયોજન કરવામાં આવશે.
ગુજરાતમાં નવી સરકારની શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોના અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં 20 જેટલા ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાં 10 થી 11 કેબિનેટ અને 12 રાજ્ય મંત્રીઓ હોઈ શકે છે. જોકે આ નામો પર અંતિમ મહોર દિલ્હીથી લાગશે. નવી સરકારના નવી કેબિનેટ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠકો યોજાઈ રહી છે. આ બેઠકમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી વચ્ચે નવા મંત્રીમંડળના નામો અંગે ચર્ચા થઇ હતી.
નવા મંત્રીમંડળના નામોને કવાયત તેજ છે એવામાં નવા અને જૂના ચહેરાઓમાંથી પસંદગી અંગે આજની બેઠકમાં ચર્ચા થઇ હતી. જેમા સિનિયર નેતાઓમાં હર્ષ સંઘવી, ગણપત સિંહ વસાવાના નામો ચર્ચામાં છે. ત્યાં જ રમણ વોરા, રાઘવજી પટેલ, જયેશ રાદડિયાના નામો ચર્ચામાં છે. તો સિનિયન નેતા કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકીના નામો પણ મંત્રી મંડળમાં ચર્ચામાં છે.
સૂત્રોના અનુસાર ભૂપેન્દ્ર પટેલની નવી કેબિનેટમાં ઋષિકેશ પટેલ, કિરીટસિંહ રાણા, કનુ દેસાઈ, જગદીશ પંચાલ, જીતુ વાઘાણી, શંકર ચૌધરીનું ચર્ચામાં છે. નવા ચેહરોમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલાના, અલ્પેશ ઠાકોર, ભગા બારડ, ઉદય કાનગડ, શંભુ પ્રસાદ ટુંડિયા, કેતન ઇનામદારનું પણ નામ રેસમાં છે.