Home /News /gandhinagar /ગાંધીનગર: યુવાને ટુ વ્હીલર પર યુવતીને ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ, સીસીટીવી વાયરલ

ગાંધીનગર: યુવાને ટુ વ્હીલર પર યુવતીને ઉઠાવી જવાનો કર્યો પ્રયાસ, સીસીટીવી વાયરલ

શહેરમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે

Gandhinagar Viral CCTV: યુવક અને યુવતી એકબીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવકને યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગર: શહેરમાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ટુ વ્હીલર પર યુવક યુવતીનું અપહરણ કરવાનો પ્રયાસ કરતો હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. હાલ આ અંગે પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. જેથી પોલીસની એક ટીમ આ કેસમાં તપાસ કરી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના ગ 1 સર્કલ પાસે આવેલા એક ક્લાસીસમાં નોકરી કરતા યુવકે છરી બતાવી યુવતીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થયો છે. આ બાબતે યુવતીએ અપહરણ અને છેડતી બાબતની મહિલા પોલીસ મથકમાં અરજી કરી છે. જે બાદ પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: અમદાવાદના ખાડામાં આખેઆખી કાર ખાબકી

આ ઘટનામાં યુવકે પરિચિત યુવતીને બપોરના સમયે ક્લાસીસની બહાર છરી બતાવી હતી. સીસીટીવીમાં દેખાયા પ્રમાણે, યુવકે યુવતીનાં વાળ પકડીને ધમકાવતો હોય તેવું પણ જોવા મળે છે. યુવતીને ઉંચકીને ટુ વ્હીલર ઉપર બળજબરીથી પોતાની આગળ બેસાડીને ક્યાંક લઇ જવાનો પ્રયાસ કરતો પણ દેખાય છે. પરંતુ યુવતીએ તેનો પ્રતિકાર કરતા ટુ વ્હીલર પરથી ઉતરી ગઇ હતી. જે બાદ યુવાન ટુ વ્હીલર લઇને ફરાર પણ થઇ ગયો હતો.

આ પણ વાંચો: આ શાળામાં સાયન્સ લેબે બાળકોને વિજ્ઞાનમાં રસ લેતા કર્યા



માહિતી એવી પણ મળી રહી છે કે, યુવક અને યુવતી એકબીજાના પરિચિત હોવાનુ સામે આવી રહ્યુ છે અને યુવકને યુવતી સાથે લગ્ન કરવાની ઇચ્છા પણ હતી. યુવતીને યુવક સાથે જવું ન હતુ જેથી તેને બળજબરી પણ લઇ ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીની હિંમતને કારણે તે બચી ગઇ હતી. જોકે, આ અંગેનો વીડિયો હાલ ઘણો જ વાયરલ થયો છે.
First published:

Tags: ગાંધીનગર, ગુજરાત, વાયરલ વીડિયો, સીસીટીવી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો