Home /News /gandhinagar /રૂપાલમાં ઉમટ્યું માઈ ભક્તોનુ ઘોડાપુર, પલ્લીમાં લાખો લિટર ઘીનો થયો અભિષેક

રૂપાલમાં ઉમટ્યું માઈ ભક્તોનુ ઘોડાપુર, પલ્લીમાં લાખો લિટર ઘીનો થયો અભિષેક

રૂપાલની પલ્લીની ફાઇલ તસવીર

Rupal Palli: રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક માનવામાં આવે છે. રૂપાલમાં ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટ્યું હતું, લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

વધુ જુઓ ...
    ગાંધીનગર: ગાંધીનગરના રુપાલ ગામે શ્રીવરદાયની માતાજીનું મંદિર ખૂબ ઐતિહાસિક અને પૌરાણિક છે. આ મંદિર સાથે બ્રહ્માજી, રામચંદ્ર ભગવાન, પાંડવો અને સિદ્ધરાજ જયસિંહ સહિત અનેક કથાઓ જોડાયેલી છે. ગાંધીનગરના રૂપાલમાં નોમના દિવસે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. કોરોનાકાળના બે વર્ષ બાદ પલ્લી નીકળતા ભક્તોનું મોટી સંખ્યામાં ઘોડાપુર રૂપાલમાં ઉમટ્યું હતું અને લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ રસ્તા પર જાણે ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આખા ગામમાં ફર્યા બાદ વહેલી સવારે પલ્લી મંદિરમાં પહોંચી હતી.

    માનતા પૂરી થતા ભક્તો કરે છે ઘીનો અભિષેક


    પલ્લીમાં એવી પ્રથા છે કે, જે લોકોની માનતા પૂરી થઈ હોય તે અહીં આવીને ઘીનો અભિષેક કરે છે. ઉપરાંત બાળકો જન્મ્યા હોય તેમને પણ પલ્લીના દર્શન કરાવવા માટે અહીં લાવવામાં આવે છે. આ દરમિયાન ગામના યુવકો પલ્લીને એક ચોકમાંથી બીજા ચોકમાં લઈ જવાનું કામ કરે છે. પલ્લી ચોકમાં નીકળે એટલે તેના પર ઘીનો અભિષેક કરવાનું શરૂ કરવામાં આવે છે. અને બાળકોને પલ્લીના માથે ટેકવાય છે. પલ્લીમાં લાખો લોકો જોડાતા હોય છે, માઈ ભક્તોને મ વરદાયિની પર અતૂટ વિશ્વાસ છે, એટલે લોકો વરદાયિની માતા રાખતા હોય છે. અને નવમા નોરતે આવીને પલ્લીમાં ઘીનો અભિષેક કરતા હોય છે.

    આ પણ વાંચો: મિલમાં બીજા માળેથી લિફ્ટ તૂટતાં એક યુવાનનું મોત, આઠ ઘાયલ

    ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો


    વરદાયિની માતાની પલ્લીની પરંપરા આજે પણ રૂપાલ ગામમાં પ્રતિવર્ષ નવમા નોરતે ભરાય છે. દર વર્ષે લાખોની મેદની વચ્ચે નીકળતી વરદાયીની માતાજીની પલ્લી ગયા વર્ષે કોરોનાને કારણે થોડા લોકોની હાજરીમાં જ કાઢવામાં આવી હતી, ગામના અન્ય લોકોએ પણ પોતાના ઘરો કે ચોકમાં ઊભા-ઊભા જ પલ્લીના દર્શન કરી લીધા હતા. જ્યારે ગામના 27 ચોકમાં પ્રતિકાત્મક રીતે ઘીને અભિષેક કરાયો હતો. ત્યારે આ વખતે કોરોનાને બે વર્ષ બાદ સ્થિતિ સામાન્ય થતાં રૂપાલની પલ્લીનું વિધિવત રીતે આયોજન કરવામાં આવ્યું છે.

    માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે


    આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ માં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. મંદિર ના ટ્રસ્ટ તરફથી પલ્લીની પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ગામના તમામ કોમ ના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ ઉત્સવ હોય છે માતાજીનીપલ્લીનો. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે.

    આ પણ વાંચો: રિચા- અલીનો વેડિંગ આલ્બમ; રિસેપ્શનમાં વિકી કૌશલથી માંડી હૃતિક રોશને આપી હાજરી

    વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો


    આ ધાર્મિક કાર્યક્રમમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવતો હોય છે. આ વખતે 4 ઓક્ટોબરના રોજ મંગળવારે રાત્રે આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૂપાલનો આ પલ્લી મેળો યોજાયો હતો. દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. આ વખતે પલ્લીમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો પલ્લીમાં મા ના દર્શન કરવા માટે આવ્યા હતો. જેની સુરક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદાબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: ગાંધીનગર, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन